SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ - (અનુસંધાન) સમયજ્ઞ સુધારક, ન્યાયશાસ્ત્રી, અને યોગવેત્તા યશોવિજય. ज्ञात्वा कर्मप्रपंचं निखिलतनुभृतां दुःखसंदोहबीजं तद् विध्वंसाय रत्नत्रयमयसमणं यो हितार्थी दिदेश । अंतः संक्रान्तविश्वव्यतिकरविलसत्कैवलैकात्मदर्शः, स श्रीमान् विश्वरूपः प्रतिहतकुमतः पातु वो वर्द्धमानः ॥ -શ્રી યશોવિજયકૃત કર્મપ્રકૃતિ ટીકા પ્રશસ્તિ શ્લો. ૧ विषयानुबंधबन्धुरमन्यन्न किमप्यतः फलं याचे । इच्छाम्येकं जन्मनि जिनमतरागं परत्रापि ॥ अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानां । अब्धौ पोत इवेह प्रवचनरागः शुभोपायः ॥ · સ્વકૃત ન્યાયાલોક પ્રશસ્તિ ૪, ૬. -સર્વ દેહધારીઓના દુઃખોના સમુદાયના બીજ એવા કર્મપ્રપંચને જાણીને તેનો આત્યંતિક નાશ કરવા માટે જેમણે હિતના અર્થી થઈ ત્રણ રત્નવાળા સમયને-સિદ્ધાંતને ઉપદેશ્યો અને જેમણે વિશ્વના વ્યતિકરમાં વિલસતા કેવલ એક આત્મદર્શનને અંતરમાં સંક્રાંત કરેલ છે એવા વિશ્વરૂપ કુમતિના હટાવનાર શ્રીમાન્ વર્તમાન અમારૂં રક્ષણ કરો. . આપની પાસે વિષયોમાં અનુબંધવાળું એવું કોઇપણ બીજાં ફલ યાચતો નથી; આ જન્મમાં અને પરજન્મમાં પણ માત્ર જિનમતરાગ ઈચ્છું છું. અમારા જેવા પ્રમાદગ્રત અને ચરણકરણથી હીનને આ જન્મમાં પ્રવચનરાગ જ જેમ સાગરમાં નાવ છે તેમ તરવાનો શુભ ઉપાય છે. स्वागमं रागमात्रेण द्वेषमात्रात्परागमम् । न श्रयामस्त्यजामो वा किंतु मध्यस्थया दृशा ॥ -અમે માત્ર રાગથી સ્વ એટલે જૈન આગમનો આશ્રય કે માત્ર દ્વેષ વડે ૫૨ એટલે જૈનતર આગમનો ત્યાગ કરતા નથી; પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી અવલોકન કરી યથોચિત કરીએ છીએ-સ્વકૃત જ્ઞાનસાર ૧૬મું અષ્ટક. पूर्वं न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधैः न्यायाचार्यपदं ततः कृतशतग्रंथस्य यस्याऽर्पितम् । જેને કાશીના વિદ્વાનોએ પૂર્વે ‘ન્યાયવિશારદ’ એ બિરૂદ આપ્યું હતું અને પછી જેને સો ગ્રંથના કર્તા એવા તેને ‘ન્યાયાચાર્ય’નું પદ અર્પિત થયું હતું. (સ્વકૃત જૈનતર્કપરિભાષાની પ્રશસ્તિમાં તથા પ્રતિમાશતકની સ્વોપજ્ઞ ટીકાની આદિમાં.) ૯૨૭. આ જીવન-વૃત્ત પરથી જણાય છે કે ન્હાની વયે દીક્ષા લીધી હતી. તેથી જન્મ સં. ૧૬૮૦ લગભગ મૂકી શકાય. ૫૩ વર્ષનું આયુષ્ય એ ગણનાએ થયું. તે દરમ્યાન ૮ વર્ષની શિશુ અવસ્થા પછી નયવિજય ગુરુ પાસે ૧૧ વર્ષ અભ્યાસ કરી ગુરુ સાથે કાશી જઈ ત્રણ વર્ષ ત્યાં ને પછી આગ્રામાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy