SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૪ ખ. જિનચંદ્રસૂરિ અને ખરતરોની સેવા. युगप्रधानत्वपदप्रदाना-ज्जलालदीसाहिवरेण सत्कृतः । प्रौढप्रतापो जिनचन्द्रसूरि विराजते सद्विजयी महीतले ॥४२३॥ श्री जैनशासनधुरां धरणाय धुर्य्ये सत्येकतः प्रबलसारयुगप्रधा । मन्येऽन्यतोऽपि युगकौटिधृतौ समर्थ : श्री साहिना सुघटितो जिनसिंहसूरिः ॥ ४२४ ॥ देवभक्तो गुरोर्भक्तः संघभक्तोऽतिथिप्रियः । चिरंजीयान्महामंत्री कर्मचन्द्रः ससन्ततिः ॥ ५०१ ॥ - जयसोमगणिकृत श्रीकर्मचन्द्रवंशावलीप्रबंधः - જેનો જલાલદીન-અકબર પાતસાહે ‘યુગપ્રધાન’પણાનું પદ આપીને સત્કાર કર્યો છે. એવા પ્રૌઢ પ્રતાપી વિજયી જિનચંદ્રસૂરિ મહીતલે વિરાજે છે. - શ્રી જૈનશાસનની ધુરાને વહવા ધુર્ય-બળદ સમાન આ જિનચંદ્રસૂરિ પ્રબલ યુગપ્રધાન એક જ હોવા છતાં હું ધારૂં છું કે અન્યમાં યુગનું બાણ ધરવાને સમર્થ એવા જિનસિંહસૂરિને અકબર બાદશાહે સુઘટિત સ્વીકાર્યો-જિનચંદ્રસૂરિના તે શિષ્યને આચાર્યપદ આપ્યું. Jain Education International દેવભક્ત, ગુરુભક્ત, સંઘભક્ત અને અતિથિને વલ્લભ એવો મહામંત્રી કર્મચંદ્ર સંતતિ સહિત ચિરંજીવ રહો. ૮૩૬, અકબરના સમયમાં રજપૂતાના (મારવાડના વીકાનેરમાં) કર્મચંદ્ર મંત્રી કરીને ઓસવાલ વણિક્ જ્ઞાતિમાં શૂરવીર, બુદ્ધિશાલી, દાની પુરુષ થયો. તે ચુસ્ત જૈન અને કુશલ રાજદ્વારી નરપુંગવ હતો. તેની કીર્ત્તિ આખા રાજપૂતાનામાં અને મુગલ સામ્રાજ્યમાં ઘણી જ પ્રસરેલી હતી. તેનું કુલ પ્રાચીનકાલથી ઘણું પ્રખ્યાત અને ગૌરવશાલી હતું (તે માટે જુઓ જયસોમકૃત સંસ્કૃત મંત્રી કર્મચંદ્ર પ્રબંધ અને જયસોમના શિષ્ય ગુણવિનયે ગૂજરાતી પદ્યમાં રચેલ તેનો અનુવાદ કે જેમાંથી નીચેની હકીકત લીધી છે.) ૮૩૭. તેને વીકાનેરના રાય કલ્યાણે મંત્રી બનાવ્યો. તેણે શત્રુંજય, ગિરનાર, ખંભાત આબૂની જાત્રા કરી. રાજકુમાર રાયસિંહને લઈ સેનાવડે જોધપુરનું રાજ લઈ રાજના ગોખમાં રાય કલ્યાણને બેસાડી તેના પૂર્વજનો સંકલ્પ પૂરો કર્યો. તેથી તે રાજાએ ખુશ થઈ વર માંગવાનું કહેતાં મંત્રીએ માગ્યું કે આખા ચાતુર્માસ દરમ્યાન કંદોઈ ઘાંચી કુંભાર પોતાનો ધંધો ન કરે, વણિકોનો ‘માલ’ નામનો રાજકર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy