SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૯૦ સં. ૧૬૭૧માં વિવેકવિલાસ પર ટીકા૧૯ વિજયસેનસૂરિરાજ્યે (ભક્તિ વિજય ભં. ભાવ; લ. સં. ૧૬૭૮ કાં. વડો. નં. ૫૫) રચ્યા. તેમના બીજા ગ્રંથો:-બાકૃત કાદમ્બરી પૂર્વ ભાગ પર પ્રસિદ્ધ ટીકા (મુ.), સારસ્વત વ્યાકરણ વૃત્તિ, શિરોહીમાં અક્ષત (અખયરાજ) રાજ્યે વસંતરાજ શકુન ૫૨ ટીકા કે જે તેમના શિ. સિદ્ધિચંદ્રે સંશોધી, (મુ.), સૂર્ય સહસ્રનામ કે જે તેમણે અકબર બાદશાહને શીખવ્યું હતું, આદિ છે. ૮૭૮. ઉક્ત ભાનુચંદ્ર શિષ્ય સિદ્ધિચંદ્રષ૨૦ પણ જબરા વિદ્વાન હતા. ૧૦૦ થી ૧૦૮ અવધાન કરતા. યાવની (ફારસી) ભાષામાં પણ કુશલ હતા. અકબરે તેમને ‘ખુશહમ' નામનું બિરૂદ આપ્યું હતું. (તે સંબંધમાં જુઓ અગાઉ પારા ૮૦૮) તે બાદશાહને અધ્યયન કરાવતા, ગુરુના ગ્રંથકાર્યના સંશોધનાદિમાં સહાય આપવા ઉપરાંત કાદંબરીના ઉત્તર ભાગની ટીકા (પ્ર. નિ. સા.; વે. નં. ૧૨૫૫), ભક્તમરસ્તોત્ર ૫૨ વૃત્તિ (પ્ર. ભી. મા.) ધાતુમંજરી, વાસવદત્તા પર વૃત્તિ, અનેકાર્થ નામમાલાસંગ્રહ પર વૃત્તિ (કાં. છાણી), શોભનસ્તુતિ ૫૨ ટીકા શ્લો. ૨૨૦૦ (વીરબાઈ પાઠશાળાપાલીતાણ.), વૃદ્ધ પ્રસ્તાવોક્તિ રત્નાકર, ભાનુચંદ્ર ચરિત્ર (સ્વગુરુનું ચરિત્ર-વીકાનેર ભં. {પ્ર. સિંધી ત્ર. સંપા. મો. દ. દેસાઈ }) આદિ રચેલ છે. ૮૭૯. ત. વિજયસેનસૂરિ રાજ્યે (સં. ૧૬૫૨-૧૬૭૧) બુદ્ધિસાગર શિ. માનસાગરે શતાર્થી પર વૃત્તિ રચી (કાં૦ વડો.; લી.) વિજયસેનસૂરિ શિ. નયવિજય ગણિએ પુદ્ગલભંગ વિવૃત્તિ પ્રકરણ રચ્યું (બુહૂ. ૨, નં. ૨૧૫). ઉક્ત ખ. સમયસુંદરના શિષ્ય હર્ષનંદન ગણિએ જેસલમેરમાં ભીમરાઉલ અને કલ્યાણમલ્લના રાજ્યમાં આચારદિનકર પુસ્તક પર સં. ૧૬૬૯માં પ્રશસ્તિ રચી (વિવેક. ઉદ્દે.) અને સં. ૧૬૭૩માં અણહિલવાડ પાટણમાં મધ્યાન્હ વ્યાખ્યાન રચ્યું (કાં. છાણી.) તેમણે તથા સુમતિકલ્લોલે બંને થઈને અભયદેવસૂરિની સ્થાનાંગસૂત્રની ગાથામય વૃત્તિ ૫૨-સ્થાનાંગ વૃત્તિ ગાથા વિવરણ રચ્યું સં. ૧૭૦૫માં (કાં. છાણી {આની નકલ પૂ. જંબૂવિજય મ. પાસે છે.}) હર્ષનંદને ગદ્યમાં આદિનાથ વ્યાખ્યાન રચેલું તેની પ્રત સં. ૧૬૮૩ની ઉપલબ્ધ છે. (ભાં. ૪, નં. ૧૨૬૦) તથા ઋષિમંડલસૂત્ર પર વૃત્તિ રચી હતી. (ભાં. ઈ.) ૮૮૦. પ્રસિદ્ધ શાંતિચંદ્ર (કૃપારસકોશના કર્તા)ના શિષ્ય રત્નચંદ્રે સં. ૧૬૭૧માં પ્રદ્યુમ્ન ચરિત મહાકાવ્ય રચ્યું (પી. ૫, ૧૬૩ {પ્ર. બી. બી. એન્ડ કું.}) અને સં. ૧૬૭૬ પહેલાં અનેક પ૨ વૃત્તિઓ રચી જેવી કે:- ભકતામર-કલ્યાણમંદિર-શ્રીમતધર્મસ્તવ-દેવાઃ પ્રભોસ્તવ-ઋષભવીરસ્તવ એ સ્તોત્રો પર, તેમજ ૫૧૯. આ વિવેકવિલાસ ટીકાની ત. કલ્યાણવિજય શિ. લાભવિજયે વિજયપ્રભસૂરિ રાજ્યે સિદ્ધિચંદ્ર વાચકની સંમતિ લઇ સં. ૧૬૭૮માં લખેલી હસ્તપ્રત કાં. વડો. ભંડારમાં છે. ૫૨૦, તચ્છિષ્ય: મુતૈમૂર્નતિમતામથ્રેસર: સરી ગાહિસ્વાંત વિનોવૈરસિ: શ્રી સિદ્ધિવંદ્રાભિષ:। पूर्वं श्री विमलाद्रिचैत्यरचनां दूरीकृतां शाहिना विज्ञप्यैव मुहुर्मुहस्तमधिपं योऽकारयत्तां पुनः ॥ यावन्या किल भाषया प्रगुणितान् ग्रंथानशेषांश्च तान् विज्ञाय प्रतिभागुणैस्तमधिकं योऽध्यापयः शाहिराट् ॥ दृष्ट्वानेक विधानवैवकलां चेतश्चमत्कारिणीं चकेषु स्फुटमेति सर्वविदितं गोत्रं यदीयं हि सः ॥ વસંતરાજ શકુન ટીકા-મંગલાચરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy