SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૭૬ શાહે રાજાની અવકૃપા વગેરે જાણી મંત્રીને પોતાની પાસે રાખ્યો; સારો હાથી પછી શિકારી ઘોડો બક્ષી તેને ગંજાધિકારી–ભંડારી બનાવ્યો. ૮૪૧. એક દિવસે અકબર બાદશાહે જિનદર્શનમાં કોણ સારા ગુરુ છે તે પૂછતાં કોઈ એ ખરતર ગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિનું નામ આપ્યું; પછી તેમના શિષ્ય કર્મચંદ્ર છે એમ જાણી તેમને બોલાવી પોતાની પાસે સૂરિને લઈ આવવા તેને ફરમાન દીધું. આચાર્ય ગૂજરાતના ખંભાતમાં હતા, તે શાહી હુકમ જોઈ અમદાવાદ-સીરોહી થઈ સુવર્ણગિરિ (જાલોર) ક્રમે આવી ત્યાં ચોમાસું કર્યું. માગસર માસમાં વિહાર કરી મેડતા, નાગોર, વીકાનેર, બાપેઉ, રાજલદેસ૨, માલસર, રિણપુર થઇને સરસ્વતિપત્તન (સરસા)માં આવી ફાગણ સુદ ૧૨ (ઈદ)ને દિને લાહોરમાં આવ્યા. બાદશાહે ગોખમાં આવી સૂરિનું સન્માન કર્યું અને તેના આગ્રહથી આચાર્યે લાહોરમાં ચાતુર્માસ કર્યું. આ વખતે જયસોમ, રત્નનિધાન, ગુણવિનય અને સમયસુંદર સાથે હતા. ૮૪૨. જિનચંદ્રસૂરિ અને અકબર બાદશાહ-એ બે વચ્ચે વાર્તાલાપ થયો. તે સૂરિએ જણાવ્યું કે દ્વારકામાં બધાં જૈન જૈનેતર દેહરા-દેવમંદિરોનો નવરંગખાને વિનાશ કર્યો છે તો જિનમંદિરોની રક્ષા થવી ઘટે. બાદશાહે ત્યાં ઉત્તરમાં કહ્યું કે શત્રુંજયાદિ સર્વ જૈન તીર્થો હું આ કર્મચંદ્ર મંત્રીને સ્વાધીન કરૂં છું. તે સંબંધીનું ફરમાન પોતાની મુદ્રાથી અંકિત કરી આજમખાનને આપ્યું કે સર્વ તીર્થ કર્મચંદ્રને બક્ષેલ છે તો તેની રક્ષા કરો. આથી શત્રુંજયપર મ્લેચ્છે કરેલ ભંગનું નિવારણ થયું. ૮૪૩. અકબરને કાશ્મીર જવાનું થયું તે પહેલાં તેણે મંત્રી પાસે જિનચંદ્રસૂરિને બોલાવી તેમનો ‘ધર્મલાભ’ લીધો અને તે વખતે તે સૂરિના પુણ્યહેતુ માટે આષાઢ સુદ ૯ થી સાત દિવસ સુધી આખા સામ્રાજ્યમાં ‘અમારિ’ પળે-જીવહિંસા ન થાય એવું ફરમાન કાઢી તેને ૧૧ સુબામાં મોકલી આપ્યું.પ ૫૦૬ આ હુકમ સાંભળી શાહને રંજવા તાબાના રાજાઓએ પોતપોતાના દેશમાં કોઈએ ૧૫, કોઇએ ૨૦, કોઈએ ૨૫, કોઇએ એક માસ તો કોઈએ બે માસ સુધીની ‘અમારિ’ પાળવાના હુકમ કર્યા. સૂરિ લાહોર રહે પણ તેમના શિષ્ય માનસિંહને કાશ્મીર મોકલવા શાહે કહેવરાવ્યું. માનસિંહ કાશ્મીર ગયા અને તેમના કહેવાથી શાહે ત્યાંના સરોવરના જલચરને હિંસાથી મુક્ત કર્યા. શાહે કાશ્મી૨ સર કર્યું પછી તે લાહોર આવ્યો. ૮૪૪. અકબરશાહે લાહોરમાં જિનચંદ્રસૂરિને ‘યુગપ્રધાન' પદ ને તેમના શિષ્ય માનસિંહને આચાર્ય પદ આપ્યું ને નામ જિનસિંહસૂરિ રાખ્યું. (સં. ૧૬૪૯ ફાગણ સુદ બીજ). તે વખતે જયસોમને તથા રત્નનિધાનને પાઠક પદ અને ગુણવિનય તથા સમયસુંદરને વાચક પદ આપવામાં આવ્યું. કર્મચંદ્ર મંત્રીની વિનતિથી આ અવસરે બાદશાહે અમારિ ઘોષણા કરી; સ્તંભતીર્થ(ખંભાત)ના સમુદ્રમાં એક વર્ષ સુધી હિંસા ન થાય તેમ કર્યું અને લાહોરમાં એક દિવસ માટે સર્વ જીવની રક્ષા કરી. કર્મચંદ્રે મૂળ સ્વામી રાજા રાજસિંહ પાસે જઈ તેને નમી આજ્ઞા લઈ આ મહોત્સવ અતિશય દાનપૂર્વક ૫૦૬. આ ફરમાનની નકલ માટે જુઓ સરસ્વતી માસિક જુન ૧૯૧૨, હીરવિજયસૂરિ પર લેખ, કૃપારસકોશમાં શ્રીજિનવિજયની પ્રસ્તાવના, જૈનયુગ જેઠ-શ્રાવણ ૧૯૮૬ નો અંક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy