SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૩૮૨ પન્ના પર ઉક્ત ટીકા લખી હતી. તે પરથી વિસ્તાર કરીને મોટી ટીકા સં. ૧૬૩૪માં રચી કે જેમાં વિદ્યાવિમલ, વિવેકવિમલ અને આનંદવિજય ગણિઓએ શોધનલેખનમાં સહાય આપી હતી (પી. ૫, ૧૬૧; કાં. વડો; બુહ. ૬ નં. ૮૩૫ પ્ર) દયાવિમલ ગ્રંથમાલા નં. ૨૫) બીજી અવસૂરિઓ નામે તંદુલ યાલિય પન્નાપર (પ્ર) દે, લા. નં. ૫૯) કે જેના પરથી તેમના શિષ્ય (૧) વિશાલસુંદરે નાગપુર (નાગોર)માં સં. ૧૬૫૫માં સંક્ષેપ કર્યો છે (પ્ર; કાં.), જિનંદ્ર અનિટુકારિક પર (વિવેક0 ઉ0), જયાનંદસૂરિકૃત સાધારણજિન સ્તવ પર (પી. ૪, નં. ૧૩૬૯) અવસૂરિઓ રચવા ઉપરાંત સં. ૧૬૬રમાં હર્ષકુલગણિકૃત બંધહેતૃદય ત્રિભંગીપર અવસૂરિ (ભાં. ૬ નં. ૧૧૬૫) રચી (પ્રાચીન ૪ કર્મગ્રંથોની પ્રસ્તાવના). પ્રતિલેખનાકુલક ૨૮ પ્રા) ગાથામાં ર... (કા. વડો.) ૮૫૬. ખ૦ જિનભદ્રસૂરિ-સમયધ્વજ-જ્ઞાનમંદિર-ગુણશેખરવાચક શિ. નયસંગે અર્જુનમાલાકર (ભા. ૬ નં. ૧૪૭૬) અને સં. ૧૬૨૪માં તેમણે બાલપતાકાપુરીમાં પરમહંસ સંબોધ ચરિત (કથાવસ્તુ જયશેખરના પ્રબોધ ચિંતામણિ જેવું. જે. પ૭), અને સં. ૧૬૨૪માં જ ફલવદ્ધિ (ફલોધી)માં ખ૦ જિનેશ્વરસૂરિકૃત રૂચિતદંડકસ્તુતિ પર ખ૦ જિનહિંસસૂરિ-પુણ્યસાગર ઉ૦ ના શિષ્ય પધરાજે વૃત્તિવ્યાખ્યા રચી (પી. ૬, ૪૮) સં. ૧૬૨૫માં ખ. જિનચંદ્રસૂરિ રાયે ચારિત્રસિંહ ગણિએ કાતંત્ર વિભ્રમ પર અવચૂરિ રચી (વેબર નં. ૧૬૩૨) સં. ૧૬૨૬ આસપાસ પખજિનહર્ષસૂરિ શિ. દયારને ન્યાયરત્નાવલી રચી (વિવેક-ઉદે.) અને સં. ૧૬૨૭માં અજિતદેવે પિંડેવિશુદ્ધિ પર દીપિકાની રચના કરી. સં. ૧૬૨૯માં ચંદ્રગચ્છ (પછી પલ્લીવાલ) ગચ્છના મહેશ્વરસૂરિ (મહાવીરથી ૬૦ મી પાટે)ના પટ્ટધર ઉક્ત અજિતદેવ સૂરિએ ઉત્તરાધ્યયનસૂત્ર પર બાલાવબોધિની નામની ટીકા રચી. વળી તેમણે આચારાંગ પર દીપિકા નામની વૃત્તિ, તથા આરાધના રચી છે. (પાવ ભં.) ૮૫૭. સં. ૧૬૩૦ આસપાસ નાગોરી તપાગચ્છના રત્નશેખરસૂરિ-પૂર્ણચંદ્ર-હેમહંસ-હેમસમુદ્રસોમરત્ન-રાજરત્નસૂરિના પટ્ટધર ચંદ્રકીર્તિસૂરિએ પોતાના પૂર્વજ રત્નશેખરસૂરિના પ્રાકૃત છંદ: કોશ પર સંસ્કૃત ટીકા રચી. (બુહુ, ૪, નં. ૭૫; પી. ૫, ૧૯૩; કાં. વડો.) વળી તે જ રત્નશેખરસૂરિકૃત સિદ્ધચક્રાંત્રોદ્ધાર પર ટીકા રચી (ચુનીજી ભં. કાશી.) તે ચંદ્રકીર્તિસૂરિએ પદ્મચંદ્ર ઉપાધ્યાયની અભ્યર્થનાથી સારસ્વત વ્યાકરણ પર સુબોધિકા-દીપિકા-ચંદ્રકીર્તિ નામની ટીકા રચી કે જેનો પ્રથમદર્શ તેમના શિષ્ય હર્ષકીર્તિએ લખ્યો. (ગુ. નં. ૫૧-૩; વેબર નં. ૧૬૩૯ {પ્ર. ખેમરાજ કૃષ્ણદાસ) ૮૫૮. ત. વિજયદાનસૂરિ શિ. સકલચંદ્રગણિએ સં. ૧૬૨૧માં ધ્યાનદીપિકા (કેશરવિજયગણિકૃત ગૂ. ભા. સહિત મુદ્રિત), ધર્મશિક્ષા (કાં. વડો), પ્રા૦ માં હિતાચરણ હીરવિજયસૂરિરાજ્ય સં. ૧૬૩૦ માં, શ્રુતાસ્વાદ શિક્ષાદ્વાર (કેશરવિજય ભં. વઢવાણ) અને સં. ૧૬૬૦માં પ્રતિષ્ઠાકલ્પ રચ્યાં. ૮૫૯. ત૭ મુનિસુંદરરાજ્યમાં થયેલા લક્ષ્મીભદ્રની શાખામાં શુભવિમલ-અમરવિજયકમલવિજયના શિ. હેમવિજય એક સારા કવિ અને ગ્રંથકાર હતા. તેમણે સં. ૧૬૩૨માં પાર્શ્વનાથ ૫૧૧. કારણ કે તે વર્ષમાં આચારાંગ સૂત્રની પ્રત તેમણે લખેલી ઉપલબ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy