SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૩૬ થી ૮૪૦ મંત્રી કર્મચન્દ્ર ૩૭૫ છોડી દેવો ને તેમનો માંડવીના દાણનો ચોથો ભાગ માફ કરવો તથા છાલીનો (ઉરભ્ર અજ આદિનો) કર કાઢી નાખવો. આ પ્રમાણે રાજાએ કરી આપ્યું અને વણમાંગ્યા ચાર ગામ વંશપરંપરા બક્ષીસ કર્યાં. ૮૩૮. આ મંત્રીએ બાદશાહનો આદેશ થતાં દિલ્લી પર હલ્લો કરવા નાગોરથી જતા ઈબ્રાહીમ મીર્ઝાના લશ્કરને નસાડ્યું-તોડ્યું. વળી ગૂજરાતમાં પહોંચેલા મહમદ હુસેન મીર્ઝાની સાથે લડાઈ કરી તેને જીત્યો. સોજત, સમીયાણા, જાલોર અને આબૂ દેશને પણ સર કર્યા. મુગલ સેનાએ આક્રમેલ આબૂ તીર્થ પર અકબરના ફરમાનથી ત્યાંના ચૈત્યોની પુનઃ સુવ્યવસ્થા કરી. શિવપુરી-સીરોહીથી આવેલ બંદિજનને અન્ન વસ્ત્ર આપી પોતાને ઘેર લાવી સન્માન્યાં. આબૂ પરના પ્રાસાદને સુવર્ણ દંડ ધ્વજા અને કલશથી મંડિત કર્યાં. સમિયાણા સર કરતાં પકડાયેલ બંદિવાનોને છોડાવ્યા. સં. ૧૬૩૫માં પડેલા મહાદુષ્કાળમાં ૧૩ માસ શત્રાગાર ખોલી રોગગ્રસ્ત દીન અને નિર્બલજનોનું રક્ષણ કર્યું. મુગલ તુરસમખાને સીરોહી દેશ લૂંટયો ને ત્યાંથી હજાર જૈન પ્રતિમા તેમાંથી સોનું નીકળશે એમ જાણી શાહી દરબારમાં લઈ ગયો તેને સોનૈયા આપી કર્મચંદ્રે વિકાનેરમાં આણી. (આ ૧૦૮૫ અતિ પ્રાચીન પ્રતિમાઓ વીકાનેરમાં ચિંતામણિજીના મંદિરના ભોંયરામાં રાખેલી છે તે આ ૧૯૮૭ના વર્ષના કાર્તિક સુદિ ૩ ને દિને ઉત્સવપૂર્વક બહાર કાઢી વદી ૪ ને દિને પુનઃ ભોંયરામાં મૂકી દીધી છે.) ૫૦૫ ૮૩૯. કર્મચંદ્ર વત્સરાજ (વછરાજ)નો વંશ જ હોવાથી બચ્છાવત કહેવાતો. તેનું મહત્ત્વ વધારવા માટે અકબરે એવો પ્રસાદ કર્યો કે તેના-વત્સરાજના વંશજોની સ્ત્રીઓના જ પગે સોનાનાં આભૂષણો પહેરી શકાય. (ત્યારથી તેમ થાય છે). તુરસમખાને ગુર્જર વિષય (ગૂજરાત)માંથી આણેલા વણિક બંદિવાનોને વગર દ્રવ્યે છોડાવ્યા. સ્વધર્માં બંધુઓને અનેક પ્રકારનું દાન દઈ સંતુષ્ટ કર્યા. શત્રુંજય અને મથુરાનાં જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કર્યો અને કાબુલ સુધીના પ્રદેશમાં દરેક સ્થળે લ્હાણી કરી. ખરતર જયસોમ ઉપાધ્યાય પાસેથી ૧૧ અંગનું શ્રવણ વીકાનેરમાં કર્યું અને લેખકો પાસે પવિત્ર આગમો લખાવવામાં ઘણું દ્રવ્ય ખર્યું. શત્રુંજય અને ગિરિનાર પર નવાં જિનમંદિરો કરવા ધન મોકલ્યું. ચાર પર્વ (આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાવાસ્યા) પોતે પાળી, રાજ્યાદેશથી કારૂ લોક-કુંભાર આદિ પાસે પળાવી; અને આખું ચાતુર્માસ તે લોકો પાસે પળાવ્યું. રાજા રાજસિંહ પાસે આખા મરૂમંડલમાં વૃક્ષના છેદનનો નિષેધ કરાવ્યો, તથા સતલજ, ડેક અને રાવી એ ત્રણ નદીઓમાં માછલાંની હિંસા બંધ કરાવી. સેના લઈ હડફામાં રહેતા બલોચી (બલુચી)ઓને હરાવી તેમના બંદિઓને છોડાવ્યા. જિનમંદિરમાં સ્નાત્ર પૂજાઓ કરાવી, ફલોધિમાં રહી ખ. જિનદત્તસૂરિ અને જિનકુશલસૂરિના સ્તૂપ કરાવ્યા. ૮૪૦. પછી પોતાના રાજાનું કલુષ ચિત્ત જાણી પોતે મેડતામાં વાસ કર્યો. અકબર બાદશાહનું ફરમાન કર્મચંદ્રને મોકલવાનું રાજા રાયસિંહ પર આવતાં રાજાએ મંત્રીને મોકલ્યું. આથી કર્મચંદ્ર અજમેર આવી જિનદત્તસૂરિના સ્તૂપની યાત્રા કરી ત્યાંથી લાહોર આવી અકબર બાદશાહને મળ્યો. ૫૦૫. તુરસમખાનનું નામ અબુલફજલના અકબરનામાની હકીકતમાં આગે છે પણ શ્રીયુત ઓઝા તે અકબર નામાના વૃત્તાંતની ઘણી ઘણી વાતો ખોટી જાહેર કે છે. ગમે તેમ હો આ પ્રબંધમાં જણાવ્યા પ્રમાણે તુરસમખાને શીરોહી લૂંટયાની વાત સત્ય છે. કારણ કે આ પ્રબંધ લગભગ સમકાલીન છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy