SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એક અગ્રણી નામે શાહ ધનજી સૂરાએ ગુરુને વિનંતિ કરી કે આ વિદ્યા માટે યોગ્ય પાત્ર હોઈ તે મળતાં બીજા હેમાચાર્ય થાય તેમ છે તો કાશી જઈ છએ દર્શનના ગ્રંથ અભ્યાસે તો કામ પડ્યું જિનમાર્ગને ઉજ્વલ કરી બતાવે તેમ છે. ગુરુએ આ વચન સાંભળી જણાવ્યું “આ કાર્ય ધનને આધીન છે, વિના સ્વાર્થે અન્યમતિઓ નિજ શાસ્ત્રોનું જ્ઞાન ન આપે.' ૯૧૯. ગુણી શ્રાવક શાહ ધનજી સૂરાએ મનના ઉત્સાહપૂર્વક કહી દીધું કે “રૂપાનાણાના બે હજાર દીનારનો ખર્ચ પોતે કરવા અને પંડિતને વારંવાર-વખતોવખત તથાવિધિ અર્ચવા-ખુશ કરવા પોતે તૈયાર છે, માટે મારી ઇચ્છા એવી છે કે તેને ભણાવવાનું કરો.” આ સાંભળી ગુરુએ કાશી પ્રત્યે વિહાર કર્યો. ગુરુએ ઉક્ત શ્રાવકની ભક્તિ જાણી હુંડી કરાવી ને તે શ્રાવકે પાછળથી સહાય અર્થે નાણાં મોકલ્યાં. ૯૨૦. કાશીદેશની વાણારસી પુરી એ તો ગુણીજનોનું ક્ષેત્ર અને સરસ્વતીનું નિવાસસ્થાન. ત્યાં તાર્કિકકુલમાર્તડ અને પદર્શનના અખંડ જ્ઞાતા એક ભટ્ટાચાર્ય હતા કે જેની પાસે સાતસો શિષ્ય મીમાંસાઆદિનો અભ્યાસ જ્ઞાનરસપૂર્વક કરતા હતા. ત્યાં યશોવિજય પ્રકરણો ભણવા ગોઠવાયા. ન્યાય મીમાંસા બૌદ્ધ જૈમિની વૈશેષિક આદિના સિદ્ધાન્તો, ચિંતામણી ન્યાયગ્રંથોનો અભ્યાસ કરી વાદિઘટામાં દુર્દાન્ત વિબુધચૂડામણિ થયા. સાંખ્ય, પ્રભાકર ભટ્ટનાં મહાદુર્ઘટ સૂત્ર-મતાંતરો જાણી જિનાગમ સાથેનો સમન્વય કરી લીધો. અધ્યાપક પંડિતજીને હમેશનો રૂપૈયો અપાતો-એમ ત્રણ વર્ષ સુધી લાગલાગટ સતત અભ્યાસ કર્યો. એવામાં ત્યાં મોટા ઠાઠથી આવેલા એક સન્યાસી સાથે વાદ કરી યશોવિજયે સર્વજન સમક્ષ તેના પર જીત મેળવતાં તે ચાલી ગયો અને તેમનો ભારે સત્કાર કરવામાં આવ્યો૫૨૮ નિજાવાસે આવી વાણારસી પાર્શ્વનાથની સ્તુતિ કરી. “ન્યાયવિશારદ' નામની મહાપદવી અપાઈ, તેમની મહાકીર્તિ થઇ. આમ ત્રણ વર્ષ કાશીમાં રહી ત્યાંથી તાર્કિક તરીકે આગ્રામાં આવ્યા. ૯૨૧. આગ્રાના એક ન્યાયાચાર્ય પાસે આ પંડિતે રહી વિશેષ આદરથી કર્કશ તર્ક સિદ્ધાંત અને પ્રમાણમાં શાસ્ત્રો અવગાહી તર્કશાસ્ત્રનો ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો. ત્યાંના સંઘે પંડિતજી પાસે સાતસો રૂપૈયા ધર્યા, કે જેનો ઉપયોગ પુસ્તક પાઠામાં અને છાત્રોને આપવામાં કર્યો. આ રીતે દુર્દમ્ય વાદી બની સ્થલે સ્થલે વાદમાં જીત મેળવતા વિદ્યાએ દીપતા પંડિત અહમદાવાદ આવ્યા. ૯૨૨. કાશીથી “ન્યાયવિશારદ' પદ લઈ વાદોમાં વિજય મેળવી કાશીથી ઘણાં વર્ષે પધારેલા આ શાસનદીપક પંડિતવર્યને જોવા તરસતા એવા અનેક વિદ્વાનો-ભટ્ટ, વાદી, (જયગીત ગાનારા) યાચક-ભોજક ચારણ આદિના ટોળાથી અને સકલસંઘ સમુદાયથી વીંટાયેલા તેઓ અમદાવાદ નાગપુરી સરાહ હાલ જેને નાગોરી સરાહ કહે છે ત્યાં પધાર્યા. ચારે બાજુ કીર્તિ પ્રસરતાં તેમની પ્રશંસા પ૨૮. આ વાત સમકાલીન માનવિજય મુનિ પણ પોતાના ધર્મસંગ્રહની પ્રશસ્તિમાં જણાવે છે :सत्तर्ककर्कशधियाखिलदर्शनेषु मूर्धन्यतामधिगतास्तपगच्छधुर्या : काश्यां विजित्य परयूथिकपर्षदोऽग्रया विस्तारितप्रवरजैनमतप्रभावाः ॥ १० ॥ -તે તપગચ્છના ધોરીએ ઉંચા તર્કની કર્કશ બુદ્ધિ વડે સર્વ દર્શનોમાં મુખીપદ પ્રાપ્ત કરી પરમતની પરિષદને કાશીમાં જીતીને અગ્રણી તરીકે ઉંચા જૈનમતનો પ્રભાવ વિસ્તાર્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy