SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૭૮ થી ૮૮૨ આ. હીરસૂરિનો પરિવાર ૩૯૧ સ્વગુરુરચિત કૃપા૨સકોષ પર, સં. ૧૬૭૪માં સુરતમાં મુનિસુંદરસૂરિષ્કૃત અધ્યાત્મકલ્પદ્રુમ પર કલ્પલતા નામની ટીકા (કી. ૨, નં. ૩૬૧ ભાં. ૬ નં. ૧૦૭૩; કેશર૦ વઢ૦; પ્ર૦ મ૦ ભ૦), નૈષધકાવ્ય પર ટીકા અને રઘુવંશ મહાકાવ્ય ૫૨ ટીકા (રી. ૧૮૮૭-૯૧ નં. ૪૪) કે જેમાં પોતાની નૈષધકાવ્યટીકાનો ઉલ્લેખ છે. આ સર્વનો ઉલ્લેખ સમ્યક્ત્વસઋતિકા પર પોતે ગૂજ બાલાવબોધ સં. ૧૬૭૬માં રચ્યો તેમાં કરેલ છે, વળી સં. ૧૬૭૯માં ધર્મસાગરના મતના ખંડન રૂપે કુમતાહિવિષ જાંગુલિ નામનો ગ્રંથ રચ્યો. ૮૮૧. સં. ૧૬૭૦ને ૧૬૭૪ની વચ્ચે ખ. ઉક્ત સાધુકીર્ત્તિ કે જેમણે યવનપતિ અકબરની સભામાં તેની પાસેથી વાર્તીદ્રનું બિરૂદ મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી, તેમના દીક્ષિત અને શિક્ષિત શિષ્ય સાધુસુંદરે ખ૦ જિનહંસસૂરિ રાજ્યે કવિઓનાં વચનો રૂપપ્રાકૃત શબ્દોના સમસંસ્કૃત શબ્દોના સંગ્રહ રૂપ ઉક્તિરત્નાકર નામનો ગ્રંથ (પી. ૩, નં. ૫૭૮; પી. ૪ પૃ ૧૪; વેઠ નં. ૧૦૩), અને સં. ૧૬૮૦માં ધાતુપાઠ પર ધાતુરત્નાકર તે પર સ્વોપજ્ઞ ટીકા નામે ક્રિયાકલ્પલતા સહિતની (પી. ૫, ૧૫૬-૧૬૦) રચના કરી. (જુઓ મારો ગ્રંથ જૈન ગૂ૦ કવિઓ ભાગ ૧ પૃ. ૨૧૯) ૮૮૨. સં. ૧૬૭૧માં મુખશોધન (?) ગચ્છના જિનદાસ શિ તેજપાલે દીપાલિકાકલ્પ પર અવસૂરિ લખી (કાં. છાણી). સં. ૧૬૭૪માં. ત. વિજયદેવસૂરિરાજ્યે વિજયસેનસૂરિ શિ∞ સંઘવિજય ગણિએ કલ્પસૂત્ર પર દીપિકા રચી ને તે કલ્યાણવિજયગણિ શિ. ધનવિજયગણિએ સં. ૧૬૮૧માં શોધી ને તેનો પ્રથમાદર્શ દેવવિજયગણિએ લખ્યો (લીં.). સં. ૧૬૭૫ (બાણાશ્વષÎિદુ)માં ખ∞ મતિભદ્ર શિ∞ ચારિત્રસિંહે જિનમાણિકયસૂરિરાજ્યે કાતંત્રવિભ્રમ પર અવચૂર્ણિ રચી (બુહૂ. ૩, નં. ૩૬) અને તે વર્ષમાં (શરર્ધ્વગનિ શેશવર્ષે) ત. ભાનુચંદ્ર-ઉદયચંદ્ર શિ. રૂપચંદ્રે સ્વબોધ અર્થે ૫૩૬ શ્લોક પ્રમાણ વિચારષત્રિંશિકા વૃત્તિ એટલે ગજસાર કૃત દંડક પર વૃત્તિ રચી. (કાં વડો.; પ્ર. યશો. પાઠશાળા મહેસાણા) સં. ૧૬૭૨ અને ૧૬૮૫ની વચમાં વિજયદેવસૂરિના રાજ્યમાં દેવવિમલગણિએ હીરસૌભાગ્ય નામનું મહાકાવ્ય તેની સ્વોપજ્ઞ ટીકા નામે સુખાવબોધાવૃત્તિ સહિત રચીને પૂર્ણ કર્યું (આનો આધાર લઈ ઋષભદાસ કવિએ ગૂજરાતીમાં સં. ૧૬૮૫માં હીરવિજયસૂરિ રાસ રચ્યો છે). દેવિમલે આ રચનાનો આરંભ તો હીરવિજયસૂરિના સમયમાં જ કર્યો હતો (એમ ધર્મસાગર પટ્ટાવલિમાંથી નિર્ણીત થાય છે). આ દેવવિમલગણિ શ્રીપતિ-જગાઋષિ કે જેમણે છ વિકૃતિ (વિગય) નો ત્યાગ કર્યો હતો અને લોંકાગચ્છથી વ્યાપ્ત થયેલ સૌરાષ્ટ્ર દેશને પ્રતિબોધ્યો હતો-તેમના શિષ્ય સીંહવિમલ કે જેમણે માંડલિક ચંદ્રભાણ નામના કાયસ્થને પોતાનો ભક્ત શિષ્ય કર્યો હતો અને અજૈન સ્થાનસિંહને જૈન બનાવ્યો હતો અને જેમણે જિનવૃષભસમવસરણ પ્રકર અને ભવિક પ્રકર રચ્યાં હતાં. તેમના શિષ્ય હતા. આ આખું કાવ્ય ઉપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય ધનવિજય વાચકે સંશોધ્યું હતું.પર ૫૨૧. આ કાવ્યનો ઉલ્લેખ આચાર્યશ્રી આનંદશંકરે પોતાના લેખ નામે ‘ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય'માં કર્યો છે. જુઓ રાજકોટની ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy