SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ વારા ૯૧૪ થી ૯૧૮ આનંદઘનજી. યશોવિજય ઉપા. ૪૦૯ ૯૧૬. યશોવિજય-તેમણે એક અતિ-પ્રખર તૈયાયિક-તાર્કિક શિરોમણી, મહાન શાસ્ત્રજ્ઞ, જબરા સાહિત્યસષ્ટા, પ્રતિભાશાલી સમન્વયકાર, આચારવાન મુનિ અને સુધારક તથા પ્રભાવક સાધુ તરીકે જૈન શાસનની અનેકવિધ સેવા બજાવી ઉપર જણાવ્યા પ્રમાણે બીજા હેમચંદ્રાચાર્યની ગરજ સારી છે. હેમાચાર્ય પછી સર્વશાસ્ત્રપારંગત, સૂક્ષ્મદ્રષ્ટા અને બુદ્ધિનિધાન યશોવિજય જેવા જૈન શાસનમાં કોઈ થયેલ નથી. વળી શ્રી હરિભદ્રસૂરિ જેવા તલસ્પર્શી વિદ્વાન જૈન શાસનમાં એક જ છે, અને તેમની પછી લગભગ એક હજાર વર્ષે આ યશોવિજય થયા. તેમનું ટૂંક જીવન તેમના સમકાલીન સાધુ કાન્તિવિજયે “સુજશવેલી” નામની ગૂજરાતી કાવ્યકૃતિમાં આપેલું સુભાગ્ય પ્રાપ્ત થયું છે તેનો સાર અત્ર આપું છું : ૯૧૭. “તે મુનિના જ્ઞાનપ્રકાશને ધન્ય છે ! તેમનું શ્રુતજ્ઞાન સુરમણિ સમાન હતું, વાદીઓના વચનની કસોટી પર ચઢીને બોધિની વૃદ્ધિના હેતુરૂપ હોઈ બુધજનો તેનો આશ્રય લેતા હતા. સકલ મુનીશ્વરોમાં શિખરરૂપ તેઓ આગમના અનુપમ જ્ઞાતા હતા; કુમતિના ઉત્થાપક, વાચક એટલે ઉપાધ્યાયના કુલમાં સૂર્યરૂપ તેઓશ્રીનો જય હો ! પૂર્વે જ શ્રુતકેવલી પ્રભવાદિ થયા, અને કલિયુગમાં જોતાં તેઓ પણ તેવી રીતે શ્રુતધર હતા.૫૨૭ સ્વસમય-શાસ્ત્રમાં અને પરમતમાં દક્ષ એવા તેઓ શાસનની યશોવૃદ્ધિ કરનાર હતા, એમના સગુણો શિતલક્ષ હોઈ કોઈ તેમને પહોંચી શકે તેમ હતું નહિ. સુવિદિત એવા “કૂર્ચાલી શારદ' (મૂછાળી સરસ્વતી)ના બિરૂદને ધારણ કરનાર તેમણે બાલપણાથી જ આલાપમાં ત્રિદશગુરુ-બૃહસ્પતિને જીતી લીધા હતા-એટલે તેઓ બાલ્યવયથી જ મહાવિદ્વાન હતા. ૯૧૮. ગૂર્જરધરાના કન્કોડૂકોડુ ગામમાં નારાયણ વ્યવહારી (વણિક) ને ત્યાં તેની ગૃહિણી સૌભાગ્યદેથી થયેલ જશવંત નામનો કુમાર લઘુવયે પણ બુદ્ધિમાન હતો. સં. ૧૬૮૮માં પંડિતવર્ય નયવિજય કુણગેર ચોમાસું રહી કમ્ફોડે આવતાં માતા પુત્ર સહિત તે ગુરુના પાસે ઉપદેશથી વૈરાગ્યવાનું થતાં અણહિલપુર પાટણ જઈ ગુરુ પાસે “ચરિત્ર'-દીક્ષા સ્વીકૃત કરતાં જસવંતનું નામ યશોવિજય રાખ્યું. તેનો બીજો ભાઈ પદ્ધસિંહ પણ પ્રેરિત થઈ વ્રતવંત થયો-દીક્ષા લીધી, તેનું નામ પદ્મવિજય. આ બંનેને વડી દીક્ષા તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિએ સ્વહસ્તે આપી. ગુરુ પાસે શ્રુતાભ્યાસ કર્યો. સં. ૧૬૯૯માં રાજનગર-અમદાવાદમાં સંઘ સમક્ષ યશોવિજયે અષ્ટ અવધાન કર્યા. સંઘમાં ઉક્ત ૨૨ સ્ત, તેના પર જ્ઞાનસારકૃત બાલા) સહિત ભીમસી માણેકદ્વારા પ્રકરણ રત્નાકર ભાગ ૧માં છપાયેલ છે. તે પછીનાં બે સ્ત૭ આનંદઘનજીએ રચેલાં જણાતાં હસ્તગત થતાં જૈનયુગ સં. ૧૯૮૨ ભાદ્ર) આશ્વિનના અંક પૃ. ૬૬ પર મેં આપેલ છે, તેના પર બાળા, કોઈ એ નથી રચ્યો તેનું કારણ એ હસ્તગત ન થવાના કારણે, યા તેને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરનાર જાણી શાસનદૃષ્ટિથી હશે. (જુઓ જૈનયુગ સં. ૧૯૮૩ કાઈ માગ0 અંક પૃ. ૧૪૬ પર તે સંબંધી મારી નોંધ.) તેના પર વિવેચન વર્તમાન શૈલીમાં સ્વ. માણેકલાલ ઘેલાભાઇએ કરી છપાવેલ છે. આનંદઘનનાં પદો ઉપર વિવેચન સ્વ. શ્રી બુદ્ધિસાગરસૂરિએ અને શ્રી મોતીચંદ ગિ0 કાપડીઆએ કરેલ છે. પ૨૭. આ જ પ્રમાણે ધર્મસંગ્રહ નામનો ગ્રંથ કે જેને યશોવિજયજીએ સંશોધ્યો-સુધાર્યો હતો. તેના સં. ૧૭૩૮માં સમકાલીન કર્તા માનવિજય તેની પ્રશસ્તિમાં તે વાત જણાવતાં તેમને “શ્રુતકેવલી' તરીકે જણાવે છે - तर्कप्रमाणनयमुख्यविवेचनेन प्रोबोधितादिममुनिश्रुतकेवलित्वाः । चक्रुर्यशोविजयवाचकराजिमुख्या ग्रन्थेऽत्र मय्युपकृतिं परिशोधनाद्यैः ॥ ११ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy