SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૪૯ થી ૮૫૦ બનારસીદાસ ૩૭૯ ૮૫૦. કવિવરને આ અવસરની અવસ્થા પર પાછળથી અત્યંત ખેદ થયો ‘પૂર્વ કર્મના ઉદયસંયોગથી અસાતાનો ઉદય થયો હતો, પણ તે કુમતિના ઉત્પાદનું યથાર્થ કારણ હતું. આથી બુદ્ધિમાનો અને ગુરુજનોની શિક્ષાઓ પણ કંઇ અસર ન કરી શકી. જ્યાં સુધી કર્મવાસના હતી ત્યાં સુધી દુર્બુદ્ધિને રોકવામાં કોણ સમર્થ થઈ શકયો છે ? પરન્તુ જ્યારે અશુભના ઉદયનો અન્ન આવ્યો એટલે સહજ સર્વ ખેલ મટી ગયો અને જ્ઞાનનો યથાર્થ પ્રકાશ સમક્ષ થયો.' આ પ્રકારે સં. ૧૬૯૨માં નેત્ર ખુલ્યાં-હૃદયપલટો થયો; અને તે પંડિત રૂપચંદનો સમાગમ આગ્રામાં થયો ને તેના કહેવાથી દિગંબર કર્મગ્રંથ નામે ગોમટ્ટસારમાં ગુણસ્થાનો આદિ જાણ્યા પછી ત્યારે ‘સ્યાદ્વાદ પરિણતિ પરિણમી, અને પોતે દૃઢ જૈન થયો. હૃદયની કાલિમા ગઇ, ને સમતા આવી.' આ દરમ્યાન એટલે ૧૬૯૨ પહેલાં સોમપ્રભસૂરિની સૂક્તિમુક્તાવલી (સિંદૂર પ્રકર)નો અનુવાદ, અધ્યાત્મબત્તીસી વગેરે કૃતિઓ રચી. તેમાં મોટા ભાગમાં એકાન્ત નિશ્ચયનયની વાત છે. સં. ૧૬૯૩માં સમયસાર નાટક નામનો ગ્રંથ હિદીપદ્યમાં રચ્યો. (ઉક્ત અદ્વિતીય અનુપમ કુંદકુંદકૃત સમયસાર નાટક અને તે ૫૨ અમૃતચંદ્રાચાર્ય કૃત સંસ્કૃત વ્યાખ્યાનનો આધાર લઈ તેના મર્મને પોતાના રંગથી રંગી પોતાના શબ્દોમાં કવિએ રચેલો તે હિંદી ગ્રંથ ઘણો અપૂર્વ છે. તેનો પ્રચાર અને આદર શ્વેતામ્બર અને દિગંબર બંને સંપ્રદાયોમાં ખૂબ છે. આ વેદાન્તીઓને પણ આનંદ આપે તેવો છે. તેની ભાષા ઉચ્ચશ્રેણીની છે.) સં. ૧૬૯૬માં એકનો એક પુત્ર મૃત્યુ પામતાં અતિશય શોક થયો. બે વર્ષ પછી તે મોહ ઉપશાન્ત થયો.-એટલું જણાવી સં. ૧૬૯૮માં પોતાના કથાનકના પૂર્વાર્ધને (અર્ધકથાનકને) ૬૭૩ દુહામાં પૂર્ણ કરેલ છે. આ આત્મજીવન દોષને છૂપાવ્યા વગર ખુલ્લે ખુલ્લું કહેનારૂં એક અપૂર્વ ચરિત છે, કે જેવું આત્મચરિત ભારતી સાહિત્યમાં મુસલમાન બાદશાહોનાં આત્મચરિતો સિવાય એક જ છે કે જે આધુનિક સમયનાં આત્મચરિતોની પદ્ધતિ પર લખાયું છે.૫૯ જણાવ્યું નથી, કારણ કે તેમણે આગ્રામાં ગયા પછી પોતાની નજરે જોયું હતું કે બનારસીદાસ નિરપત્ય સ્વર્ગસ્થ થતાં તેની ગાદીએ તેના મિત્ર કુંવરપાલ આવ્યા અને તેના અનુયાયીઓનો મત ચાલતો હતો અને તેઓ બનારસીદાસનાં વાક્યોને ‘ગુરુ મહારાજે આમ કહ્યું છે' એમ કહેતા હતા. એટલે કેવલ નિશ્ચયનું અવલંબન તે અનુયાયીઓએ લીધું ને એ રીતે બનારસીદાસનો મત સ્થપાયો, એથી તેના ખંડન તરીકે યુક્તિબોધ નાટક મેઘવિજયજીએ રચ્યું. મૂળ પુરુષની પોતાની ઇચ્છા ન હોય છતાંયે પાછળના તેની ગાદી સ્થાપે ને તેના નામથી મત ચલાવે એ પ્રથા હિદમાં ઘણા વખતથી ચાલુ છે. (જુઓ ૨૪-૧૨-૨૩નો ‘જૈન શાસન'નો અંક પૃ. ૩૩૭ લેખ નામે ‘શ્રી મેઘવિજય ઉપાધ્યાયનું યુક્તિપ્રબોધ નાટક'). ૫૦૯. આ અર્ધથાનક મારા મિત્ર શ્રીયુત નાથુરામ પ્રેમીએ સંપાદિત કરેલા બનારસીવિલાસ (પ્ર. જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય)ની પ્રસ્તાવનામાં સારસહિત મુખ્યતઃ છપાયું છે. વિશેષમાં જુઓ જૈન શ્વે. કોન્ફરન્સ હેરેલ્ડ જુલાઇઓકટોબર ૧૯૧૫ના સંયુક્ત અંકમાં તેની મૂલ પ્રત પરથી મારો લખેલ ‘કવિવર બનારસીદાસ' એ લેખ અને પ્રેમીજીનો ‘હિન્દી જૈન સાહિત્ય ઇતિહાસ' એ નિબંધ. (Ardha Kathanak or half tale બનારસીદાસ કૃત અર્ધકથાનક અંગ્રેજી અનુવાદ સાથે - ડૉ. મુકુંદ લાઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy