SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૮૪ પ્ર. હી. હં.) અને તે વર્ષમાં (શર સાગર રસશિશ) ઉન્નત (ઊના) નગરમાં મૌન એકાદશી કથા (બુહૂ. ૨, નં. ૨૨૬; હાલા. પાટણ) રચ્યાં. ૮૬૨. સં. ૧૬૪૦ માં બૃ. ખ. જિનહંસસૂરિ (આચારાંગ દીપિકાના કર્તા) ના શિષ્ય પુણ્યસાગરે જિનવલ્લભસૂરિકૃત પ્રશ્નોત્તર કાવ્યની વૃત્તિ અને સં. ૧૬૪૫માં જેસલમેરમાં ભીમ રાઉલ રાજ્યે જંબુદ્ધીપપ્રજ્ઞપ્તિ પર વૃત્તિ રચી (ગુ. પોથી નં. ૧૨; જેસ. પ્ર. ૧૯) કે જેમાં તેમના શિષ્ય પદ્મરાજે સહાય આપી ને જેની પ્રથમાદર્શ પ્રતિ પદ્મરાજશિષ્ય જ્ઞાનતિલકે લખી. આ પદ્મરાજે સં. ૧૬૪૪ (૧૬૩૪ ?)માં ખ૦ ભુવનહિતાચાર્ય કૃત રૂચિત દંડક જનસ્તુતિ પર વૃત્તિ રચી. (જેસ. પ્ર, ૧૯; વિવેક. ઉદે૦) ૮૬૩. ખરતર ક્ષેમશાખાના ક્ષેમરાજ (-પ્રમોદમાણિકય) શિષ્ય જયસોમે સં. ૧૬૪૦માં ઇરિયાવહિકા ત્રિંશિકા સ્વોપજ્ઞ ટીકા સહિત (કાં. વડો {ઇર્યાપથિકી ષત્રિંશિકા સ્વોપક્ષવૃત્તિ સાથે પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર સુરત}) (કે જેમાં પોતાને જિનચંદ્રસૂરિ શિષ્ય કહે છે), અને સં. ૧૬૪૫માં જિનચંદ્રસૂરિ રાજ્યે પોષધપ્રક૨ણ સટીક રચ્યાં (કાં. વડો. {પૌષધષટ્ ત્રિ. સ્વોપજ્ઞ પ્ર. જિન. જ્ઞાન ભં.}) તેમાં પોતાને ખ. ક્ષેમરાજ-પ્રમોદમાણિક્યના શિષ્ય જણાવે છે. જયસોમે અકબરશાહની સભામાં જય મેળવ્યો હતો એમ તેમના શિષ્ય ગુણવિનય, પોતાના ખંડપ્રશસ્તિ કાવ્યની પ્રશસ્તિમાં જણાવે છે. {પ્ર. રાજસ્થાન પ્રાચ્ય.} ૮૬૪. સમયસુંદર ગણિ (જુઓ પારા ૮૪૭) ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય સકલચંદ્રના શિષ્ય થાય. તેમણે દીર્ઘાયુ ભોગવી અનેક કૃતિઓ ગૂજરાતી અને સંસ્કૃતમાં રચેલ છે. સં. ૧૬૪૧માં ભાવશતક રચ્યું, ૧૬૪૬ લગભગમાં અષ્ટલક્ષી રચવી શરૂ કરી, તેમાં રાનાનો તે સૌાં એ વાક્યના આઠ લાખ અર્થો કર્યા છે. આ કૃતિ તેની અર્થરત્નાવલી વૃત્તિ સહિત લાભપુર (લાહોર)માં સં. ૧૬૭૬માં સંપૂર્ણ થઈ (પી. ૧,૬૮ {પ્ર.જિ.આ.].}) પણ તેનો કેટલોક ભાગ ૧૬૪૯માં તૈયાર કર્યો હતો ને તે વર્ષમાં અકબરની રાજસભામાં સંભળાવતાં અકબરે સ્વહસ્તે તે પુસ્તકને લઇ કવિના હાથમાં આપી પ્રમાણભૂત કર્યો હતો. વિશેષમાં સં. ૧૬૬૩માં રૂપકમાલા પર વૃત્તિ કે જે જિનચંદ્રસૂરિના શિષ્ય રત્નનિધાનગણિએ શોધી હતી (ભાં. ૫, નં. ૧૨૧૯), સં. ૧૬૬૫માં ચાતુર્માસિક પર્વ કથા (કાં. વડો), સં. ૧૬૬૬માં ગદ્યપદ્ય વાર્તા રૂપે કાલિકાચાર્ય કથા (વિવેક. ઉર્દુ, બાલચંદ્ર પતિ કાશી; સં. કૉ. વૉ. ૧૦ નં. ૫૭), સં. ૧૬૭૨માં મેડતામાં સામાચારી શતક, અને ૫૧૪વિશેષશતક (વિવેક. ૫૧૪. સમયસુંદરે શિષ્ય મેઘવિજય માટે પોતાના સં. ૧૬૭૨ માં રચેલ વિશેષ શતકની પ્રત સં. ૧૬૮૭માં સ્વહસ્તે લખી હતી તેમાં તે વર્ષે પડેલા ભયંકર દુષ્કાળનું વર્ણન પોતે આપેલ છે કે : मुनि वसुषोडश वर्षे गुर्जरदेशे च महति दुःकाले । मृतकैरस्थिग्रामे जाते श्री पत्तने नगरे ॥ भिक्षुभयानकवाटे जटिले व्यवहारिभि र्भृशं बहुभिः । पुरुषैर्माने युक्ते सीदति सति साधुवर्गेऽपि ॥ जाते च पंचरजतै धन्य मणे सकलवस्तुनि महयें । परदेशगते तोके मुक्ता पितृमातृबन्धुजनात् ॥ हाहाकारे जाते मारिकृतानेकलोकसंहारे । केनाप्यदृष्टपूर्वे निशि कोकिललुंटिते नगरे ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy