________________
૪૦૬
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ
શાસ્ત્ર સુભાષિત કાવ્યરસ, વીણા નાદ વિનોદ ચતુર મલે જો ચતુરને, તો ઊપજે પ્રમોદ. ડહરો ગાય તણે ગલે, ખટકે જેમ કુક8 મૂરખ સરસી ગોઠડી, પગપગ હિયડે હઠ જો રૂઠો ગુણવંતને, તો દેજે દુઃખ પોઠિ દૈવ ! ન દેજે એક તું, સાથ ગમારાં ગોઠિ. રસિયાશું વાસો નહીં, તે રસિયા ઈક તાલ ઝૂરીને ઝાંખર હુએ, જિમ બિછડી તરૂ ડાલ. ઉક્તિ યુક્તિ સમજે નહીં, સૂઝે નહીં જસ સોજ ઇત ઉત જોઈ જંગલી, જાણે આવ્યું રોઝ. રોઝ તણું મન રીઝવી, ન શકે કોઈ સુજાણ, નદીમાંહિ નિશિદિન વસે, પલલે નહિં પાષાણ. મરમ ન જાણે માંહિલો, ચિત્ત નહીં ઇક ઠોર જિહાં તિહાં માથું ઘાલતો, ફરે હરાયું ઢોર. વલી ચતુર શું બોલતાં, બોલી ઇક દો વાર તે સહેલી સંસારમાં, અવર અકજ અવતાર. રસિયાને રસિયા મલે, કેલવતાં ગુણ-ગોઠ હિયે ન માયે રીઝ રસ, કહેણી નાવે હોઠ.
-વિનયવિજય અને યશોવિજયકૃત શ્રીપાલરાસ
ખંડ ૩, ઢાલ ૪થી પછી.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org