SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૪૦૦ જીવન ગાળનારા જૈન સાધુઓને આભારી છે. ધર્મલાભને માટે રાજ્યાશ્રય મેળવવાના ગૌણ હેતુથી કેટલાક જૈન યતિઓએ રાજદ્વારી પુરુષોના ચિત્ત વિનોદને સારૂ (ઉદા.માં કુશલલાભે કર્યું તેમ) આવી વાર્તાઓ રચ્યાનું જણાય છે; વળી બીજો ઉદેશ એ જણાય છે કે વાર્તાના રસદ્વારા શૃંગાર અને પ્રેમની ભૂમિકા ઊભી કરી, મનુષ્યને વિલાસમાંથી પાછા વાળવા અને તેની નિસારતાનું, મનને આઘાત ન થાય તેવી રીતે, ભાન કરાવવા આવી લોકવાર્તાઓ જૈન યતિઓએ રચી છે. જૈનેતરોએ લોકવાર્તા રચવાના છૂટક છૂટક પ્રયાસ કર્યા છે ખરા, પરંતુ એ પ્રયાસોમાં મોટો ફાળો જૈનોનો છે. x x આમ અનેક જૈન તેમજ જૈનેતર કવિઓએ લોકમાન્ય લોકવાર્તાઓને સૈકે સૈકે જન્માવી છે, અને તે દ્વારા લોકહૃદયને રસાળાં બનાવ્યાં છે. લોકવાર્તા સાહિત્યમાં ખાસ આગળ પડતો ફાળો જૈનોનો છે. (‘પંચદંડ અને બીજાં કાવ્યો'ની પ્રસ્તાવના પૃ. ૯૫-૯૬, ૧૦૭). ૯૦૨. Lyrics (ઊર્મિગીતો) તરીકે નેમિનાથ અને સ્થૂલભદ્રનાં ચરિત યોગ્ય સામગ્રી પૂરી પાડે છે. આ શતકમાં જયવંતસૂરિએ સ્થૂલભદ્ર પ્રેમવિલાસ ફાગ અને માલદેવે સ્થૂલભદ્રસાગની કરેલી રચના સુંદર અને કાવ્યત્વવાળી છે. - ૯૦૩. સારો ભાવાનુવાદ પદબંધ શિષ્ટ શૈલીમાં નયસુંદરે માણિક્યચન્દ્રસૂરિકૃત સંસ્કૃત કાવ્ય નામે નલાયન અથવા કુબેર પુરાણને (પી. ૩, ૩૫૭ {પ્ર. લે. ગ્રં.) કુશળતાથી અનુસરીને રચી પૂરો પાડ્યો છે. મુનિરત્નસૂરિએ સંસ્કૃતમાં વીરકથા નામે અંબચ્ચરિત રચેલ તેનો ભાવાર્થ લઇને વિનયસમુદ્ર અંબચોપઈ સં. ૧૫૯૯માં અને મંગલ માણેકે સં. ૧૬૩૯માં અંબડકથાનક ચોપાઈ બનાવી છે. ૯૦૪. ઐતિહાસિક સાહિત્યમાં આ યુગના ધારક હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ સંબંધી અનેક સ્વાધ્યાયો, ગીતો, વગેરે નાનીમોટી-મોટે ભાગે ટૂંકી કૃતિઓ મળી આવે છે. તે સિવાય સં. ૧૬૧૬માં કોઇએ બનાવેલ માલવી ઋષિની સઝાય, સં. ૧૬૧૯માં આણંદ સોમકૃત સોમવિમલસૂરિ રાસ, સં. ૧૬૨૦ આસપાસ ધર્મહંસક્ત સંયમરત્નસૂરિ સ્તુતિ, સં. ૧૬૩૮માં નયસુંદરકૃત શત્રુંજયઉદ્ધાર રાસ તથા ગિરનારઉદ્ધાર રાસ, સં. ૧૬૪૦માં હીરકુશલકૃત કુમારપાલ રાસ, ૧૬૪૬માં મનજીનો વિનયદેવસૂરિ રાસ, સં. ૧૬૪૮માં દયાકુશલે કરેલ તીર્થમાલા સ્તવન, ૧૬૪૯માં કરેલ લાભોદય રાસ (વિજયસેનસૂરિનું વૃત્તાંત), અને સં. ૧૬૮૫માં કરેલા હીરવિજયસૂરિના પદમહોત્સવ રાસ અને વિજયસિંહસૂરિ રાસ, સં. ૧૬૫૧માં કૃષ્ણદાસે હિંદીમાં કરેલ હીરવિજયસૂરિના એક શ્રીમંત શ્રાવક દુર્જનશાલ પર બાવની, સં. ૧૬૫રમાં ધર્મસિંહનો જશવંતમુનિનો રાસ, સં. ૧૬૫૩માં ધનહર્ષકૃત તીર્થમાલા સ્તોત્ર, અને ધર્મસાગરનો નિર્વાણ રાસ તેમના એક શિષ્ય કરેલો, સં. ૧૬૫૪માં જયચંદ્ર કૃત રસરત્ન રાસ (પાર્જચંદ્રીય રાયચંદ્રસૂરિ સંબંધી). રાયચંદ્રસૂરિ બારમાસ, તથા પાર્જચંદ્રના ૯૭ દુહા, સં. ૧૬૫૫માં જયવિજયકૃત કલ્યાણવિજય ગણિનો રાસ, ને ૧૬૬૪માં તેમનો સમેતશિખર રાસ, સં. ૧૬૫૫માં ગુણવિનયનો કર્મચંદ્ર વંશાવલી પ્રબંધ (સ્વગુરુ જયસોમના સંસ્કૃત પ્રબંધ પરથી), સં. ૧૬૬૧માં હેમવિજયકૃત કમલવિજય રાસ, સં. ૧૬૬રનું સમયસુંદરકૃત ઘંઘાણી તીર્થ સ્તોત્ર, ૧૬૮નો વસ્તુપાલ તેજપાલનો નાનો રાસ, અને ૧૬૮૬નો શત્રુંજય રાસ, સં. ૧૬૬૪ આસપાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy