SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૭૮ કેવલ રાત્રિએ ઘેર આવતા. સાધુશ્રીની પાસે સામાયિક પ્રતિક્રમણાદિ જૈન ક્રિયાઓનાં સૂત્રો, છંદશાસ્ત્ર, શ્રુતબોધ, કોષ અને અનેક સ્ફુટ શ્લોક આદિ કંઠસ્થ કર્યા. પણ ઈશ્કબાજી છૂટી નહિ. એક શૃંગારી ગ્રંથ રચ્યો. સોળમે વર્ષે કુષ્ટરોગ થયો તે એક વૈદ્યે મટાડયો. ૧૬૬૦માં અભ્યાસ છોડયો. ૧૬૬૧ માં એક સંન્યાસીએ સોનામહોર મેળવવાનો મંત્ર આપી પૈસા કઢાવ્યા પણ એક વર્ષની મુદતે પણ મુદ્રાપ્રાપ્તિ ન થઈ. આ વાત ભાનુચંદ્રજીને કહેતાં ભરમ નીકળ્યો. ૧૬૬૪માં પોતાની શૃંગારપોથી ગોમતી નદીમાં પધરાવી. ત્યારથી ઈશ્કબાજી અને પાપકર્મને વોસિરાવ્યાં. ધર્મવૃત્તિ જાગી. વિલક્ષણ ફે૨ફા૨-ક્રાંતિ થવાથી વ્રત નિયમ પૂજા પાઠ આદિ કરવા લાગ્યા. સં. ૧૬૧૭માં પિતાએ સર્વ ઝવેરાત અને મિલકત પુત્રને સોંપી દીધાં. એ લઇ કવિ આગરે ઝવેરીનો વેપાર કરવા આવ્યા પણ તેમાં નુકશાન થયું. જોનપુર આવી રહ્યા. પિતા સ્વર્ગસ્થ થયા એટલે પુનઃ આગ્રા સં. ૧૬૭૩માં આવ્યા. ત્યાં મરકી (હાલ જેને પ્લેગગાંઠીઓ તાવ કહે છે તે રોગ) થતાં લોકોની નાસભાગ થઇ. પોતે ભાગી પછી અહિચ્છત્ર પાર્શ્વનાથ, હસ્તિનાપુર, દિલ્લી, મીરત આદિ સ્થલે યાત્રા કરી આગ્રા સહકુટુંબ આવ્યા. સં. ૧૬૭૬ થી ૧૬૮૦માં પોતાની કૌટુંબિક સ્થિતિમાં ફેરફાર થયા. ૮૪૯. સં. ૧૬૮૦માં એ કવિનું ભારે પરિવર્તન થયું. આગ્રામાં અર્થમલ્લજી નામના એક અધ્યાત્મરસિક સજ્જનની સાથે પરિચય થતાં ને તેમના બોધથી રામમલ્લકૃત બાલાવબોધ ટીકા સહિત દિગંબર કુંદકુંદાચાર્યમૃત સમયસાર નાટક મનનપૂર્વક વાંચતાં બનારસીદાસને નિશ્ચયનય જ સર્વત્ર સૂજવા લાગ્યો. વ્યવહાર નય પરથી શ્રદ્ધા જ ઉઠી ગઈ અને જ્ઞાનપચ્ચીસી, ધ્યાનબત્તીસી, અધ્યાત્મ બત્તીસી, શિવમન્દિર આદિ કેવલ નિશ્ચયનયને પોષતી અધ્યાત્મકૃતિઓ બનાવી. બાહ્ય ક્રિયાઓ પર શ્રદ્ધા ચાલી ગઈ; ભગવાન પર ચઢેલ નૈવેદ્ય (નિર્માલ્ય) પણ ખાવા લાગ્યા. ચંદ્રભાણ, ઉદયકરણ, થાનમલજી આદિ મિત્રોની એ જ દશા હતી. અધ્યાત્મચર્ચામાં ડૂબી જતા. છેવટે તો ચારે જણ એક ઓરડીમાં નગ્ન બની પોતાને પરિગ્રહ રહિત (દિગંબર) મુનિ માની ફરતા. આથી શ્રાવકો બના૨૨સીદાસને ‘ખોસ૨ામતી' કહેવા લાગ્યા. આ એકાન્તદશા સં. ૧૬૯૨ સુધી રહી.૧૦૮ ૫૦૮. ૧૮ મી સદીમાં થયેલ શ્વે. શ્રી યશોવિજયને આગ્રામાં બનારસીદાસના અનુયાયી કુમારપાલ અને અમરચંદ આદિ પોતાને આધ્યાત્મિકો કહેવરાવતા હતા, તેમનો સાક્ષાત્ પરિચય થયો હતો અને તે મતનું ખંડન કરવા તેમણે બે ગ્રંથ નામે અધ્યાત્મમત-ખંડન ૧૮ શ્લોકમાં રચી તે ૫૨ સ્વોપશ વૃત્તિ રચી તથા અધ્યાત્મ-મતપરીક્ષા ૧૧૮ પ્રા. ગાથામાં રચી તે પર પણ સવિસ્તાર સં. ટીકા કરી છે. વળી તેજ સદીમાં થયેલ શ્વેતામ્બર મેઘવિજય ઉપાધ્યાયે યુક્તિપ્રબોધ નાટક મૂળ પ્રાકૃત ગાથામાં અને તેના પર સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકા સહિત રચ્યું છે. તેમાં તેમણે સં. ૧૬૮૦માં બનારસીદાસની આ દશાને બનારસીમત અધ્યાત્મ મત જણાવી તેનું ખંડન કર્યું છે. તેમાં એમ કહ્યું છે, તેણે ૧૬૮૦માં પોતાનો મત કાઢ્યો. તે વારણાસીય મત એવો હતો કે સાધુઓ અને શ્રાવકોના આચારોમાં ઘણા અતિસાર-દોષ લાગે છે. જેવું સાધુપણું ને શ્રાવકપણું શાસ્ત્રમાં છે તેવી રીતે કોઈ સાધુ કે શ્રાવક વર્તાતો નથી; એટલે કે આજકાલ સાધુપણું કે શ્રાવકપણું છે નહિ. જે દ્રવ્યક્રિયાઓ કરવામાં આવે છે તે બધી કષ્ટક્રિયાઓ માત્ર છે, તેથી કંઈ ફળ નીકળવાનું નથી, માટે કેવળ અધ્યાત્મમાં લીન થવું એ સર્વથા શ્રેષ્ઠ છે’-આમ જણાવી તે મતનું ખંડન કર્યું છે અને સાથે સાથે દિગંબરીઓ શ્વેતાંબરીઓથી જે ૮૪ બાબતમાં ભિન્ન પડે છે તે દિગંબરીઓના મતનું પણ ખંડન કર્યું છે. મેધવિજય પંડિતે બનારસીદાસ ૧૬૯૨માં બદલાયા ને તેની દશા ફરી-દૃઢ જૈન થયા એ વાત પર કંઈ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy