SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૯૮ સ્ત્રીચરિત્રરાસ, સં. ૧૬૩૮માં ઉક્ત રત્નસુંદરની શુકબહોતરી (જુઓ મારો લેખ નામે ‘શુકસતિ અને શુકબહોતરી' જૈનયુગ પુ. ૩ પૃ. ૧૫૧) અને મંગલમાણિક્યનો વિક્રમરાજા અને ખાપરાચોરનો રાસ, માલદેવકૃત વિક્રમચરિત્ર પંચદંડકથા, સં. ૧૬૪૧માં હરજીની વિનોદચોત્રીશી કથા (૩૪ કથા) કે જે માટે કવિ કહે છે કે ‘તે શુકબહોતી, નીતિશાસ્ત્ર (પંચતંત્ર), વેતાલકથાદિ કરતાં જાદી ભાતવાળી અપૂર્વ સુખતર કથા છે', સં. ૧૬૪૭માં હેમરત્નની ચારણી ઇતિહાસ-કથા જેવી ગોરાબાદલ કથા (પદમણી ચો.), સં. ૧૬૫૧માં ઉક્ત સારંગની ભોજપ્રબંધ ચો. અને ૧૬૫૪ માં ઉક્ત હેમાણંદકૃત ભોજચરિત્રરાસ (ભોજપ્રબંધ પરથી), સં. ૧૬૬૭માં કનકસુંદરનો સગાલશાહ રાસ, સં. ૧૬૭૫ આસપાસ ભદ્રસેનકૃત ચંદનમલયાગિરિનો રાસ, સં. ૧૬૭૯માં રાજસિંહે કરેલો વિદ્યાવિલાસ રાસ, સં. ૧૬૮૩માં ગુણવિજયકૃત જયચંદ્રરાસ, સં. ૧૬૮૮(?)માં ઉક્ત સંઘવિજયે રચેલ વિક્રમસેનશનિશ્ચરરાસ, સં. ૧૬૯૭માં કેશવમુનિકૃત સદેવંત સાવલિંગારાસ આદિ છે. આ સર્વ કવિઓ, ૧૮ મા શતકમાં થયેલા સુડાબહોતરી, સિંહાસનબત્રીશી એટલે બત્રીશ પુતળીની વાર્તા, મડાપચીશી આદિ અનેક વાર્તાના રચનાર શામળ ભટ્ટના પુરોગામી છે. ૮૯૯, પારા ૭૮૧ માં અને ઉપરના પારામાં અનુક્રમે સોળમા શતકના લોક-સાહિત્યની કૃતિઓ જોઇ. અઢારમા સૈકાની તે કરતાં વધુ સંખ્યામાં છે તે હવે પછી જોઇશું. લોક-સાહિત્ય એ લોકશિક્ષણનું સરલ છતાં સચોટ અંગ છે. તે દ્વારા ધર્મ અને નીતિનું જ્ઞાન વાર્તાના રસ સાથે આપી શકાય છે. તેથી સામાન્ય રીતે તેની અસર શિષ્ટ ગંભીર સાહિત્યથી અનભિજ્ઞ એવી જનતાના હૃદય પર ન ભૂંસાય તેવી થાય છે. આ હેતુએ પ્રાકૃત અને સંસ્કૃતમાં જૈન વિદ્વાનો-સંસારીથી અસંગ જીવન ગાળનાર છતાં સંસારીને ધર્મનીતિ પ્રત્યે વાળવા તેઓ પર સતત વ્યાખ્યાન પ્રવાહ ચલાવ્યે જનાર સાધુઓએ અનેક કથા-ગ્રંથોની રચના કરી. જૈનોના ૬૩ શલાકા પુરુષ (આંગળીચીંધ નામી મહાજનો) ચરિત કે જેમાં રામચરિત્ર (પદ્મચરિત્ર) અને પાંડવ ચરિત્ર અંતર્ગત થાય છે. તેમનાં કથાનકોથી૫૨૩ વાર્તાપ્રેમ તેમણે પોષ્યો છે એટલું જ નહિ, પરંતુ તે પુરાણ જનોની-લોકોત્તરોની કથા સિવાયની સ્વતંત્ર યા ઇતિહાસ મિશ્રિત લોકકથાઓપ૨૪ પ્રેમકથાનકો, વી૨ વાર્તાઓ, લોકકથાના નાયક-વત્સરાજ, ઉદયન ૫૨૩, ૩. ત. વિ. સં. ૬૦ માં વિમલાંકસૂરિ કૃત પ્રા. પદ્મચરિયું (પારા ૧૭૩) રામચંદ્રનું ચરિત્ર પૂરૂં પાડે છે; જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણની પહેલાં થયેલ સંઘદાસ ગણિકૃત કૃષ્ણના પિતા વસુદેવના પ્રવાસરૂપી વસુદેવ હિંડીનો પ્રથમ ખંડ અને ધર્મસેન ગણિ મહત્તરકૃત બીજો ખંડ પણ પ્રાકૃતમાં છે; પછી શીલાંકાચાર્યે ચઉપન્ન મહાપુરસ ચરિય પ્રાકૃતમાં રચી તેમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તિઓ, ૯ વાસુદેવો (૯ પ્રતિવાસુદેવોને ગૌણ સ્થાને મૂકીને) તથા ૯ બલદેવોનાં ચરિત્ર આપ્યાં છે. (પારા ૨૪૪); હેમાચાર્યે સંસ્કૃતમાં ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત રચીને ઉક્ત ૫૪ સાથે ૯ પ્રતિવાસુદેવનાં વૃત્તાંત આપી ૬૩ મહાજનોનાં ચરિત પૂરાં પાડ્યાં છે અને પછી તે બધા પરથી પુષ્કળ રચનાઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં થઇ છે. ૫૨૪. સ્વતંત્ર કથાનાં ઉદાહરણ-પાદલિપ્રાચાર્યની તરંગવતી-તરંગલોલા કથા (પારા ૧૧૦), દાક્ષિણ્યચિન્હ સૂરિની કુવલયમાલા (પારા ૧૮૨) હરીભદ્રસૂરિની સમરાઇચ્ચકહા (પારા ૧૯૮) એ પ્રાકૃતમાં, ધનપાલની તિલકમંજરી સંસ્કૃતમાં (પારા ૨૭૩-૭૭), અને સં. ૧૧૨૩માં પ્રાકૃત સમરાઇચ્ચ કહા પરથી સાધારણ-પાછળથી પ્રસિદ્ધ થયેલ સિદ્ધસેનસૂરિએ ૧૧ સંધિમાં વિલાસવઈ કહા અપભ્રંશમાં (પારા ૨૯૫ અને ૪૭૬) રચી છે વગેરે. ઐતિહાસિક પ્રબંધ જેવા કે પ્રભાચંદ્રનું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy