SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૯૧ થી ૮૯૪ ૧૭મા સૈકાનું ગુજરાતી ગદ્ય ૩૯૫ જ્ઞાનપંચમી કથા પર (લીં. પાટણ), પાર્થચંદ્રની પરંપરામાં શ્રવણ શિવ મેઘરાજે સં. ૧૬૫૯ આસપાસ સમવાયાંગ, રાયપસણી, ઔપપાતિક, ઉત્તરાધ્યયન એ સૂત્રો પર અને ૧૬૬૧માં નવતત્ત્વ પ્રકરણ પર (વીરમગામ લાયબ્રેરી) અને ૧૬૭૦ આસપાસ ક્ષેત્રસમાસપર, ૦ શ્રીપાળઋષિએ સં. ૧૬૬૪ માં કરેલા દશવૈકાલિક સૂત્ર પર (લીંગ), વૃ૦ ત૦ વિદ્યારત્નમણિ શિ૦ કનકસુંદરગણિએ પણ સં. ૧૬૬૬માં તે જ સૂત્ર નામે દશવૈકાલિક પર, ધર્મસાગર ઉપાધ્યાય શિષ્ય શ્રુતસાગરે ૧૬૭૦માં ઋષિમંડલ પર, પ્રસિદ્ધ શાંતિચંદ્ર ગણિના શિષ્ય રત્નચંદ્રગણિએ સં. ૧૬૭૬ના પોશ શુદ ૧૩ને દિને સુરતમાં રચેલો સમ્યકત્વ રત્નપ્રકાશ નામનો સમ્યકત્વ સપ્તતિ પર (કા. વડો), ખ૦ હર્ષતિલક ગણિશિષ્ય રાજહંસોપાધ્યાયે ખ૦ જિનરાજસૂરિ રાયે (સં. ૧૬૭૪ ને ૧૬૯૯ વચ્ચે) દશવૈકાલિક સૂત્ર પર (હા. ભ.), સં. ૧૯૭૮માં શ્રીસારે ગુણસ્થાન ક્રમારોહ પર (પાટણ ભ.), ખ) હર્ષવલ્લભ વાચકે રાજનગરમાં સં. ૧૬૯૨માં ઉપાસકદશા સૂત્ર પર (હા. ભંગ), કલ્યાણવિજય ઉપાધ્યાય શિષ્ય ધનવિજયે સં. ૧૭૦૦માં સપ્તતિકા નામના કર્મગ્રંથ પર એમ બાલાવબોધો રચ્યા છે. ૮૯૨. સં. ૧૬૯૫માં લોકશાહના પક્ષમાં શિવજી ઋષિને અમદાવાદમાં તેના ગચ્છનાયકનું પદ અપાયું અને ધર્મસિંહે જૂદી શાખા કાઢી કે જે શાખા “દરિયાપરી સમુદાય-સંઘાડો’ એ નામથી ઓળખાઈ. તે ધર્મસિંહ મુનિએ ૨૭ સૂત્રના ગૂજરાતી ગદ્યમાં ટબા-બાલાવબોધ રચ્યા અને ગુજરાતી ગદ્યમાં બીજા ગ્રંથો નામે સમવાયાંગ સૂત્ર-વ્યવહાર સૂત્ર તથા સૂત્રસમાધિની હુંડીઓ, ભગવતી પન્નવણા-ઠાણાંગ-રાયપાસેણી-જીવાભિગમ-જંબૂદ્વીપપત્તિ ચંદપન્નત્તિ અને સૂર્યપન્નત્તિના યંત્રો, દ્રૌપદી તથા સામાયિકની ચર્ચા, સાધુસમાચારી, ચંદપત્તિની ટીપ લખ્યા. (જુઓ રા. વાડીલાલની ઐ નોંધ.) ૮૯૩. ઉપરના સિવાય કર્તાના નામ વગરના જુદા જુદા વર્ષમાં લખાયેલા અનેક બાળાવબોધો ઉપલબ્ધ થાય છે. ૮૯૪. સ્વતંત્ર ગદ્ય વિવરણ કે અખંડ ચર્ચારૂપે પણ રચાયેલી કૃતિઓ જોવામાં આવે છે : મતિસાગરે લઘુજાતક નામના જ્યોતિષગ્રંથનું વિવરણ ગૂજરાતી ગદ્યમાં વચનિકા રૂપે સં. ૧૬૦૫ આસપાસ કરેલું છે (મુનિ જશવિજય સંગ્રહ). કુશલમાણિક્યના શિષ્ય સહજકુશલે સિદ્ધાંત શ્રત હુંડિકા નામનો ગ્રંથ ગદ્યમાં કરેલો છે. તેમાં ઢંઢક મતનું ખંડન પ્રમાણો આપી કરેલું છે (ખેડા અને લીં. ભંડાર જશ. સંગ્રહ). ધર્મસાગર ઉ૦ ના શિષ્ય લબ્ધિસાગરે ખરતરગચ્છવાળા સાથે ચર્ચા કરવા માટેના પ્રશ્નોનો નિબંધ લખ્યો છે (પુરાતત્ત્વ પુ. ૩ અંક ૪ લેખ નામે “જાની ગૂજરાતીમાં એક ઐતિહાસિક ચર્ચા) પ્રસિદ્ધ ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય સિદ્ધિચંદ્ર ગૂજરાતી ગદ્યમાં સંક્ષિપ્ત કાદંબરી કથાનક રચ્યું છે-“નવનવ રસ સંયુક્ત કાદંબરીની કથા ઘણી કઠણ હોઈ તે માટે મંદબુદ્ધિને પ્રીંછવાને અર્થે સંક્ષેપ લોકભાષામાં આ પ્રબંધ કર્યો છે.” (લ. સં. ૧૭૪૭ ની પ્રત પરથી પ્રકાશિત પુરાતત્ત્વ પુ) ૫ અંક ૪). આ પ્રબંધની ‘ભાષા સરલ અને શુદ્ધ છે. વાક્યરચના વ્યવસ્થિત અને પ્રવાહબદ્ધ છે. તેથી આને અકબરના સમયની ગૂજરાતી ભાષાના એક સુંદર નમુના તરીકે ગણી શકાય.” (શ્રી જિનવિજય.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy