SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને સમન્વયના રંગો પૂર્યા છે, કે જેનાથી મુદિતમના થઈ આપોઆપ એમ કહેવાઈ જાય છે કે, પહેલા ત્રણ યુગનું બંને (દિગંબર અને શ્વેતાંબર) સંપ્રદાયનું જૈન ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાયવિષયક સંપૂર્ણ સાહિત્ય ઉપલબ્ધ હોય તોયે જૈન વાડ્મય કૃતકૃત્ય છે. ૯૩૧. ઉપાધ્યાયજીએ અધિકારીભેદને ધ્યાનમાં રાખી, વિષયોની વહેંચણી કરી તે ઉપર નાના મોટા અનેક જૈન ન્યાયના ગ્રંથો લખ્યા. તેઓએ જૈનતર્કપરિભાષા જેવો જૈન ન્યાયપ્રવેશ માટે લઘુ ગ્રંથ રચી, જૈન સાહિત્યમાં તર્કસંગ્રહ અને તર્કભાષાની ખોટ પૂરી પાડી. ‘રહસ્ય' પાંકિત એકસો આઠ ગ્રંથો કે તેમાંના કેટલાક રચી જૈન ન્યાયવાડ્મયમાં નૈયાયિક પ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથોની ગરજ સારી; નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃતતરંગિણી સહિત નયોપદેશ, સ્યાદ્વાદકલ્પલતા, ન્યાયાલોક, ખંડનખંડખાદ્ય, અષ્ટસહસ્રી ટીકા આદિ ગ્રંથો રચી જૈન ન્યાયવાડ્મયને ઉદયનાચાર્ય, ગંગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનું નૈવેદ્ય ધર્યું. અધ્યાત્મસાર, અધ્યાત્મોપષિર્ જેવા ગ્રંથોથી જૈન ન્યાયવાડ્મયનો ગીતા, યોગવાશિષ્ઠ આદિ વૈદિક ગ્રંથો સાથે સંબંધ જોડ્યો. થોડામાં એટલું જ કહેવું બસ છે કે, વૈદિક અને બૌદ્ધ સાહિત્યે દાર્શનિક પ્રદેશમાં સત્ત૨મા સૈકા સુધીમાં જે ઉત્કર્ષ સાધ્યો હતો, લગભગ તે બધા ઉત્કર્ષનો આસ્વાદ જૈન વાડ્મયને આપવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતિત કર્યું અને તેથી તેઓના એક તેજમાં જૈન ન્યાયનાં બીજાં બધાં તેજો લગભગ સમાઈ જાય છે, એમ કહેવું પડે છે.’૫૩૩ ૯૩૨. ‘રહસ્ય’ થી અંકિત પ્રમારહસ્ય, સ્યાદ્વાદ રહસ્ય, (કે વા અને) વાદરહસ્ય, ભાષારહસ્ય, નયરહસ્ય અને ઉપદેશરહસ્ય તેમણે રચ્યા છે તે નિર્વિવાદ છે. પ્રથમના ત્રણ અનુપલબ્ધ છે પણ તેમનો ઉલ્લેખ-નિર્દેશ અન્યગ્રંથોમાં સ્પષ્ટ છે. એવા ‘રહસ્ય’ અંકિત સો ગ્રંથ કરવાની પોતાની ઇચ્છા ભાષારહસ્યમાં વ્યક્ત કરી છે. ‘આ ‘રહસ્ય' શબ્દથી અંકિત કરવાની સ્ફૂરણા પ્રસિદ્ધ નૈયાયિક મથુરાનાથના તત્ત્વરહસ્ય અને તત્ત્વાલોકરહસ્ય નામના ટીકાગ્રંથો પરથી થઇ લાગે છે. તેમના મંગલવાદ અને વિધિવાદ નામના હાલ અનુપલબ્ધ ગ્રંથોના નામમાં ‘વાદ' શબ્દ વાપરવાની સ્ફુરણા તેમના સમકાલીન નવ્યન્યાયના વિદ્વાન્ ગદાધરે રચેલ વ્યુપત્તિવાદ, શક્તિવાદ આદિ ન્યાયગ્રંથ પરથી થઈ લાગે છે. યશોવિજયજી નવ્યન્યાય પીને પચાવી ગયા હતા અને તેથી જ નવીન તત્ત્વો તેમણે જૈન દર્શનમાં આણ્યાં, તેમજ નવ્ય ન્યાયનાં તત્ત્વોનું પણ જૈન દૃષ્ટિએ ખંડન કર્યું. આજ યશોવિજયજીની વિશિષ્ટતા છે કે સં. ૧૨૫૦ થી માંડી તેમના સમય સુધી જે અન્ય જૈનાચાર્યો ન કરી શકયા તે તેમણે કર્યું. તેમની શૈલી જગદીશ ભટ્ટાચાર્યના જેવી શબ્દબાહુલ્ય વગરની ગંભીર ચર્ચા કરનારી છે. મથુરાનાથનો એમણે ઘણે સ્થળે ઉપયોગ અને નામોલ્લેખ પણ કર્યો છે. હેમચંદ્રાચાર્ય જેમ પોતાના સમકાલીન મલયિગિર અને વાદિદેવસૂરિનો ઉલ્લેખ નથી કર્યો, તેમ યશોવિજયે પોતાના સમકાલીન ૫૩૩. પંડિત સુખલાલનો ભાવનગરની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટેનો નિબંધ નામે ‘જૈન ન્યાયનો ક્રમિક વિકાસ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy