SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૯૯ થી ૯૦૧ ભક્તિ અને લોકકથા સાહિત્ય ૩૯૯ અને પછી પરાક્રમી વિક્રમો-પરદુઃખભંજન વિક્રમાદિત્યના ચરિત્ર સાથે ગુંથીને-સ્વતંત્ર ઘડી કાઢીને અનેક પૂરી પાડી છે. ૯૦૦. આ પ્રાકૃત સંસ્કૃત કથાસાહિત્ય પરથી દેશી ભાષામાં અનેક કવિઓએ અનુવાદરૂપે, સારરૂપે, યા તેનું ઓઠું રાખી બિંબ પ્રતિબિંબ રૂપે ઘણી વાર્તાઓ લોકોના શિક્ષણાર્થે ઉતારી છે. કોઇએ કોઈ રાજકુમારોની પ્રસન્નતા ખાતર રચી છે. દા. ત. ગૂજરાતીમાં કુશલલાભની માધવાનળ કથા અને ઢોલા મારૂણીની કથા બંને યાદવ રાઉલ શ્રી હ૨૨ાજ, જોડી તાસ કુતૂહલ કાજિ’-એટલે જેસલમેરના રાજકુમાર ને પછી થયેલ રાજા હ૨૨ાજ માટે રચાઈ છે; તે બંને શિષ્ટ શૈલીની લોકવાર્તાઓ છે. તે પૈકી ‘માધવાનલ કથા શામળભટ્ટની તે જ સંક્ષિપ્ત કથા સાથે સરખાવતાં શામળ ભટ્ટની ઝાઝા માલ વગરની જણાય છે.’ (સ્વ. ચીમનલાલ દલાલ), જ્યારે શ્રી કૃષ્ણલાલ ઝવેરી તે કવિની તે કથાઓ સંબંધે જણાવે છે કે જૈન સાધુઓ સાધુત્વ સંપૂર્ણ અંશે પાળવા છતાં સંસારનું જ્ઞાન સંસારીઓને પણ કુદી જાય એવા ઉંડા પ્રકારનું બતાવે છે. કુશલલાભની શૃંગાર રસની જમાવટ એ માહિતીની એક સાબિતી છે.' (આનંદ કાવ્ય મહોદધિ મૌ. ૭નો ઉપોદ્ઘાત) છતાં એમનો શૃંગાર મર્યાદિત અને સભ્ય હોય છે-એટલો અમર્યાદિત નથી હોતો કે-જેમ નર્મદ જેવાને પણ શામળ ભટ્ટ માટે કહેવું પડયું કે ‘શામળ ભટ્ટે કેટલીક વાર્તાઓ ન લખી હોત તો સારૂં' તેમ-જૈન સાધુઓ માટે કોઇને કહેવું પડે. કથાઓને આલેખતાં જૈન મુનિઓ તે દરેકમાં અમુક સદ્ગુણનો મહિમા દર્શાવે છે. શ્રી હરગોવિન્દ કાંટાવાળા કહે છે કે ‘વિશેષમાં જૈન સાધુઓ જેમ અમુક સદ્ગુણનું પ્રતિપાદન કરે છે, તેમ આ (કુશલલાભની માધવાનળ કથાના) ગ્રંથમાં શીળનો મહિમા બતાવ્યો છે, એટલે તે બાબતમાં તે (જૈન કવિ) શામળ ભટ્ટ કરતાં ચઢે છે...' (સાહિત્ય સને ૧૯૧૪ અને ૧૫.) જયવંતસૂરિએ શીલવતીના ચરિત્ર રૂપે (અભિનવ) શૃંગારમંજરી {સં. કનુભાઈ શેઠ, પ્ર. લા. દ. વિ.} એ નામની સં. ૧૬૧૪માં કરેલી કૃતિ છટાદાર સરસ રચના છે {અને ઋષિદત્તા રાસ પણ જયવંતસૂરિની રચના છે., પ્ર. લા. ૬. વિ.} કવિ બિલ્હણની પંચાશિકા નામની પ્રેમકથા વર્ણવવા સારંગે સં. ૧૬૩૯માં તે ૫૨ ચોપાઇ કરી છે. કોકશાસ્ત્ર (કામશાસ્ત્ર) પર પણ નર્બુદાચાર્યે સં. ૧૬૫૬માં ચોપઇ બનાવી છે. ૯૦૧. . મંજુલાલ મજમુદાર કથે છે કે ‘ગુજરાતી સાહિત્યમાં પદ્યાત્મક લોકવાર્તાઓનું Metrical Romancesનું સાહિત્ય વિશાલ છે. એમાંનું મોટા ભાગનું સાહિત્ય વિરક્ત અને અસંગ પ્રભાવકચરિત (પા૨ા ૫૯૯) વગેરેને એક બાજુ રાખી ઇતિહાસ મિશ્રિત લોકકથાઓ મેરૂતુંગકૃત પ્રબંધચિંતામણી (પારા ૬૨૭), રત્નશેખરકૃત ચતુર્વિંશતિ પ્રબંધ (પારા ૬૪૨) આદિમાં સાંપડે છે. વિક્રમના ચરિત સાથે ગુંથેલી લોકકથાઓનાં ઉદાહરણોમાં સં. ૧૨૯૦ અથવા ૧૨૯૪માં એક જૈન કર્તાએ પંચદંડાત્મક વિક્રમચરિત્ર (પ્ર. હી. હં.; વડોદરા ઓરી. ઈન્સ્ટીટયૂટ), ત. દેવસુંદરસૂરિના શિષ્ય ક્ષેમંકરસૂરિએ પ્રાચીન મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલી સિંહાસન દ્વાત્રિંશિકા પરથી સં. ૧૪૫૦ આસપાસ સંસ્કૃતમાં ગદ્યપદ્યયુક્ત રચેલી તે નામની કથા કે જેમાં ‘સિંહાસન બત્રીશી'ની વાર્તાઓમાંની ઘણીકનાં મૂળ છે, સં. ૧૪૭૧ અરસામાં દેવમૂર્ત્તિકૃત વિક્રમચરિત (પારા ૬૮૨) અને ક્ષેમંકરની ઉક્ત કથા પરથી સં. ૧૪૯૦માં રામચંદ્રસૂરિએ ડભોઇમાં રચિત વિક્રમચરિત્ર, તથા તેમનો બીજો ગ્રંથ નામે પંચદંડાતપત્ર છત્ર પ્રબંધ (પારા ૬૮૭) વગેરે છે. આ પૈકી સં. ૧૨૯૦-૯૪માં બનેલી ઉપરની કૃતિ પરથી શામળ ભટ્ટે પોતાની સં. ૧૭૭૭ થી ૧૭૮૫માં રચેલી સિંહાસન બત્રીસીમાંની પાંચમી ‘પંચદંડ’ની કથા લીધી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy