SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૪ વર્ષ અખંડ ઉંચો અભ્યાસ કરી-એમ ૧૭૦૬-૭ સુધી ૧૮ વર્ષ વિદ્યા-વ્યાયામમાં ગાળી જીવન પર્યંત ગ્રંથો રચવાનું ચાલુ રાખ્યું. ભાષા દૃષ્ટિએ પ્રાકૃત, સંસ્કૃત અને ગૂજરાતીમાં પુષ્કળ કૃતિઓ રચી. વિષયો પરત્વે ન્યાય, યોગ, અધ્યાત્મ, દર્શન, ધર્મનીતિઃ ખંડનાત્મક ધર્મસિદ્ધાંત, કથાચરિત, મૂલ તેમજ ટીકા રૂપે રચનાઓ કરી. “તેમના જેવી સમન્વયશક્તિ રાખનાર, જૈન જૈનેતર મૌલિક ગ્રંથોનું ઊડું દોહન કરનાર, પ્રત્યેક વિષયના અંત સુધી પહોંચી તેના પર સમભાવપૂર્વક પોતાના સ્પષ્ટ મંતવ્ય પ્રકાશનાર, શાસ્ત્રીય અને લૌકિક ભાષામાં વિવિધ સાહિત્ય રચી પોતાના સરલ અને કઠિન વિચારોને સર્વ જિજ્ઞાસુ પાસે પહોંચાડવાની ચેષ્ટા કરનાર અને સંપ્રદાયમાં રહીને પણ સંપ્રદાયના બંધનની પરવા નહિ કરીને જે કંઈ ઉચિત જણાયું તેના પર નિર્ભયતાપૂર્વક લખનાર, કેવલ શ્વેતામ્બર-દિગંબર સમાજમાં જ નહી બલ્ક જૈનેતર સમાજમાં પણ તેમના જેવો કોઈ વિશિષ્ટ વિદ્વાન્ અત્યાર સુધી અમારા ધ્યાનમાં આવેલ નથી. પાઠક સ્મરણમાં રાખે કે આ અત્યુક્તિ નથી. અમે ઉપાધ્યાયજીના અને બીજા વિદ્વાનોના ગ્રંથોનું અત્યાર સુધી જો કે અલ્પમાત્ર અવલોકન કર્યું છે તેના આધારે તોળી જોખીને ઉક્ત વાક્ય લખ્યાં છે. નિઃસંદેહ શ્વેતાંબર અને દિગંબર સમાજમાં અનેક બહુશ્રુત વિદ્વાન થઈ ગયા છે, વૈદિક તથા બૌદ્ધ સંપ્રદાયમાં પણ પ્રચંડ વિદ્વાનની કમી રહી નથી; ખાસ કરીને વૈદિક વિદ્વાન તો હંમેશથી ઉચ્ચ સ્થાન લેતા આવ્યા છે, વિદ્યા તો માનો કે તેમના બાપની છે; પરંતુ એમાં શક નથી કે કોઇ બૌદ્ધ યા કોઈ વૈદિક વિદ્વાન આજસુધી એવો થયો નથી કે જેના ગ્રંથના અવલોકનથી એવું જાણવામાં આવે કે તે વૈદિક યા બૌદ્ધ શાસ્ત્ર ઉપરાંત જૈનશાસ્ત્રનું પણ વાસ્તવિક ઉડું અને સર્વવ્યાપી જાણપણું રાખતો હોય. આથી ઉલટું ઉપાધ્યાયજીના ગ્રંથોને ધ્યાનપૂર્વક જોનાર કોઇ પણ બહુશ્રુત દાર્શનિક વિદ્વાન એવું કહ્યા વગર નહિ રહેશે કે ઉપાધ્યાયજી જૈન હતા. તેથી જૈનશાસ્ત્રનું ઉડું જ્ઞાન તો તેમને માટે સહજ હતું. પરંતુ ઉપનિષદ્ દર્શન આદિ વૈદિક ગ્રંથોનું તથા બૌદ્ધ ગ્રંથોનું આટલું વાસ્તવિક, પરિપૂર્ણ અને સ્પષ્ટ જ્ઞાન તેમની અપૂર્વ પ્રતિભા અને કાશીસેવનનું જ પરિણામ છે.”૫૩૫ ૨૮. તેઓ જન્મસંસ્કારસંપન્ન શ્રતયોગસંપન્ન અને આજન્મ બ્રહ્મચારી ધુરંધર આચાર્ય હતા. સામાન્ય રીતે પોતાના બધા ટીકાગ્રંથોમાં તેમણે જે જે કહ્યું છે તે બધાનું ઉપપાદન પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથોની સમ્મતિ દ્વારા કર્યું છે, કયાંયે કોઈ ગ્રંથનો અર્થ કાઢવામાં ખેંચતાણ નથી કરી. તર્ક અને સિદ્ધાન્ત બંનેનું સમતોલપણું સાચવી પોતાના વક્તવ્યની પુષ્ટિ કરી છે, + + માત્ર અમારી જ દૃષ્ટિએ નહિ પણ હરકોઈ તટસ્થ વિદ્વાનની દૃષ્ટિએ જૈન સંપ્રદાયમાં ઉપાધ્યાયજીનું સ્થાન, વૈદિક સંપ્રદાયમાં શંકરાચાર્ય જેવું છે. ૨૩૨ ૯૨૯. પોતે શ્વેતામ્બર તપાગચ્છમાં હતા અને શ્રી અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિના શિષ્ય પતકવિદ્યાવિશારદ પ્રસિદ્ધ ઉપાધ્યાય કલ્યાણવિજય, તેમના શિષ્ય સકલ શબ્દાનુશાસનનિષ્ણાત ૫૩૧. પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી સુખલાલનો “યોગદર્શન તથા યોગવિંશિકામાં હિંદીમાં આપેલ “પરિચય'માંથી અનુવાદ. પ૩૨. ઉક્ત સુખલાલ પંડિતજીનો ‘ગુરુતત્ત્વ વિનિશ્ચય” એ નામના યશોવિજયજીકૃત ગ્રંથમાં “ગ્રંથ અને કર્તાનો પરિચય'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy