SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૯૫ થી ૮૯૮ ૧૭મા સૈકાનું ગુજરાતી ગદ્ય અને કવિઓ વિદ્યાસાગર ૧૬૭૩, વિવેકવિજય, રત્નસાગર શિષ્ય ૧૬૭૫, જયસોમ ૧૬૭૬, ગુણસાગરસૂરિ, જશસોમ ૧૬૭૬, સુધનહર્ષ ૧૬૭૭, પુણ્યસાગર ૧૬૭૭-૧૬૮૯, આણંદવર્ઝન, કર્મસિદ્ધ ૧૬૭૮, જિનરાજસૂરિ ૧૬૭૮-૧૬૯૯, અમરચંદ્ર ૧૬૦૮-૧૬૭૯, ગુણવિજય ૧૬૭૮-૧૬૮૩, લલિતકીર્ત્તિ, લાલચંદ ૧૬૭૯, રાજસિંહ ૧૬૭૯-૧૬૮૭, જિનોદયસૂરિ ૧૬૮૦, નારાયણ ૧૬૮૨-૧૬૮૪, કેશરાજ ૧૬૮૩, શ્રીસાર ૧૬૮૪-૧૬૮૯, કલ્યાણ ૧૬૮૫-૧૬૯૭, સ્થાનસાગર ૧૬૮૫, સુમતિહંસ, વાનો શ્રાવક ૧૬૮૬, કરમચંદ ૧૬૮૭, લુણસાગર, ચંદ્રકીર્ત્તિ ૧૬૮૯, દર્શનવિજય ૧૬૮૯-૧૬૯૭, પ્રેમમુનિ ૧૬૯૧-૯૨, લબ્ધિવિજય, કમલવિજય; કનકકીર્દિ, ધર્મસિંહ ૧૬૯૨, રામદાસ ૧૬૯૩, રાજરત્ન ૧૬૯૫, દેવચંદ ૧૬૯૫-૯૬ ભાવિજય ૧૬૯૬-૧૭૩૫, વિવેકચંદ્ર, મતિકીર્ત્તિ, કનકસુંદર, કેશવ ૧૬૯૭, દેવરત્ન ૧૬૯૮, ત્રિકમ ૧૬૯૮-૧૭૦૬ અને તેજચંદ્ર ૧૭૦૦. આ પૈકી નયસુંદર માટે, કુશલલાભ, જયવિજય અને સમયસુંદર માટે, તથા ઋષભદાસ માટે વિસ્તારથી લખેલા મારા નિબંધો આનંદકાવ્યમહોદધિ મૌક્તિક ૬, ૭ અને ૮માં અનુક્રમે જાઓ. ૩૯૭ ૮૯૭. ભક્તિમાર્ગનો ઉદય આ શતકમાં વિશેષ થયો. વલ્લભી સંપ્રદાયનો પ્રવેશ ગુજરાતમાં થઈ ચૂકયો હતો. ભક્તિની અસરથી એક વિશિષ્ટ સાહિત્ય આ શતકમાં જૈનોમાં ઉદભવ્યું તે ‘પ્રજા’સાહિત્ય છે. ખ૦ સાધુકીર્ત્તિએ સં. ૧૬૧૮ માં અને તે અરસામાં ત. સકલચંદે સત્તરભેદી પૂજા રચી. મંદિરમાં પ્રભુની પૂજા કરવાના ૧૭ પ્રકાર-ન્હવણ, ચંદનવિલેપન, ચક્ષુયુગલ, ગંધ-વાસ (સુવાસ), પુષ્પ, પુષ્પમાલ, કુસુમ અંગરચના (કુસુમઅંગી), ચૂર્ણ, ધ્વજ, આભૂષણ, કુસુમગૃહ, કુસુમમેધ, અષ્ટમંગલિક, ધૂપદીપક, ગીત, નૃત્ય, અને વાઘ-એમ દરેકથી પૂજા કરવાનાં સ્તુતિ-ગીતો, ભક્તિપ્રેરક ઉર્મિગીતો રચાયાં. આની પહેલાં પંદરમા શતકમાં પ્રતિમાને સ્નાન કરાવી થતી પૂજા-સ્નાત્રપૂજા શ્રાવકકવિ દેપાલે રચી છે કે જેમાં વચ્છભંડારી કૃત પાર્શ્વનાથ કળશ અને રત્નાકર સૂરિકૃત આદિનાથ જન્માભિષેક કળશ નામની કૃતિઓ મિશ્રિત થઇ છે; અને ૧૩ મા શતકમાં જૂની-અપભ્રંશ ભાષામાં જયમંગલસૂરિષ્કૃત મહાવીર જન્માભિષેક થયો છે. આમ જન્માભિષેક, સ્નાત્રપૂજા, અને પછી સત્તરભેદી પૂજા ઉત્તરોત્તર ભષાસાહિત્યમાં આવ્યા પછી ૧૮ મા શતકમાં યશોવિજયકૃત નવપદપૂજા ને દેવચંદ્રકૃત સ્નાત્રપૂજા અને ૧૯ મા શતકમા વીરવિજયે ૬૪ પ્રકારી, ૯૯ પ્રકારી વગેરે જાતજાતની પૂજાઓ રચી છે કે જે સંબંધમાં હવે પછી તે તે શતકમાં કહેવામાં આવશે. ૮૯૮. લોકકથા સાહિત્ય-આ શતકમાં પૂર્વના શતકો કરતાં વિશેષ થયું છે. મતિસારે સિદ્ધરાજના રૂદ્રમાલની પુતલી કર્પૂરમંજરીનો રાસ સં. ૧૬૦૫ માં, અને તેના કરતાં વિશેષ વિસ્તારથી સિદ્ધરાજ, હેમચંદ્ર આદિની કથાથી અંતર્ગત એવો કર્પૂરમંજરીનો રાસ કનકસુંદરે સં. ૧૬૬૨માં રચ્યો. સં. ૧૬૧૬માં સિદ્ધિસૂરિએ સંસ્કૃત પરથી સિંહાસનબત્રીશી રચી જ્યારે હીરકલશે સં. ૧૬૩૬માં અને સંઘ (સિંહ) વિજયે પણ સં. ૧૬૭૮માં સિંહાસનબત્રીશી વિસ્તારથી બનાવી, કુશલલાભે સં. ૧૬૧૬માં માધવાનલ કથા અને ૧૬૧૭માં મારૂઢોલાની ચોપાઈ, સં. ૧૬૧૯માં દેવશીલની સં. ૧૬૪૬માં હેમાણંદની, અને સં. ૧૬૭૨ સિંહપ્રમોદની વેતાલપંચવીસી, સં. ૧૬૨૨માં રત્નસુંદર કૃત અને સં. ૧૬૪૯માં વચ્છરાજે રચેલી પંચોપાખ્યાન (પંચતંત્ર) ચોપઇ અને સં. ૧૬૨૩ આસપાસ જ્ઞાનદાસનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy