SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ પારા ૯૦૭ થી ૯૧૨ છંદ, દેશી, ગીતો તથા દેશીઓ લઈ તેની લયમાં પોતાની ઢાળો બનાવી કુશળતાથી રસને ખીલવી કાવ્યચાતુરી બતાવી છે, અને તે લોકપ્રિય થઇ છે એટલું જ નહિ પરંતુ કવિપ્રિય પણ થઈ છે. (વિસ્તારથી “દેશીઓ માટે જોવા ઇચ્છનારને માટે મારો “કવિવર સમયસુંદર” પર નિબંધ-પૃ. ૪૨, પપ થી ૬૪ આ૦ કા. મ. મૌક્તિક ૭ મું.) ૯૧૧. શ્રીકૃષ્ણલાલ પોતાના Milestones of Gujarati Literature (પૃ. પર-પ૩)માં ઇસુની સોળમી સદી (વિ. સં. ૧૫૫૭ થી ૧૬૫૬) ને પ્રાયઃ નિર્વશ જણાવે છે કારણ કે તે સમયમાં જૈનેતર કવિઓ ત્રણજ-નામે વસ્તો, વછરાજ અને તુલસી થયા એવું તેઓ જણાવે છે. પણ પછી વિશેષ શોધ કરતાં તે સૈકામાં નાકર તથા વિષ્ણુદાસ સ્થાન લે છે. હજુ પણ થોડા મળી આવે; પણ ઉપરની જૈન કૃતિઓ પરથી જણાયું હશે કે જૈન સાધુ-કવિઓની ભાષા ‘તેમના અસંગ જીવનના બલે શુદ્ધ અને સરલરૂપે સાહિત્યમાં સ્ફરે છે. અને તેમની સંખ્યા પુષ્કળ છે; એટલે મધ્યયુગમાં ખાસ કરીને જૈનોમાં “કવિતાના સ્વર્ગીય ગાનનો ધ્વનિ છેક મંદ પડી ગયો’ એવું તો નથી, એટલું જ નહીં પણ સહેજ પણ મંદ નથી પડયો. ૯૧૨. આ સૈકો જૈનો માટે ઘણો પ્રતાપી હતો. તે સદીમાં અકબર, જહાંગીર, ને શાહજહાં (સં. ૧૬૧૨ થી ૧૭૧૪)-એ ત્રણેની શહેનશાહતમાં ભારતમાં શાન્તિની શતવર્ષી રહી. જૈન સાધુઓ દિલ્હીના દરબારના નિકટ સંસર્ગમાં આવ્યા તે આસપાસના પ્રદેશોમાં પણ અખંડ વિહાર તેમણે કર્યો ને ત્યારથી (નિશ્ચિત રીતે સં. ૧૬૩૮ થી) ઉર્દૂ-ફારસીનું ભરણું ભાષામાં થોડું-ઘણું પણ પ્રવેશ પામ્યું. જૈન મુનિઓએ શહેનશાહો પાસેથી ફરમાનો, પરવાના તથા બિરૂદો મેળવ્યાં. તેઓ તેમના અધ્યાપકોઉપદેશકો બન્યા. વળી તેમણે જુદે જુદે સ્થળોએ રાજસન્માન પ્રાપ્ત કર્યું. અન્ય ભાષા અને ધર્મોમાં પણ ઘણી જાગૃતિ અને સાહિત્યવૃદ્ધિ પરિણમી. દાદુ અમદાવાદમાં થયો. હિંદી ભાષાના કવિઓ ગોસ્વામી તુલસીદાસ, વિહારી, અને કેશવદાસ, મરાઠી ભાષાના કવિઓ વિષ્ણુદાસ, મુળેશ્વર અને મહારાષ્ટ્રના સંત કવિઓ એકનાથ, તુકારામ, સમર્થ રામદાસ આ શતકમાં થયા. અનેક ધર્મવીર, કર્મવીર, સાહિત્યવીર આદિથી આ શતક તેજોમય બન્યું છે. ધન્ય તે શતકને ! પર૫. વિદેહ સાક્ષર શ્રી ગોવર્ધનરામભાઇનું પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેનું ભાષણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy