SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૮૩ થી ૮૯૦ ૧૭મા સૈકાનું સાહિત્ય ૩૯૯ રસવસુધા)માં રોહિણીપુરમાં ઉત્તરાધ્યયનસૂત્ર પર વૃત્તિ રચી કે જેમાં તેમના ગુરુભાઇ વિજયહર્ષગણિએ સહાય આપી છે (વે. નં. ૧૪૧૪-૧૫ પ્ર. જૈન આ. સભા). તેમાં કથાઓ પદ્યબદ્ધ કરી પોતે મૂકી છે. તેમણે સં. ૧૬૭૯માં ષત્રિંશજલ્પ વિચાર તે સમયની સ્થિતિ દાખવતો રચ્યો હતો (વિવેક. ઉદે; કાં. વડો.). તેઓ વિદ્વાન્ સંશોધક હતા અને તે તરીકે સં. ૧૬૭૭ની જયવિજયકૃત કલ્પસૂત્રદીપિકા અને વિનયવિજયકૃત સં. ૧૬૯૬ની કલ્પસૂત્ર સુબોધિકા અને સં. ૧૭૦૮નો લોકપ્રકાશ સંશોધ્યાં હતાં. તેમણે સં. ૧૭૦૮માં વિદ્યાપુર-વીજાપુરમાં ચંપકમાલા કથા રચી (પ્રા. આ. સભા; ભાં. ૬, નં. ૧૩૦૪). - ૮૮૮. સં. ૧૬૯૨માં (મારવાડના) પદ્માવતીપત્તનમાં રાઠોડ ગજસિંહ રાયે . કલ્યાણસાગરસૂરિ-ભોજદેવ શિ. ૫. ધનરાજે મહાદેવે શક ૧૨૩૮માં રચેલી મહાદેવી-સારણી નામની જ્યોતિષની કૃતિ પર મહાદેવ દીપિકા નામની ટીકા રચી. ૮૮૯. સં. ૧૬૯૩માં ખ. શિવનિધાન ગણિ શિ. મહિમસિંહ ગણિએ સ્વશિષ્ટ હર્ષવિજયાદિ માટે મેઘદૂત પર ટીકા રચી (ભાં. ૪ નં. ૨૮૦; પ્રત ભાં. ઈ. નં. ૨૮૦). ત. રામવિજય ગણિ શિ. શ્રીવિજયપ૨૨ ગણિએ રઘુવંશ પર ટીકા (ગુ. નં. ૧૫-૩), કુમારસંભવપર ટીકા (પ્રાયઃ આ સમયમાં) રચી. (પ્રત સં. ૧૭૧૩ રી. ૧૮૮૪-૮૭ નં. ૩૩૫). સં. ૧૬૯૪માં ત. કીર્તિવિજયવાચક શિ. જિનવિજયે વાક્યપ્રકાશ સાવચૂરિ વાર્તામાં રચી (બુ, ૪, નં. ૨૮૦) સં. ૧૬૯૬માં ત. હીરવિજયસૂરિકિર્તિવિજય શિ. વિનયવિજયે ઉપર્યુક્ત શ્રીવિજયની અભ્યર્થનાથી કલ્પસૂત્ર પર સુબોધિકા નામની ટીકા રચી કે જે ઉક્ત ભાવવિજયે શોધી. (વે. નં. ૧૪૪૩-૪૪ પ્ર. જૈન આ. સભા અને આ. સમિતિ) ૮૯૦. સં. ૧૬૯૭માં ત. વિજયસિંહસૂરિ-ઉદયરૂચિ શિ. હિતરુચિએ ષડાવશ્યક સૂત્ર પર વ્યાખ્યા (વિવેક. ઉદે.), આ સમય લગભગ ઉક્ત રત્નચંદ્રના શિષ્ય માણિકયચંદ્ર કલ્યાણ મંદિર સ્તોત્ર પર દીપિકા (કાં. વડો), અને તેમના શિષ્ય દાનચંદ્ર ત. વિજયસિંહસૂરિ રાજ્ય સં. ૧૭00 માં જ્ઞાનપંચમી કથા (વરદત્ત ગુણમંજરી કથા) રચી. સં. ૧૬૯૯માં કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય ધનવિજયે રાજનગરના ઉષ્મા (ઉસમા) પુરમાં ધર્મોપદેશ લેશ નામનું આભાણશતક ૧૦૮ શ્લોકમાં ર. (પ્ર) આ૦ સમિતિ નં. ૪૯) ૧૭૦૦ના વર્ષમાં આં. ઉદયસાગર શિ. પદ્મસાગરે જીવાભિગમ સૂત્ર પર ટીકા રચી. (મુનિ કપૂવિજય ભં. પાલીતાણા.) આ શતકના અંતમાં ખ૦ જિનરાજસૂરિના શિષ્ય નયકુંજર ઉપાધ્યાયે જાવડ અને તેના પુત્ર હીરના કહેવાથી પ્રવચનસાર રચ્યો. (ક. છાણી) પ૨૨. શ્રીવિજયગણિ જે માટે સં. ૧૬૭૨માં દેવવિજય શિ. જયવિજયે ઋષિમંડલ સૂત્રની પ્રત લખી હતી, અને જેમણે વિનયવિજયને સં. ૧૬૯૬માં કલ્પ સુબોધિકા રચવા અભ્યર્થના કરી હતી તે શ્રીવિજયનો સમય તે બંને વર્ષની વચમાં અચૂક સમજવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy