SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૩૧ થી ૯૩૪ ન્યાય અને યોગગ્રંથો ૪૧૭ જગદીશનો નથી કર્યો. પરંતુ જગદીશના ગ્રંથથી તેઓ જાણીતા હતા એમ અનુમાન થાય છે.’ (રા. મોહનલાલ ઝવેરીનો અભિપ્રાય.) ૯૩૩. જૈનોના ‘યોગ સાહિત્ય સંબંધમાં હરિભદ્રસૂરિના યોગવિષયક ગ્રંથ અને ત્યારબાદ હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર આપણે જોઇ ગયા. ‘પછી આ ઉપાધ્યાય યશોવિજયકૃત યોગગ્રંથો પર નજર ઠરે છે. તે ઉપાધ્યાયજીના શાસ્ત્રજ્ઞાન, તર્કકૌશલ અને યોગાનુભવ ઘણાં, ગંભીર હતાં. તેથી તેમણે અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ તથા સટીક બન્નીશ બત્રીશીઓ {સ્વોપક્ષ ટીકા અને મુનિ યશોવિજયકૃત નયલતાટીકા અને ગુજરાતી અનુવાદ સાથે ૧ થી ૮ ભાગમાં, પ્ર. અંધેરી ગુજરાતી સંઘ} યોગ સંબંધી વિષયો પર લખેલ છે. તેમાં જૈન મંતવ્યોની સૂક્ષ્મ અને રોચક મીમાંસા કરવા ઉપરાંત અન્ય દર્શન અને જૈનદર્શનની સરખામણી પણ કરી છે. દાત૦ અધ્યાત્મસા૨ના યોગાધિકા૨ અને ધ્યાનાધિકારમાં પ્રધાનપણે ભગવદ્ગીતા તથા પાતંજલસૂત્રનો ઉપયોગ કરી અનેક જૈનપ્રક્રિયાપ્રસિદ્ધ ધ્યાન વિષયોનો ઉક્ત બંને ગ્રંથોની સાથે સમન્વય કર્યો છે. અધ્યાત્મોપનિષદ્દ્ના શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય એ ચાર યોગોમાં પ્રધાનપણે યોગવાશિષ્ઠ તથા તૈત્તિરીય ઉપનિષદ્નાં વાક્યોનાં અવતરણ આપી તાત્ત્વિક ઐકય બતાવ્યું છે; યોગાવતાર દ્વાત્રિંશિકામાં ખાસ કરી પાતંજલ યોગના પદાર્થોનું જૈનપ્રક્રિયા અનુસાર સ્પષ્ટીકરણ કર્યું છે. આ ઉપરાંત તેમણે હરિભદ્રસૂરિષ્કૃત યોગવિંશિકા તથા ષોડશક પર ટીકાઓ લખી પ્રાચીન ગૂઢ તત્ત્વોનું સ્પષ્ટ ઉદ્ઘાટન પણ કર્યું છે. આટલું જ કરીને સંતુષ્ટ ન રહેતાં તેમણે મહર્ષિ પતંજલિ કૃત યોગસૂત્રોના ઉપર એક નાનીશી વૃત્તિ પણ લખી છે. આ વૃત્તિ જૈનપ્રક્રિયાનુસાર લખાયેલી હોવાથી તેમાં યથાસંભવ યોગદર્શનની ભીંત રૂપ સાંખ્ય પ્રક્રિયાની જૈન પ્રક્રિયા સાથે સરખામણી પણ કરી છે. ઉપાધ્યાયજીની પોતાની વિવેચનામાં જેવી મધ્યસ્થતા, ગુણગ્રાહકતા, સૂક્ષ્મ સમન્વયશક્તિ અને સ્પષ્ટભાષિતા દેખાઇ છે તેવી બીજા આચાર્યોમાં ઘણી ઓછી નજરે પડે છે. (દા∞ ત૦ જુઓ તેમની શાસ્ત્રવાર્તાસમુચ્ચયવૃત્તિ અને પાતંજલસૂત્ર વૃત્તિ). ૯૩૪. ‘મહર્ષિ પતંજલિએ પોતાનું યોગદર્શન સાંખ્ય સિદ્ધાંત અને પ્રક્રિયા પર રચ્યું છે. તો પણ તેમની દૃષ્ટિવિશાલતાથી તે સર્વ દર્શનોના સમન્વય રૂપ બન્યું છે, દા. ત. સાંખ્યનો નિરીશ્વરવાદ વૈશેષિક નૈયાયિક આદિ દર્શનો દ્વારા ઠીક નિરસ્ત થયો અને સાધારણ લોકસ્વભાવનો ઝુકાવ ઇશ્વરોપાસના પર વિશેષ જણાયો ત્યારે અધિકારીભેદ તથા રુચિવિચિત્રતાનો વિચાર કરી તેમણે ઈશ્વરોપાસનાને પણ સ્થાન આપ્યું (સૂત્ર ૧-૩૩). અને ઇશ્વરના સ્વરૂપનું નિષ્પક્ષભાવથી એવું નિરુપણ કર્યું કે જે સર્વને માન્ય થઇ શકે (સૂત્ર ૧-૨૪, ૨૫, ૨૬). પસંદ આવે તે પ્રતીકની ઉપાસના કરો પણ કોઈ પણ રીતે મન એકાગ્ર-સ્થિર કરો અને તે દ્વારા પસ્માત્મચિંતનના સાચા પાત્ર બનો. આથી ધર્મને નામે કલહ ટાળવાનો સાચો માર્ગ બતાવ્યો. આ દૃષ્ટિવિશાલતાની અસર અન્ય ગુણગ્રાહી આચાર્યો પર પણ પડી. તેવા આચાર્યોમાં હરિભદ્રસૂરિ અને યશોવિજયનું ખાસ સ્થાન છે. (દા. ત. આ. હિરભદ્રે યોગબિંદુ ગ્લો. ૧૬-૨૦ માં સર્વ દેવોની ઉપાસના લાભદાયક બતાવી તે પર ‘ચારિ સંજીવની ચાર’ એ ન્યાયનો ઉપયોગ કર્યો છે અને એ જ રીતે ઊપા. યશોવિજયે પોતાની પૂર્વસેવાદ્વાત્રિંશિકા, આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy