SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૧૯ થી ૯૨૬ ઉપાધ્યાય યશોવિજય ૪૧૧ ગૂર્જરપતિ (સૂબા) મહોબતખાન પાસે રાજસભામાં થતાં તેને તેમની વિદ્યા જોવા હોંશ થતી અને તેના કથનથી યશોવિજયે અષ્ટાદશ (૧૮) અવધાન કરી બતાવ્યાં. ખાને ખુશ થઈ બુદ્ધિનાં વખાણ કર્યા અને તેમને આડંબરથી વાજતે ગાજતે સ્વસ્થાનકે લઈ જવામાં આવ્યા. - ૯૨૩. આથી જૈન શાસની ઉન્નતિ થઈ અને તપાગચ્છના આ યતિ અક્ષોભ પંડિત છે એમ સર્વે ગચ્છનાએ સ્વીકાર્યું. સંઘે ગચ્છનાયક વિજયદેવસૂરિને આ અજોડ-અજેય-અનુપમ બહુશ્રુત પંડિત ઉપાધ્યાય' પદને યોગ્ય છે માટે તે પદ આપવાની વિનતિ કરતાં તેમણે તે વાત ધારી રાખી. પંડિતજીએ સ્થાનક-વીસસ્થાનકની ઓળીનો તપ આદર્યો, શુદ્ધ સંવેગ સાથે સંયમની શુદ્ધિ વધારી-તે વખતે જયસોમઆદિ પંડિત-મંડલીએ તેમનાં “અદોષચરણ” સેવ્યાં. વિધિપૂર્વક તપ આરાધ્યા પછી ફલ તરીકે (વિજયદેવસૂરિના પટ્ટધર) વિજયપ્રભસૂરિએ સં. ૧૭૧૮ માં વાચક-ઉપાધ્યાય પદ આપ્યું. ૯૨૪. “ઉ0 યશોવિજયના ગુણનો વિસ્તાર પમાય તેમ નથી. તેના ઉપકારો ગંગાજલથી વિશેષ છે. વેદની ગંભીર રચના જેમ ઉપનિષદો છે તેમ સ્યાદ્વાદના નય નિગમ આગમથી ગંભીર તેમની વચનરચના-કૃતિઓ છે, કે જેનું રહસ્ય ધીર જનો પણ પામી ન શકે. એમની રચનાઓ ચંદ્રિકા જેવી શીતલ, પરમાનંદ આપનારી, શુચિ, વિમલસ્વરૂપ, સાચી છે અને તેને રસિકજનો હોંશથી-આનંદપૂર્વક સેવે છે. હરિભદ્રસૂરિનો આ લઘુબાંધવ એટલે કલિયુગમાં એક બીજો હરિભદ્ર થયો. ૯૨૫. “સં. ૧૭૪૩ માં ડભોઇમાં પાઠક હતા ત્યાં અનશન કરી સ્વર્ગસ્થ થયા. ત્યાં સમાધિસ્તૂપ કરવામાં આવ્યો કે જેમાંથી તેમના દિવસે ન્યાયની ધ્વનિ પ્રકટે છે. સંગીશિરોમણી જ્ઞાનરત્ન સમુદ્ર અને કુમતિતિમિર ઉચ્છેદવા માટે માટે બાલાસણદિનકર ગુરુ અદશ્ય થયો.પ૨૯ (પછી સં. ૧૭૪૫માં તે સ્તૂપમાં તેમની પાદુકાઓ પ્રતિષ્ઠિત થઇ.) ૯૨૬. આમના સંબંધી અનેક કિંવદન્તીઓ ચાલતી હતી. મહાન પુરુષો સંબંધી એમ બને છે. તે પરથી એક કાવ્ય મેં રચેલ ને ત્યારપછી આ ટુંક ચરિત્ર પ્રાપ્ત થતાં તેને સંગત રહી ફેરફાર કરેલ ૫૩૦ તે અત્ર આપવામાં આવે છે : (ભીમપલાસી) શ્રી જ્ઞાનકુંજ ! યશોવિજય ! પ્રણામ તું મહાત્મનેત્રિવર્ષ કાશીમાં અભ્યાસ “ન્યાયવિશારદ' ખાસ વાદી ક્લેશ જીતીને ધ્વજા ચડાવી ધર્મને--શ્રી0 પ૨૯. આ પ્રમાણે ઉપાધ્યાયના સમકાલીન કાંતિવિજયે તેમના ગુણગણ પરિચય રૂપ સુજસવેલિ નામની વ્યાસ પાટણના સંઘના આગ્રહથી રચી તે પરથી સાર આપ્યો છે. તેનો ઉત્તરાર્ધ શ્રી જિનવિજયને હાથ લાગતાં આત્માનંદપ્રકાશના પુત્ર ૧૩ અંક ૬માં અપાયો છે. (સં. ૧૯૭૨) પણ જે પૂર્વાર્ધ ૧૩ વર્ષ સુધીમાં ન મળ્યો તે સુભાગ્યે મને તે આખી કૃતિ અમદાવાદમાં સં. ૧૯૮૪માં મળતાં પ્રાપ્ત થયો. પ૩૦. આ કાવ્ય મૂળ માટે જુઓ જૈન ધર્મપ્રકાશ જેઠ સં. ૧૯૬૬ના પૃ. ૯૩, અને ફેરફાર સહિત જૈનયુગ કાર્તિક-માગશર સં. ૧૯૮૫ પૃ. ૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy