SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૫૬ થી ૮૬૧ ૧૭મા સૈકાનું સાહિત્ય ૩૮૩ ચરિત્ર, (પ્ર. મોહનલાલજી. જૈ. ગ્રંથમાલા નં. ૧), સં. ૧૬૫૬માં ખંભાતમાં ઋષભશતક કે જેને લાભવિજય ગણિએ સંશોધું (કાથ. ૧૮૯૧-૯૫ રીપોર્ટ), અને સં. ૧૬૫૭માં અમદાવાદમાં દશ તરંગમાં ૨૫૦ કથાવાળો કથારત્નાકર (કાં. વડો {સ મુનિચંદ્ર વિ. પ્રા. ૩ૐકારસૂરિ જ્ઞાન.) રચ્યાં. તેમના બીજા ગ્રંથો - અન્યોકિત મુક્તામહોદધિ, કીર્તિકલ્લોલિની (વિજયસેનસૂરિની પ્રશંસારૂપે), સૂક્તરત્નાવલી, સદ્ભાવશતક, ચતુર્વિશતિ સ્તુતિ, સ્તુતિ ત્રિદશતરંગિણી, કસ્તૂરી પ્રકર, વિજયસ્તુતિ, અને સેંકડો સ્તોત્રો છે અને તે ઉપરાંત મહાકાવ્ય તરીકે વિજયપ્રશસ્તિ કાવ્ય રચેલ છે તેમાં ૧૬ સર્ગ કરી પોતે સ્વર્ગસ્થ થતાં તે પછીના પાંચ સર્ગો તેમના ગુરુભાઈ વિદ્યાવિજયના શિષ્ય ગુણવિજયે સર્વસર્ગ પરની પોતાની ટીકા નામે વિજયદીપિકા સહિત પૂરા કર્યા. ૧૨ સં. ૧૬૮૮માં. આ કાવ્યમાં મુખ્યપણે વિજયસેનસૂરિનું વૃત્તાંત છે. છતાં તેમાં હીરવિજયસૂરિ અને વિજયદેવસૂરિનાં વૃત્તાંતો અને ઘણી ઐતિહાસિક હકીકતો મળે છે. (પ્ર) ય. ગ્રં. નં. ૨૩) ગુણવિજયે આ ટીકા ઈલાદુર્ગ (ઇડર)માં આરંભી, કેટલીક યોધપુર દુર્ગ (જોધપુર), શ્રીમાલમાં રચી, છેવટે શ્રી રોહિણી (શીરોહી) માં પૂરી કરી અને તે ચારિત્રવિજય વાચકે શોધી. (જુઓ વિજય પ્રશસ્તિની છેવટની પ્રશસ્તિ). ૮૬૦. સં. ૧૬૩૩માં વીરભદ્ર કંદર્પચૂડામણિ રચ્યો. તેજ વર્ષમાં ઉપર્યુક્ત ધર્મસાગર ઉપાધ્યાયના (ગુરુભાઈ વિમલસાગરના) શિ0 પદ્મસાગરે સ્વપજ્ઞ ટીકા સહિત નયપ્રકાશાષ્ટક (પી. ૪, ૧૦૨ પ્રવ હે ઝં. પાટણ), સં. ૧૬૪પમાં શીલપ્રકાશ (સ્થૂલિભદ્ર ચરિત્ર), સં. ૧૬૪૫માં ધર્મપરીક્ષા વેરાવળમાં (પ્ર. દે. લા.) અને સં. ૧૬૪૬માં સૌરાષ્ટ્ર રાષ્ટ્રસ્થિત મંગલપુર-માંગરોળમાં રહીને હીરવિજયસૂરિના વૃત્તાંત રૂપે ૨૩૩ શ્લોકમાં જગદ્ગુરુ કાવ્ય (પ્ર. લે. ઝં. નં. ૧૪), અને સં. ૧૬૫૭માં ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ વૃત્તિમાંથી પ્રાકૃત કથાઓને સંસ્કૃતમાં મૂકી પીપાડ ગામમાં ઉત્તરાધ્યયન કથાસંગ્રહ (વે. નં. ૧૭૦૩)ની રચના કરી. તેમના બીજા ગ્રંથોઃ-યુક્તિપ્રકાશ અને તે પર ટીકા, પ્રમાણપ્રકાશ અને તે પર વૃત્તિ, તિલકમંજરી વૃત્તિ, યશોધરચરિત, આદિ છે. ૮૬૧. સં. ૧૬૩૬માં ત. હર્ષસાગર-રાજસાગર શિ. રવિસાગરે રૂપસેન ચરિત્ર (ક. છાણી), સં. ૧૬૪૫માં માંડલમાં ખેંગાર રાજ્ય ૭૨૦૦ શ્લોક પ્રમાણ પ્રદ્યુમ્નચરિત્ર (કાં. વડો; હાલા. પાટણ ૫૧૨. તેમાં પ્રશસ્તિમાં ગુણવિજયે હેમવિજય સંબંધી જણાવ્યું છે કેઃश्रीहेम सुकवे स्तस्य हेमसूरेरिवाऽभवत् । वाग्लालित्यं तथा देवे गुरौ भक्तिश्च भूयसी ॥ यदीया कविताकान्ता न केषां कौतुकावहा ? । विनापि हि रजो यस्माद् यश:सुतमसूत या ॥ ૫૧૩. આ ગ્રંથ દિગંબર અમિતગતિ નામના આચાર્યના સં. ૧૦૭૦ માં રચેલા તે જ નામના-ધર્મપરીક્ષા પરથી પ્રાયઃ નકલ કરીને જ પદ્મસાગરે રચેલ છે. બંનેનો પ્રતિપાદ્ય વિષય એક છે. બંનેમાં મનોવેગ અને પવનવેગની પ્રધાન કથા અને તેની અંતર્ગત અન્ય અનેક ઉપકથાઓનું સમાન રૂપથી વર્ણન જોવામાં આવે છે. કયાંક કયાંક શ્વેતાંબર સંપ્રદાયને માન્ય એવો ફેરફાર કરેલ છે, પણ ઘણે સ્થળે મૂળ દિગંબરમાન્ય વસ્તુઓ રહી ગઇ છે. અમિતગતિના ગ્રંથની પદ્ય સંખ્યા ૧૯૪૧ છે તેમાંથી ૧૨૫૦ પદ્ય એમને એમ ઉતારી લીધાં છે, ૨૧૪ પદ્ય કંઈક અહીંતહીં ફેરફાર કરી મૂકેલ છે. પદ્યસાગરના ગ્રંથમાં કુલ પદ્ય ૧૪૭૪ છે. જુઓ . જુગલકિશોર મુખત્યારનો “ધર્મ પરીક્ષાકી પરીક્ષા એ નામનો લેખ-તેમના ગ્રંથ નામે “ગ્રંથપરીક્ષા' તૃતીય ભાગમાં (અ) જૈન ગ્રં. ૨, કાર્યાલય, હીરાબાગ, ગિરગામ, મુંબઈ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy