SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૪૧ થી ૮૪૮ જિનચક્ર સૂરિ અને અકબર ૩૭૭ કર્યો. [આ ઉપર જણાવ્યા પ્રમાણે મંત્રી કર્મચંદ્રપ્રબંધમાંથી લીધું છે તે મૂળ સંસ્કૃતમાં ક્ષેમશાખામાં પ્રમોદમાણિકય શિષ્ય જયસોમ ઉપાધ્યાયે સં. ૧૬૫૦ના વિજયાદશમી દિને લાહોરમાં રચ્યો ને તે પર સંસ્કૃત વ્યાખ્યા તેમના શિષ્ય ગુણવિનય સં. ૧૬૫૫માં રચી. અને તે વર્ષમાં તે ગુણવિનયે ગુજરાતી પદ્યમાં અનુવાદ રચ્યો.] {આ. જિનચંદ્રસૂરિએ પૌષધવિધિ પ્રકરણ રચ્યું છે. “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ પૃ. ૪૫. લે. અગરચંદ નાહટા} ૮૪૫. સં. ૧૬૬૯માં જહાંગીર પાતસાહે એવો હુકમ કર્યો હતો કે સર્વ દર્શનના સાધુઓને દેશ બહાર કરવા; આથી જૈન મુનિમંડળમાં સર્વત્ર ભીતિ ઉત્પન્ન થઈ. જિનચંદ્રસૂરિએ પાટણથી આગ્રા આવી બાદશાહને સમજાવ્યો ને આગળનો હુકમ રદ કરાવ્યો. ૮૪૬. જિનસિંહસૂરિના પટ્ટધર જિનરાજસૂરિએ લોદ્રવપત્તનમાં જેસલમેરવાસી થીરૂશાહે ઉદ્ધાર કરાવેલા વિહાર શૃંગાર ચિંતામણિ પાર્શ્વનાથના ચૈત્યની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૭૫માં (જે. પરિ. ૬) અને તે વર્ષમાં અમદાવાદના પોરવાડ સોમજી પુત્ર રૂપજીએ શત્રુંજય પર કરાવેલ ચતુર્કાર વિહારમાં ઋષભનાથની અને ૫૦૧ પ્રતિમાની પ્રતિષ્ઠા આ સૂરિ હાથે કરાવી. ઉક્ત થીરૂશાહે સં. ૧૬૮૨માં શત્રુંજયનો સંઘ કાઢી ત્યાં ગણધરોની પાદુકા કરાવી. (એપી. ઈ. ૨, ૬૮) અને સં. ૧૬૯૩માં લોદ્રવામાં અનેક દેહગૃહો બંધાવ્યા (જે. પરિશિષ્ટો). આ થીરૂશાહનો પુસ્તક ભંડાર જેસલમેરમાં છે. ૮૪૭. સમયસુંદર ૫૦૭ મૂળ સાચોરના પોરવાડ એક સારા વિદ્વાન થયા. સંસ્કૃત અને દેશી ભાષામાં અનેક કૃતિઓ કરવા ઉપરાંત તેમણે જેસલમેરના રાઉલ ભીમ પાસે સાંઢ મારવાનું બંધ કરાવ્યું. લાહોરમાં અષ્ટલક્ષી નામનો ગ્રંથ રચી. (એક વાક્યના આઠ લાખ અર્થ બતાવી.) અકબર બાદશાહને રંજિત કર્યો અને જિનચંદ્રસૂરિ પાસે વાચક પદવી લીધી. શીતપુર-સિંધુ વિહારમાં મખન્મ મહમદ શેખને સમજાવી જીવદયાનો પડો વજડાવ્યો-પંચનદ (પંજાબ)નો પ્રદેશ જીવદયાવાળો કર્યો ને તેમાં ગાયની વિશેષતા કરાવી. તેમને મેડતા અને મંડોવરના રાજકર્તા પણ માન આપતા હતા. ૮૪૮. સત્તરમી સદીમાં બનારસીદાસ નામના શ્રાવક હિંદી ભાષાના શ્રેષ્ઠ જૈન કવિ થયા. હિંદી ભાષામાં જૈનોમાં આના કરતાં સારો પ્રતિભાશાળી કવિ કોઈ થયો નથી એમ અમને લાગે છે. તેઓ આગરાના રહેવાશી શ્રીમાલ વૈશ્ય હતા. તેમનો જન્મ સં. ૧૬૪૩ માં જૌનપુરમાં થયો. પિતા ખરગસેનને બનારસ (કાશી)માંના પાર્શ્વનાથ પર બહુ જ પ્રીતિ હતી અને બનારસ જતાં ત્યાંના પૂજારીના કહેવાથી તેનું નામ તેણે બનારસીદાસ રાખ્યું. (મૂલ નામ વિક્રમજીત હતું). સં. ૧૬૫૪માં વિવાહ થયો. સં. ૧૬૫૭ માં ઇશ્કબાજીમાં પડી ગયા. ત્યારે જોનપુરમાં (લઘુ) ખરતરગચ્છીય મુનિ ભાનુચંદ્ર (અભયધર્મ ઉપાધ્યાયના શિષ્ય) આવતાં બનારસીદાસને પિતા સાથે જતાં તેમનો સમાગમ થયો. મુનિ સદાચારી અને વિદ્વાન્ હોવાથી બનારસીદાસ પૌષધશાલામાં મુનિ પાસે જ રહેલા લાગ્યા. ૫૦૭. વિશેષ માટે જુઓ મારો નિબંધ “કવિવર સમયસુંદર'-ભાવનનગર ગૂજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલજૈન સાહિત્ય સંશોધક ખંડ ૨ અંક ૩-૪ અને આનંદ કાવ્યમહોદધિ મૌકિક ૭ માની પ્રસ્તાવના. સંસ્કૃત કૃતિઓ માટે જુઓ આગળ, અને ગુજરાતી કૃતિઓ માટે જુઓ મારો “જૈન ગૂર્જર કવિઓ' પ્રથમ ભાગ પૃ. ૩૩૧-૩૯૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy