SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૦૨ ૯૦૭. ટૂંકી કૃતિઓ-૨૪ જિનો (ભ. ઋષભદેવથી ભ. મહાવીર સુધીના) ની ૨૪ સ્તુતિઓ એ (ભ. સીમંધરાદિ) ૨૦ વિહરમાન જિનોની ૨૦ સ્તુતિઓનાં અનુક્રમે ટુંકા નામ “ચોવીસી” “વીસી અપાયેલ છે. એવી ચોવીસીઓ અને વાસીઓ આ શતકમાં પૂર્વના કરતાં વધુ કવિઓએ કરેલી મળે છે. વળી કડીઓની સંખ્યા પરથી (૧) કર્તાના, (૨) નાયકના યા (૩) વિષયના નામ સાથે કૃતિઓનાં નામ પડતાં હતાં, જેમ કે (૧) બાલચંદ બત્રીશી, (૨) દુર્જનશાલ બાવની, (૩) અધ્યાત્મ-બાવની, પ્રીતિ છત્રીશી, ક્ષમા છત્રીશી, સંવાદશતક વગેરે આ શતકમાં નિર્માયેલ છે. ૯૦૮. આ શતકમાં ગચ્છ ગચ્છ વચ્ચેના વિરોધ અને ઝઘડા થયા તેના પરિણામે ખંડનાત્મક કૃતિઓ થોડીઘણી ઉદ્ભવી છે. દા તવ ખંડનશૈલીના અગ્રણી તવ ધર્મસાગરના શિષ્ય લબ્ધિસાગરે ચારબોલ ચર્ચાની ચોપ, ખ૦ ગુણવિનય સં. ૧૬૭૪ માં અંચલમત સ્વરૂપ વર્ણન અને સં. ૧૬૭૫માં લકા સંપ્રદાયના ખંડન રૂપે લુમ્પક મત તમોદિનકર ચોપાઈ અને તેજ સંપ્રદાયના ખંડન રૂપે લુમ્પક મત તમોદિનકર ચોપાઈ અને તે જ સંપ્રદાય પર આક્ષેપાત્મક કૃતિ ખ૦ હીરકલશે સં. ૧૬૭૭માં કુમતિવિધ્વંસ ચોપાઈ ઉપજાવી છે. આનો પ્રવાહ અત્યાર સુધી ચાલુ રહ્યો છે. ૯૦૯. જેમ સોળમી સદીમાં સહજસુંદરે જુદા જુદા રાગ ને છંદમાં સં. ૧૫૭૨માં ગુણરત્નાકર છંદ સંપા. કાંતીલાલ બી. શાહ, પ્રકા. શ્રુતજ્ઞાન પ્રસા. સભા.)નામની કૃતિ સ્થૂલભદ્રના ચરિતની વસ્તુ પર રચી, તેવી જ રીતે આ શતકમાં દિ૦ હેમચંદ્ર નેમનાથના ચરિત પર ગુણરત્નાકર છંદ, તથા સકલચંદ્ર વાસુપૂજ્યની વાત પર વાસુપૂજ્યજિનપુણ્ય પ્રકાશ, સાધુઓના ટૂંકા ઉલ્લેખ કરનારી સાધુવંદના-મુનિવર સુરવેલી અને સત્તરભેદી પૂજા, વિધવિધ રાગો અને છંદમાં બનાવેલ છે. દાવ ત) સકલચંદ્રજીના વાસુપૂજ્ય સ્તવનમાં કેદારો, અસાફરી, માલવી ગોડી, સિંધુઓ, વૈરાડી, દેશાખ, પરજીઓ, કલ્યાણ, મલ્હાર, રામગ્રી, ધન્યાશ્રી, કેદારો, કાન્હડો, સામેરી, મારૂણી જોવામાં આવે છે ને વળી અનેક “દેશીઓ પણ મૂકી છે. - ૯૧૦. શ્રી ન્હાનાલાલ કવિએ એ અર્થનું કહેવું છે કે “ગુર્જર સાહિત્યમાં કવિ પ્રેમાનંદે ગુર્જર ભૂમિનાં જ “વૃત્તસંતાનો-ગુજરાતી રાગો જેવા કે મારૂ, સામેરી, રામગ્રી આદિ દેશી રાગોનો બહુ છુટથી ઉપયોગ કર્યો છે.” (વસંત સં. ૧૯૬૦ ના ફાગણના અંકમાં “ગુજરાતી કવિતા અને સંગીત એ લેખ) આ કથન સંબંધે કહેવાનું કે રાગોનો ઉપયોગ તો ગમે તે દેશી માટે-અરે, દોહરાને માટે પણ કરી શકાય. આ કથનનો મૂળ આશય “દેશીઓ-“વલણ'-પિંગળના છંદોના માપને-માત્રાદિને નેવે મુકીને થતી લોક રાહોને-પ્રેમાનંદે બહુ છૂટથી વાપરી છે એવો હોવો ઘટે. તે સાથે જણાવવાનું કે પ્રેમાનંદના પૂર્વગામી જૈન કવિઓએ-લગભગ બધાએ દેશીઓનો અતિ છૂટથી ઉપયોગ કર્યો છે. તેને “દેશી' ઉપરાંત ઢાળ,” “ચાલિ' (ચાલ) ક્વચિત્ લઢણ” ક્વચિત્ “ભાસ” એ ખાસ નામ જૈન કવિઓએ વાપરેલ છે. સમયસુંદરે પુષ્કળ કૃતિઓ-જાની મહોટી રચી છે અને ગીતો તો અસંખ્ય બનાવ્યાં છે. તેમના સંબંધમાં એવી કહેવત છે કે “સમયસુંદરનાં ગીતડાં, ભીંતના ચીતડાં.' એમણે તો ગુજરાતી, સિંધી, મારવાડી, મેવાડી, ઢુંઢારી (મારવાડ પાસેના પ્રદેશના), દિલ્હી વગેરે અનેક સ્થળોનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy