SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૫ સત્તરમા શતકની સાહિત્યપ્રવૃત્તિ સંસ્કૃત પ્રાકૃત સાહિત્ય હીરવિજયસૂરિ તથા વિજયસેનસૂરિના શિષ્યો પૈકીઃलक्षणार्णर्वपारीण, मतिवैभवधारिणः । केचित् केचित्तर्कशास्त्र वाग्वाक्पत्यनुकारिणः ॥ ५० ॥ केचित् पुनर्नव्यकाव्यकलाकौशलहारिणः । केचिच्च कौतुकाकीर्णाख्यानव्याख्यानकारिणः ॥ ५१ ॥ केचित् सकल सूत्रार्थ प्रश्नप्रतिवचः प्रदाः । अगण्यगणितज्योतिःशास्त्रविज्ञाश्च केचन ॥ ५२॥ केचित् साहित्यशास्त्राब्धिमथने मन्दराद्रयः । केचिच्च रुचिराचारविचारचतुराशयाः ॥ ५३ ॥ -વિજયપ્રશસ્તિ સર્ગ ૨૧. - કેટલાક વ્યાકરણ રૂપી સમુદ્રના પારગામી મતિવૈભવવાળા, કેટલાક તર્કશાસ્ત્રમાં બૃહસ્પતિ જેવા, કેટલાક નવાં કાવ્ય રચવાના કૌશલવાળા, કેટલાક કૌતુકવાળા આખ્યાનોનાં વ્યાખ્યાન કરનારા, કેટલાક સકલ સુત્રોના આ પ્રશ્નોના ઉત્તર દેનારા, કેટલાક ન ગણાય તેવા ગણિત અને જ્યોતિ શાસ્ત્રના જાણકાર, કેટલાક સાહિત્યશાસ્ત્ર-કાવ્યશાસ્ત્ર રૂપી સાગરનું મંથન કરવામાં મેરૂ પર્વત જેવા અને કેટલાક રૂચિર આચાર અને વિચારમાં ચતુર આશયવાળા હતા. ૮૫૧. સં. ૧૬૦૧માં વિવેકકીર્તિગણિએ હરિપ્રસાદ કૃત પિંગલસાર વૃત્તિની પ્રત લખી. (બાલચંદ્ર ભં. કાશી) સં. ૧૬૦૫માં ત. લાવણ્યધર્મના શિ. ઉદયધર્મગણિએ વિજયદાનસૂરિ રાજ્ય ઉપદેશમાલાની ૫૧મી પ્રાકૃત ગાથાના સો અર્થ કરનારી શતાર્થવૃત્તિ રચી (કાં. વડો; હાલા. પાટણ). સં. ૧૬૧૦માં સલીમશાહના રાજ્યમાં ખ. જિનભદ્રસૂરિ-ભાનુપ્રભ-તેમના ૪ શિષ્ય નામે મતિસેન, મહિમાલાભ, કુશલસિંહ અને ચંદ્રવર્ધન-તે ૪ ના ૩ શિષ્ય મેઘનંદન, દયાનંદન અને જયવિજય તે પૈકી મેઘનંદનના શિષ્ય રત્નાકર પાઠકે શાંતિસૂરિના પ્રા. જીવવિચાર પર સંસ્કૃત વૃત્તિ રચી (કાં. વડો. પ્ર. યશો. પાઠશાળા મહેસાણા). સં. ૧૬૧૭ માં ખ. જિનમણિકયસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિએ જિનવલ્લભ ક્ત પોષધવિધિ પર વૃત્તિ અણહિલવાડ પાટણમાં રચી કે જેનું સંશોધન પુણ્યસાગર ઉ0, ધનરાજ પાઠક અને સાધુકીર્તિગણિએ કર્યું ને તેમાં જયસોમ ઉપાધ્યાયે સહાય કરી (કાં. વડો. ‘યુગપ્રધાન જિનચંદ્રસૂરિ'ના પરિશિષ્ટમાં પ્રકાશિત }) સં. ૧૬૧૯માં ખ૦ જિનભદ્રસૂરિ શાખાના પામેરૂ-મતિવર્ધનમેરૂતિલક-દયાકલશ અને અમરમાણિજ્યના શિષ્ય સાધુકીર્તિ ગણીએ સંઘપટ્ટક પર અવચૂરિ કરી (આ.ક. પાલી0) સં. ૧૯૨૧માં જ્ઞાનપ્રમોદે વાભટ્ટાલંકાર પર વૃત્તિ રચી. તથા તે જ વર્ષમાં નાગોરમાં ખ હીરકલશે પ્રા.માં જોઇ હીર (જ્યોતિષસાર) ઉદ્ધરી રચ્યો. (મુદ્રિત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy