SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૮૬ ૮૬૬. સં. ૧૬૪૫માં ઉદયસિંહે શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ પર ભાષ્ય રચ્યું. સં. ૧૬૪૬માં જીરાઉલા ગચ્છના હેમરત્નસૂરિ શિ0 કલ્યાણરત્ન મેવાડના રાણા પ્રતાપસિંહના રાજ્યમાં મેવાડમાં યોગિનિપુરમાં લખેલી એક પ્રત ઘોઘા ભંડમાં છે. ૮૬૭. હીરવિજયસૂરિ રાજયે ત૭ સુમતિવિજય શિ૦ ગુણવિજયે મિતભાષિણી (નામની) જાતિવિવૃત્તિ રચી તેમાં કર્તા પોતાના વિદ્યા ગુરુ તરીકે સૂરચંદ્ર જણાવે છે (વઢવાણ શહેર ભં. રીપોર્ટ ૧૮૯૨-૯૯ નં. ૪૨) તથા હીરવિજયસૂરિના શિષ્ય કીર્તિવિજય ગણિએ તે સૂરિને શિષ્યો તરફથી પૂછાયેલા જૈનશાસ્ત્રો સંબંધી શંકાના પ્રશ્નો અને અપાયેલ ઉત્તરો એકત્રિત કરી પ્રશ્નોત્તર સમુચ્ચય અમરનામ હીરપ્રશ્ન (મુદ્રિત પ્ર. જિ. આ. 2. ગુ. ભાષાં. સાથે પ્ર. મુક્તાબાઈ જ્ઞાન}) તથા સં. ૧૬૯૦માં વિચારરત્નાકર ગ્રંથ સંકલિત કર્યો (પ્ર. હી. હં; દે, લા નં. ૭૩; વે. નં. ૧૬૪૬-૪૭) ૮૬૮. ત. સકલચંદ્ર શિ. શાંતિચંદ્ર ગણિ કે જેના સંબંધમાં અગાઉ પારા ૮૦૭માં કહેવાઈ ગયું છે તેમણે કૃપારસકોશ નામનું ૧૨૮ શ્લોકનું કાવ્ય રચી તેમાં અકબરબાદશાહના શૌર્ય ઔદાર્ય ચાતુર્ય આદિગુણોનું સંક્ષેપમાં પરંતુ માર્મિકતાથી વર્ણન કર્યું છે. (શ્રી જિનવિજય સંપાદિત મુદ્રિત) તેમણે કવિમદપરિહાર સ્વીપજ્ઞ વૃત્તિ સહિત હીરવિજયસૂરિ રાજયે રચ્યો (કા. વડો.) તેમણે સં. ૧૬૫૮માં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ પર પ્રમેયરત્ન મંજૂષા નામની વૃત્તિ (વેબર નં. ૧૮૪૭) અને સં. ૧૬૫૧માં અજિતશાંતિનું સ્તવ (પી. ૧,૭૨) રચ્યું. સં. ૧૬૫૦માં ત. વિજયસેનસૂરિ-જીવરાજ-આનંદકુશલ શિ. રાજકુશલે ખીમ યા ખેમરાજ નામના મંત્રી સંબંધી ખીમસૌભાગ્યાભ્યદય નામનો ઐતિહાસિક ગ્રંથ રઓ (વિવેક. ઉદે.). તે જ વર્ષમાં સૂક્તિદ્વાર્નાિશિકા પર વિવરણ જાબાલિપુર (જાલોર)માં “ગજની યવનાધીશના રાજ્યમાં રચાયું (પી. ૫, ૧૬૯) સં. ૧૬૫૧માં વિજયસેનસૂરિ-ધર્મસિંહ-જયવિમલ શિ. પ્રીતિવિમલે ૪૭૯ શ્લોકમાં ચંપકશ્રેષ્ઠી કથા રચી (ક. છાણી સં. હર્ટેલ પ્ર. હર્ષચન્દ્ર}). ૮૬૯. સં. ૧૬૫રમાં હીરવિજયસૂરિનો ઉનામાં સ્વર્ગવાસ થયો. સં. ૧૬પરમાં અકબર રાજ્ય ત. વિજયદાનસૂરિ-રાજવિજયસૂરિ શિ. દેવવિજયે મરૂસ્થલિના શ્રીમાલપુર નગરમાં હેમાચાર્યના ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રનો આધાર લઈ સં. ગદ્યમાં રામચરિત્ર (પદ્મચરિત્ર) એટલે જૈનરામાયણ રચ્યું કે જે પદ્મસાગરે શોધ્યું (કી. ૩, નં. ૧૬૯, ભાં. ૩,૨૨૯ મિ. હી. હં.) અને સં. ૧૬૬૦માં સં. ગદ્યમાં જ પાંડવચરિત્ર રચ્યું. પ્ર. ય. J.} સં. ૧૬૫રમાં ત. વિજયસેનસૂરિ શિષ્ય વિનયકુશલે મંડલપ્રકરણ સ્વોપજ્ઞ વૃત્તિ સહિત રચ્યું ને તે મુલતાનમાં લાભવિજય ગણિએ શોધ્યું. (આ. ક. પાલીતાણા) અને સં. ૧૬૭પમાં તે વિનયકુશલે વિજયદેવસૂરિની આજ્ઞાથી વિચારસપ્રતિકા વૃત્તિ રચી (ખેડા .) સં. ૧૬૫રમાં ખ. જિનચંદ્રસૂરિના ઉપદેશથી અમદાવાદના પ્રાગ્વાટ સંઘપતિ સોમજીએ જ્ઞાનભંડાર માટે સિદ્ધાંતની પ્રત લખાવી તે પૈકી રાજપ્રશ્રીય ટીકાની પ્રત. ગુ. નં. ૧૬૨૭ મળે છે. ૮૭૦. સં. ૧૬૫રમાં હીરવિજયસૂરિ શિ. વિજયસેનસૂરિ શિ. કનકકુશલ કે જેમણે સં. ૧૬૪૧ માં જિનસ્તુતિ રચી હતી. તેમણે કલ્યાણમંદિર સ્તોત્ર પર ટીકા (વેબર ૨,૯૩૮; વે. નં. ૧૮૦૦) અને સં. ૧૬પ૩માં સાદડીમાં “વિશાલલોચન” સ્તોત્ર પર સૂત્રવૃત્તિ (સાગર ભં. પાટણ), સં. ૧૬૫૫માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy