SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૦૨ થી ૯૦૬ કથાસાહિત્ય અને ઐતિહાસિક સાહિત્ય ૪૦૧ વિજયસાગરકૃત સમેતશિખર તીર્થમાલા સ્તવન, સં. ૧૬૭૦ પછી સમયપ્રમોદનો જિનચંદ્રસૂરિ નિર્વાણ રાસ, પ્રસિદ્ધ ઋષભદાસ શ્રાવક કવિએ પોતાના વતન ખંભાતમાં રચેલ સં. ૧૬૭૦માં કુમારપાલનો મોટો રાસ, તથા નાનો રાસ, સં. ૧૬૮૪માં હીરવિજય સૂરિના બાર બોલને રાસ, તથા સં. ૧૬૮૫માં હીરવિજયસૂરિ રાસ, સં. ૧૬૭રમાં કૃપાસાગરનો નેમિસાગર ઉ૦ નિર્વાણ રાસ, સં. ૧૬૮૧માં ધર્મકીર્તિ ત જિનસાગરસૂરિ રાસ, સં. ૧૬૮૩માં ગુણવિજયે કરેલ જયચંદ્ર રાસ અને કોચર વ્યવહારી રાસ, ૧૬૯૨માં ધર્મસિંહ કૃત શિવજી આચાર્ય રાસ, સં. ૧૬૯૫માં દયારત્નનો કાપડહેડા તીર્થ રાસ અને દેવચંદ્રકૃત શત્રુંજયતીર્થ પરિપાટી; દર્શનવિજયે ધર્મસાગર ઉપાધ્યાયની વિધવિધ પ્રરૂપણા અને અન્ય ગચ્છો પ્રત્યેની અસહનશીલતાથી ઉદ્ભવેલ ઝઘડાઓનું ધ્યાન આપનાર વિજયતિલકસૂરિ રાસ બે અધિકારમાં રચ્યો-પહેલો અધિકાર સં. ૧૬૭૯માં ને બીજો સં. ૧૬૯૭માં પૂર્ણ કર્યો-તે, ત્રિકમકૃત રૂપચંદ્રઋષિનો રાસ સં. ૧૬૯૯ આદિ છે. આ પરથી એ પણ જણાશે કે પદ્યમાં પોતાના ગુરુ, ઐતિહાસિક જૈન પ્રભાવક પુરુષ, તીર્થ આદિનો યત્કિંચિત્ ઇતિહાસ લખનારા Chroniclers-થોડા વધતા અંશે જૈનો હતા. ૯૦૫. Romance અને Ballad (રોમાંચકારી વીરરસકાવ્ય) તરીકે ક્ષત્રિયાદિ વીર પુરુષોને અતિક્રમી વૈશ્યપુત્રોને કથાનાયક બનાવી તેઓની પાસે અનેક વીરોચિત કાર્યો કરાવતી કૃતિઓ પણ ઉપલબ્ધ થાય છે. દષ્ટાંત તરીકે સં. ૧૪૮૫માં હીરાનંદસૂરિએ વિનયચંદ્રકૃત મલ્લિનાથ કાવ્યમાંના એક કથાનક (સર્ગ ૨. શ્લો. ૩૬૨ થી પ૬૪) પરથી રચેલો વિદ્યાવિલાસ પવાડો એક એવું Romance છે. તે જ કથાનક પર સં. ૧૬૭રમાં આનંદોદય વિદ્યાવિલાસ ચો., સં. ૧૬૭૯માં રાજસિંહે વિનયચટ્ટ-વિદ્યાવિલાસ રાસ બનાવેલ છે. તે સિવાય વૈશ્ય નાયકોવાળી કૃતિઓ દા. ત. ધનદ ચોપઈ, સાગરશ્રેષ્ઠિ રાસ વગેરે અનેક સાંપડે છે. ૯૦૬. રૂપક કાવ્ય (allegory) પંદરમા શતકમાં જયશેખરકૃત પરમહંસ પ્રબંધ-પ્રબોધચિંતામણી ચોપઈ છે તે અગાઉ જણાવ્યું છે તેનું જ યા તેને લગતું વસ્તુ લઈને ત૦ વિજયસેનસૂરિના એક શ્રાવક નામે હીરાએ સં. ૧૬૬૪માં ધર્મબુદ્ધિ રાસ, વિદ્યાકીર્તિએ સં. ૧૬૭૨માં અને મતિકીર્તિએ સં. ૧૬૯૭માં ધર્મબુદ્ધિ મંત્રી ચોપાઈ રચેલ છે. સંવાદોના દાખલા જયવંતસૂરિકૃત લોચન-કાજલ સંવાદ, સં. ૧૬૬રનો સમયસુંદરકૃત દાનશીલતપભાવના સંવાદ-સંવાદશતક અને સં. ૧૬૮૯માં શ્રીસારે રચેલ મોતી કપાસીયા સંબંધ સંવાદ મળે છે. બારમાસ” નામની કૃતિઓની પણ રચના આ શતકમાં થઈ છે. તેમાં મુખ્ય ભાગે નેમિનાથ રાજુલના બારમાસ છે, કે જેમાં રાજુલ દરેક માસના સંજોગ પ્રમાણે વિરહમલાપ કરી અંતે મનના માનેલા પતિદેવ નેમિનાથ પાસે દીક્ષા લઈ મોક્ષ મેળવે છે. એટલે શૃંગારનો અંત વૈરાગ્યમાં આવે છે એમ જણાવેલું છે. આના ઉદાહરણમાં આ શતકના દ્વિતીયપાદમાં થયેલ જયવન્તસૂરિના નેમિનાથ બારમાસવેલિપ્રબંધ કડી ૭૭ એક ખરી કવિત્વવાળી કૃતિ છે. બીજાં ઉદાહરણ સં. ૧૬૮૦ આસપાસ લાલવિજયકૃત અને સં. ૧૬૮૯ માં લાભોદયકૃત નેમિરાજિમતિ બારમાસ છે. ચંદ્રાઉલા છંદમાં પણ જ્ઞાનસાગરે સં. ૧૬પપમાં જાનાગઢમાં અને તે આસપાસ હેમવિજય નેમિજિન ચંદ્રાઉલા ૭૩ અને ૪૪ કડીમાં રચેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy