SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ ऐंकारजापवरमाप्य कवित्ववित्त्व- वांछासुरद्रुमुपगंगमभंगरंगम् । सूक्तै विकासिकुसुमैस्तव वीर ! शम्भोरम्भोजयोश्चरणयोर्वितनोमि पूजाम् ॥ ન્યાયખંડનખાદ્ય-મહાવીરસ્તવન શ્લો. ૧ -કવિત્વ અને વિદ્વત્તાની વાંછાને પૂરી પાડનાર કલ્પવૃક્ષરૂપ અભંગરંગવાળો ફેંકારના જાપનો વર ગંગાતટે પામીને વિકસિત કુસુમોરૂપી સૂક્તો વડે હે વીર ! આપ શંભુનાં ચરણકમલોની પૂજા રચું છું. યશોવિજય-યુગ - આત્મવૃત્તાંત असौ जैन: काशीबिबुधविजयप्राप्तबिरुदो मुदो यच्छत्यच्छः समयनयमीमांसितजुषाम् ॥ यः श्रीमद् गुरुभिर्नयादि विजयै रान्वीक्षिकी ग्राहितः प्रेम्णा यस्य च सद्म पद्मविजयो जातः सुधीः सोदरः । यस्य न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधै स्तस्यैषा कृतिरातनोतु कृतिनामानन्दमग्नं मनः ॥ ન્યાયખંડનખાદ્ય-મહાવીરસ્તવન શ્લો. ૧૦૮-૧૧૦. -આ (ગ્રંથકાર) ભલો જૈન કે જેણે કાશીના પંડિતોમાં વિજય કરી બિરૂદ પ્રાપ્ત કર્યું છે, જે સમય એટલે સિદ્ધાંતશાસ્ત્રોની નય-દૃષ્ટિબિંદુઓથી મીમાંસા કરનારા એવાને (વિદ્વાનોને) પ્રમોદ આપે છે, જેને શ્રીમદ્ ગુરુ નામે નવિજયે આન્વીક્ષિકી વિદ્યા-તર્કવિદ્યા પ્રાપ્ત કરાવી છે અને જેનો પ્રેમપાત્ર વિદ્વાન સહોદર નામે પદ્મવિજય છે, જેને કાશીમાં પંડિતોએ ‘ન્યાયવિશારદ'નું બિરૂદ આપ્યું છે તેની આ કૃતિ ધન્યપુરુષોના મનને આનંદમગ્ન કરો. શારદ ! સાર દયા કરો આપો વચન સુરંગ તૂ તૂઠી મુઝ ઉપરેં જાપ કરત ઉપગંગ તર્ક કાવ્યનો તેં તદા દીધો વર અભિરામ ભાષા પણિ કરિ કલ્પતરૂ શાખા સમ પરિણામ. ૧ Jain Education International ૨ પોતાનો જંબુસ્વામી રાસ સં. ૧૭૩૯. ૯૧૩. આનંદઘન-યશોવિજયના સમકાલીન પણ તેમના કરતાં જ્યેષ્ઠ લાભાનંદ નામના શ્વેતાંબર સાધુ થયા; તેઓ મહાન અધ્યાત્મી યોગી પુરુષ આનંદઘન એ નામથી ઓળખાયા. ‘શ્રી હેમાચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિતસાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. x x શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું, શ્રી આનંદઘનજી તેમના પછી છસો (? પાંચસો) વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો, શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો, શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યાં, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy