SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૫૧ થી ૮૫૫ ધર્મસાગર ઉપાધ્યાય ૩૮૧ ૮૫૨. આ સમયમાં ધર્મસાગર ઉપાધ્યાય-એક પ્રખર સ્વસંપ્રદાયવાદી થયા, અને તે તરીકે બીજા સંપ્રદાયોના ખંડનાત્મક ગ્રંથો તેમણે બનાવ્યા. તેમના હસ્તાક્ષરે આ. હેમચંદ્રના ઉણાદિગણસૂત્રોદ્વારની સં. ૧૬૦૪માં લખેલી પ્રત લબ્ધ છે. (વેબર નં. ૧૬૯૫) સં. ૧૬૧૭માં ઔટ્રિકમતોત્સૂત્ર દીપિકા ખરતરગચ્છના ખંડન રૂપે બનાવી, કે જેમાં પોતાને હીરવિજયસૂરિના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. (કાં. છાણી {સંશો. લાભ સાગર પ્ર.મી.ક. પેઢી કપડવંજ}); અને તત્ત્વતરંગિણી વૃત્તિ રચીપ૧૦ (બુહૂ. ૮ નં. ૩૮૪). સં. ૧૬૨૯માં પ્રવચન પરીક્ષા અપરનામ કુપક્ષકૌશિકાદિત્ય સવૃત્તિ (ભાં. ૩, પૃ. ૧૪૪-૧૫૫), કે જેમાં ઘણા જૈન સંપ્રદાયોનું ખંડન છે, તથા તે વર્ષમાં ઇર્ષાપથિકા ષટત્રિંશિકા (કી. ૨ નં. ૩૬૮ પ્ર. આ. સમિતિ નં. ૪૯) રચી. સં. ૧૬૨૮માં રાધનપુરમાં કલ્પસૂત્ર પર કિરણાવલી નામની ટીકા (પ્ર૦ આઠ સભા નં. ૭૧) અને સં. ૧૬૩૯માં જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ પર વૃત્તિ રચી હતી. આ છેલ્લી વૃત્તિની એક પ્રશસ્તિ (વે. નં. ૧૪૫૯) માં એમ જણાવ્યું છે કે તે ત. હીરવિજયસૂરિએ દીવાળીને દિને રચી અને તેમાં કલ્પકિરણાવલીકાર ધર્મસાગર ઉ∞, તેમજ વાનર ઋષિ (વિજયવિમલ)એ સહાય આપી તેમજ તેનું સંશોધન પાટણમાં ત0 વિજયસેનસૂરિ, કલ્યાણવિજય ગણિ, કલ્યાણકુશલ અને લબ્ધિસાગરે કર્યું હતું અને તેની આ પ્રશિસ્ત હેમવિજયે રચી. (આ પરથી કલ્પના થાય છે કે સૂરિના નામે ધર્મસાગરે મૂળમાં વૃત્તિ રચી પણ તે ધર્મસાગર ખંડન શૈલીવાળા હોવાથી રખેને તેમાં બીજાનું ખંડન હોય તેથી તેનું સંશોધન ઉક્ત વિદ્વાનો પાસે કરાવ્યું હોય.) ૮૫૩. ધર્મસાગરના બીજા ગ્રંથો:-ગુર્વાવલી-પટ્ટાવલી સવૃત્તિ, પર્યુષણાશતક સવૃત્તિ (વેજ નં. ૧૮૪૭), સર્વજ્ઞશતક સવૃત્તિ, વર્ધમાન દ્વાત્રિંશિકા (નવ રસારૂસાજ વર્ષે ? ૧૬૬૯ માં ?-કાં. વડો), ષોડશશ્લોકી-ગુરુતત્ત્વપ્રદીપદીપિકા સવિવરણ (બુહ. ૮ નં. ૩૯૯) વગેરે છે. આ પૈકી ગુર્વાવલીમાં તપાગચ્છના આચાર્યોની હીરવિજયસૂરિ સુધીની પરંપરા આપી છે. તેની એક પ્રતની અંતે જણાવેલું છે કે હીરવિજયસૂરિની આજ્ઞાથી વિમલહર્ષ, કલ્યાણવિજય, સોમવિજય અને લબ્ધિસાગર ગણિઓએ મુનિસુંદરકૃત ગુર્વાવલી, જીર્ણ પટ્ટાવલી, દુઃખમાસંઘસ્તોત્રયંત્ર વગેરે સાથે સરખાવી આને સં. ૧૬૫૮ના વર્ષમાં અમદાવાદમાં તપાસી હતી. કી. ૧. (જુઓ પારા ૮૧૯ થી ૮૨૧.) ૮૫૪. પાર્શ્વચંદ્ર ગચ્છીય બ્રહ્મ મુનિ(વિનયદેવ સૂરિ)એ દશાશ્રુતસ્કંધ પર જિનહિતા નામની ટીકા (ભાં. ઇ. નં. ૧૦૮૯ સન ૧૮૯૧-૯૫), જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પર અણહિલવાડમાં વૃત્તિ રચી કે જે તે ગચ્છના વિજયદેવસૂરિએ સંશોધી હતી (કાં. વડો.). ૮૫૫. વાનરઋષિ-વિજયવિમલ-એક વિદ્વાન મુનિ હતા. તેઓ ત. આનંદવિમલસૂરિના શિષ્ય હતા. તેમણે વિજયદાનસૂરિના રાજ્યે (સં. ૧૬૨૨ પહેલાં) ગચ્છાચાર પયન્નાપર ટીકા લખી. (પ્ર. આ. સમિતિ નં. ૩૬) તેમણે કર્મ પર પ્રક૨ણો નામે ભાવપ્રકરણ રચીને તે પર સ્વોપક્ષ વૃત્તિ-અવસૂરિ (મુદ્રિત) સં. ૧૬૨૩માં, તથા બંધોદય સત્તા પ્રકરણ રચીને તે પર સ્વોપજ્ઞ અવસૂરિ રચી છે. ગચ્છાચાર ૫૧૦. આ તત્ત્વતરંગિણી વૃત્તિની સે, ૧૬૧૭ની લિખિત પ્રત પાટણના વાડી પાર્શ્વનાથ ભંડાર દા. ૧૫માં છે તેમાં જણાવ્યું છે કે ‘આ ગ્રન્થનો કર્તા સર્વગચ્છસૂરિઓથી જિનશાસનમાંથી ઉત્સૂત્રપ્રરૂપણા કરવા માટે બહિષ્કૃત કરેલ ધર્મસાગર છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy