SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૨૮ થી ૯૩૦ ઉપા. યશોવિજયજીનું સાહિત્ય ૪૧૫ લાભવિજય, તેમના શિષ્ય પંડિત જીતવિજય, અને તેમના ગુરુભાઈ નયવિજયના શિષ્ય હતા. તેમનું ન્યાય તર્કનું જ્ઞાન અદભુત હતું ને પોતે જબરા વાદી હતા. પોતાના સમયમાં ચાલતા અન્ય સંપ્રદાયો નામે દિગંબરમત અને સ્વ શ્વેતાંબરમાંથી નિકળેલ મૂર્તિપૂજા નિષેધક લોંકા સંપ્રદાય તથા બીજી જાદી જુદી વિધિ અને માન્યતામાં જુદા પડતા એવા નાની શાખાઓ રૂપી ગચ્છો નામે પાર્થચંદ્ર ગચ્છ, કડવાનો મત અને વીજાનો મત હતા. તદુપરાંત ધર્મસાગરે અનેક પ્રરૂપણાઓ કરી આખા ગચ્છના તંત્રને હલાવી મૂક્યું હતું અને પછી તેમના શિષ્યવર્ગે તે પ્રરૂપણા ચાલુ રાખી હતી. આ સર્વના મતોનો નિરાસ કરવા માટે પ્રમાણો આપવા ઉપરાંત તેમની કઠોર શબ્દોમાં ઝાટકણી કરી છે. દિગંબરો સામે ખાસ ગ્રંથો અધ્યાત્મમત પરીક્ષા, જ્ઞાનાર્ણવ (અનુપલબ્ધ) એ સંસ્કૃતમાં, અને હિંદીમાં દિકપટ ચોરાસી બોલ, લોંકા-ટૂંઢીઆ સામે સંસ્કૃતગદ્ય ગ્રંથ નામે દેવધર્મ પરીક્ષા, સં. કાવ્યમાં પ્રતિમાશતકના ૬૯ શ્લોકો અને તે પછી રચેલી તે પર સ્વોપજ્ઞ ટીકા, ગૂ૦ માં મહાવીર સ્તવન અને સીમંધરા સ્તવનાદિ, ધર્મસાગર સામે ઉક્ત પ્રતિમાશતકમાંના ૯ શ્લોક, પ્રા. ધર્મપરીક્ષા અને તે પર સંસ્કૃત ટીકા રચેલ છે. આ ખંડનાત્મક ગ્રંથો રચવામાં પ્રેરણાત્મક વસ્તુ પોતાનો દઢ દર્શનપક્ષ છે અને વળી કહે છે કે, “વિધિનું કહેવું, વિધિ પરની પ્રીતિ, વિધિની ઈચ્છા રાખનાર પુરુષોને વિધિમાર્ગમાં પ્રવર્તાવવા તથા અવિધિનો નિષેધ કરવો એ સર્વ અમારી જિનપ્રવચન પરની ભક્તિ પ્રસિદ્ધ જ છે.” (અધ્યાત્મસારનો અનુભવાધિકાર શ્લો. ૩૧, ૩૨). આ દર્શનપક્ષ એ પ્રવચનભક્તિને પરિણામે આવા ગ્રંથો રચ્યા અને તેમાં પોતાની તર્કશક્તિનો ઉપયોગ કર્યો. તેજ તર્કશક્તિને પાતંજલ, સાંખ્યાદિ સર્વે દર્શનોનો સ્વદર્શન સાથે યુક્તિમાન સમન્વય કરવામાં પણ કામે લગાડી. એ રીતે યોગ અને અધ્યાત્મમાં ઉતરી આત્માનુભવ પણ પોતે પ્રાપ્ત કરી શકયા. ૯૩૦. “ન્યાયનો ચોથો નામે ફલ-કાળ-આ યુગમાં જે સાહિત્ય રચાયું, તે ફળરૂપ છે. ફળમાં બીજથી ફૂલ સુધીના ઉત્તરોત્તર પરિપાકનો સાર આવી જાય છે, તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલો પરિપાક એક સાથે આવી જાય છે. આ યુગમાં જે જૈન ન્યાયસાહિત્ય રચાયું છે તેજ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે; કારણ કે ત્યારબાદ તેમાં કોઇએ જરાયે ઉમેરો કર્યો નથી. મલ્લિષણની સ્યાદ્વાદમંજરી બાદ કરીને આ યુગના ફલાયમાન ન્યાયવિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તો જણાશે કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી; તેના લેખક ફક્ત એક જ છે અને તે સત્તરમા અઢારમાં સૈકામાં થયેલા, લગભગ સો (? સાઠ) શરદો સુધી મુખ્યપણે શાસ્ત્રયોગ સિદ્ધ કરનાર, સંસ્કૃત પ્રાકૃત ગૂજરાતી અને મારવાડી એ ચારે ભાષાઓમાં વિવિધ વિષયોની ચર્ચા કરનાર ઉપાધ્યાય યશોવિજયજી છે. ઉપાધ્યાયજીના, જૈન તત્ત્વજ્ઞાન, આચાર, અલંકાર, છંદ વગેરે અન્ય વિષયોના ગ્રંથોને બાદ કરી માત્ર જૈન ન્યાયવિષયક ગ્રંથો ઉપર નજર નાખીએ તો એમ કહેવું પડે છે કે, સિદ્ધસેન ને સમંતભદ્રથી વાદિદેવસૂરિ અને હેમચંદ્ર સુધીમાં જૈન ન્યાયનો આત્મા જેટલો વિકસિત થયો હતો, તે પૂરેપૂરો ઉપાધ્યાયજીના તર્કગ્રંથોમાં મૂર્તિમાન થાય છે અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સૂક્ષ્મતાના, સ્પષ્ટતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy