SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આકર્ષાયાં. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી, અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂચ્છ પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે ? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી. ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ સંપ્રદાય જૈનમાં જ ઉભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દષ્ટિવિમુખ થયા. વીતરાગ શાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો (? પાંચસો) વરસના અંતરાળમાં વીતરાગ-માર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાલી નહીં એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી, ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયા. ૯૧૪. “શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકારપ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શકયાં, ઓળખી ન શક્યાં. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતા યોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાએ પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નિકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. પ્રગટપણે લોકો આનંદઘનજીને ઓળખી ન શક્યા. પણ આનંદઘનજી અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. ૯૧૫. “શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. “ભાષ્ય ચૂર્ણિ નિર્યુક્તિ વૃત્તિ પરંપરા અનુભવરે” ઇત્યાદિ પંચાગીનું નામ તેમના શ્રી નેમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હતું તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના (શ્રીમદ્ રાજચંદ્ર પૃ. ૭૧૬-૧૭). તેમણે મિશ્ર હિંદી-ગુજરાતીમાં ૨૪ જિનો પર ૨૪ સ્તવનો રચ્યાં કે જેમાં ઉંડી માર્મિક શાસ્ત્રષ્ટિ અને અનુભવયોગ ભરેલ છે. તેવી ઉત્તમ કક્ષાની ચોવીસી૨ હજા સુધી કોઇએ રચી નથી. આ ઉપરાંત ભક્તિ-વૈરાગ્યપ્રેરિત અનેક પદો બનાવ્યાં છે કે જે “આનંદઘન બહોતરી' નામે ઓળખાય છે તેમાં આધ્યાત્મિક રૂપકો, અંતર્યોતિનો આવિર્ભાવ, પ્રેરણામય ભાવના અને ભક્તિનો ઉલ્લાસ વ્યાપ્ત થયેલ નિરખવામાં આવે છે. પ૨૬. આનાં પ્રથમ ૨૨ સ્તવન પર યશોવિજય ઉપરાંત જ્ઞાનવિમલસૂરિએ બાળાવબોધ રચ્યો છે ને છેવટે જ્ઞાનવિમલસૂરિએ જણાવ્યું છે કે “લાભાનંદજીકૃત તવન એટલા ૨૨ દિસે છે, યદ્યપિ (બીજા ) હસ્ય તોહી આપણે હાથે નથી આવ્યા'; ત્યારપછીના ૧૯મા શતકમાં અધ્યાત્મમસ્ત જ્ઞાનસારજીએ પણ ૨૨ સ્તવનો પર બાલાવબોધ રચ્યો; તેની રચના કર્યા પહેલાં તેના પર વિચારણા સં. ૧૮૨૫ થી કરવા માંડી. સં. ૧૮૬૬ સુધી પણ વિચારતાંવાંચતાં-અનુભવતાં એ ચોવીશી યથાર્થ ન સમજાઈ શકી; છેવટે હવે તો દેહ પડશે, માટે જેટલું જેમ સમજાયું છે તેમ તો લખું એમ કહી સં. ૧૮૬૬માં બાલાવબોધ પૂર્ણ કર્યો. (જુઓ “શ્રીમદ જ્ઞાનસારજી' એ લેખ. જૈન શ્વે. કૉ. હેરેલ્ડ સપ્ટે. અકટો. ૧૯૧૨ પૃ. ૩૪૩.) પરંતુ પ્રથમ એટલું સ્વીકારીને કે :આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર, બાલક બહુ પસાર જિમ, કહે ઉદધિ વિસ્તાર www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy