SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૬ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય (અનુસંધાન) प्रीणाति या प्राज्ञदृशश्चकोरी, विभावरी वल्लभंमडलीव । तमस्तिरस्कारकरी सुरीं तां, भक्ते ते र्गोचरयामि वाचम् ॥ कवित्वनिष्कं कषितुं कवीनां येषां मनीषा कषपट्टिकेव । सन्तः प्रसन्ना मयि सन्तु शुद्धाशया: प्रवाहा इव जान्हवीयाः ॥ -જેમ રાત્રીના પતિ ચંદ્રની સંપૂર્ણ મંડલી (પૂર્ણબિંબ) તમસનો વિનાશ કરી પ્રાજ્ઞ એટલે વિદગ્ધ જનોની દૃષ્ટિને * આનંદ આપે છે તેમ તમસ એટલે અજ્ઞાનનો ક્ષય કરનારી વાગ્દવી પ્રાજ્ઞ એટલે વિદ્વાનોની દૃષ્ટિને આનંદ આપે છે (એટલે) તે સરસ્વતી દેવીને ભક્તિવશ થઈ હું પ્રણમું છું. જે સંતોની ઈચ્છા સોનાને કસોટીથી કરવામાં આવે તેમ કવિઓની કવિત્વરૂપ (કર્તાઓની કૃતિ રૂપ) સોનાને કસવાની ઇચ્છા હોય તેઓ શુદ્ધ ચિત્તવાળા રહી ગંગાના પ્રવાહની પેઠે મારા પર (સર્વ કવિઓ ગ્રંથકારો પર) પ્રસન્ન રહો. હીરસૌભાગ્ય ૧, ૨ અને ૪. ૮૭૨. સં. ૧૬૫૫માં ઉક્ત ચંદ્રકીર્તિ શિવ હર્ષકીર્તિસૂરિએ બૃહચ્છાન્તિ સ્તોત્ર પર ટીકા (ચુનીજી ભં. કાશી; કાં વડો.), દેવસુંદર ઉ0ના કહેવાથી કલ્યાણ મંદિર સ્તોત્રપર ટીકા (લ. પ્રત સં. ૧૬૩૫ બુ. પ, નં. ૪૨; વે. નં. ૧૮૦૧, કાથ૦ ૧૮૯૧-૯૫), સિંદૂર પ્રકરણપર ટીકા (ગુ. નં. ૪૯-૨૩) સારસ્વત દીપિકા (ખેડા ભે), સેટુ અનિટ કારિકા વિવરણ સં. ૧૬૬૯માં (રામ ઋતુરસભૂ) (ગુ. નં. ૫૯-૯) ધાતુપાઠ તરંગિણી-ધાતુપાઠ વિવરણ, શારદીય નામ માલા, (વેબર નં. ૧૭૦૩ પ્ર. હી. હ.) શ્રુતબોધ પર વૃત્તિ, યોગ ચિંતામણિ (વૈદ્યક ગ્રંથ ગુ. નં. ૩૭-૧, ૬૦-૧૧), વૈદ્યકસારોદ્ધાર (વૈદ્યક ગ્રંથ) વગેરેની રચના કરી. સં. ૧૬૫૭માં ત. રાજસાગર શિ૦ રવિસાગરે ઉનામાં મૌન એકાદશી માહાત્મ (ગુ. નં. ૪૮-૨૨) રચ્યું. ૮૭૩. સં. ૧૬૫૭માં ત. કુશલવર્ધન શિવ નગર્ષિગણિએ સ્થાનાંગ દીપિકા (ગો. ઉદેપુર), તથા પ્રા) માં કલ્પાન્તર્વાચ્ય રચ્યું (કર્તાની સ્વહસ્તલિખિત પ્રત સાગર ભં. પાટણમાં છે {સં. પ્રદ્યુમ્નસૂરિ મ. શા. ચી. એ.}). સં. ૧૬૫૮માં ત. કલ્યાણવિજય અને મુનિવિજય શિ. દેવવિજય ગણિએ જિનસહસ્રનામ વિજયાનંદસૂરિના રાજ્યમાં રચ્યું અને તેના પર સુબોધિકા નામની વૃત્તિ સં. ૧૬૯૮માં રચી કે જે લાભવિજય ગણિએ શોધી હતી અને પછી કીર્તિવિજય શિ0 વિનયવિજયે સં.૧૬૯૯માં શોધી (ક. છાણી). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy