SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૨૪ થી ૮૩૦ ધર્મસાગર, વિવેકહર્ષ, ભામાશાહ ૩૭૧ સ્ત્રી આદિની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૧૬૪૮ વૈ. વદ ૯ કરાવાઇ છે ને ત્યાં હજુ સુધી લંકાવાળા તે મૂર્તિઓની કેશવચંદનાદિથી પૂજા કરે છે. ૫૦૧ - ૮૨૭. સં. ૧૬૫૯ માં આનંદવિમલસૂરિ-વાનરગણિ શિ. આનંદવિજયે જેસલમેરમાં તપાગચ્છનો જ્ઞાનકોષ સ્થાપ્યો ને તેમાં હીરવિજયસૂરિની મૂર્તિ બેસાડી કે જે હજુ ત્યાં છે. સં. ૧૬૬૧માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, તે વર્ષમાં ખંભાતમાં સોની તેજપાલે બંધાવેલા મોટા જિનભુવનમાં વિજયદેવસૂરિએ ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી. (તેનો લેખ જુઓ “સૂરીશ્વર અને સમ્રાટ’ નોંધ પૃ. ૨૨૯) ૧૬૬૨ માં ભંડારીજીએ શત્રુંજય પર ચંદ્રપ્રભ ભનું દેહરૂં બંધાવ્યું. સં. ૧૬૭૧ માં આગ્રાના વતની જહાંગીરના અમાત્ય ધનિક જૈન કોનપાલ અને સોનપાલ જેમણે સંઘ સભાપતિ બની સમેતશિખર, શત્રુંજય આબૂ ગિરનારાદિ તીર્થોની યાત્રા કરી હતી. તેમણે આગ્રામાં શ્રેયાંસનાથનું ભવ્ય મંદિર બાંધ્યું ને તેની તથા ૪૫૦ પ્રતિમાની પ્રતિષ્ઠાઓ અં. કલ્યાણસાગરસૂરિ પાસે કરાવી. (જૈ. સા. સંશોધક પુ. ૨ પૃષ્ઠ ૨૫-૩૫ તથા પુ. ૩ પૃ. ૩૯૩-૩૯૯) - ૮૨૮. સં. ૧૬૭૫માં જામનગરના મંત્રી ઓસવાલ લાલન ગોત્રના વર્ધમાન અને પદ્મસિંહ એ બે ભાઈઓએ ૨૦૪ પ્રતિમાઓ ભરાવી અને પ્રતિષ્ઠિત કરાવી. પછીના વર્ષમાં શત્રુંજયનો સંઘ કાઢયો ને જામનગરમાં પોતે કરાવેલા સુંદર મંદિરમાં અં. કલ્યાણસાગરસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૭૮માં ઉક્ત વર્ધમાનશાહે શત્રુંજય પર દહેરૂં બંધાવી શાંતિનાથની પ્રતિમા સ્થાપી તથા જામનગરમાં બીજી પ્રતિષ્ઠા કરી. (જિ. ૨, નં. ૨૧, ૪૫૫). ૮૨૯. તપાગચ્છમાં વિજયસેનસૂરિના પટ્ટધર વિજયદેવસૂરિપ૨ થયા. સં. ૧૬૭૪માં જહાંગીર બાદશાહે માંડવગઢમાં “જહાંગીર મહાતપા' નામનું બિરૂદ તેમની તપશ્ચર્યાથી મુગ્ધ થઈ તેમને આપ્યું. તે આચાર્યનું જીવન તપસ્વી ઉપરાંત તેજસ્વી હતું. સાદડીમાં લૂંકા ગચ્છનાએ ચૈત્યપૂજા આદિ વિષયની નિંદા કરતાં ત્યાંના લોકોની વિનતિથી ત્યાં આવી આ. વિજયદેવે પોતાના સાધુઓને ત્યાં મોકલ્યા. તેમણે ત્યાં જઈ છેવટે ઉદેપુરમાં રાણા કર્ણસિંહની સન્મુખ રાજસભામાં શાસ્ત્રાર્થ કર્યો. રાણાએ ભાલા આકૃતિ યુક્ત “સહી' કરી ફરમાન આપ્યું કે “તપા સાચા છે અને લુપકો જુઠા છે.” ૮૩૦. ઉદયપુરના મહારાણા જગતસિંહ (રાજ્ય સં. ૧૬૮૪ થી સં. ૧૭૦૯) પર આ. વિજયદેવે અને તેમના શિષ્ય વિજયસિંહસૂરિએ ભારે પ્રભાવ પાડ્યો હતો. આ. વિજયદેવના ઉપદેશથી તે રાણાશ્રીએ ૫૦૧. “શ્રી જૈન છે. મૂર્તિપૂજક-ગોવાડ ઔર સાદડી-લંકામતિયોકે મતભેદકા દિગ્દર્શન' નામની ચોપડી શ્રી રત્નપ્રભાકર જ્ઞાનપુષ્પમાલા પુષ્પ નં. ૯મુ; જુઓ ઓઝાજીનો રા. ઈ. ખંડ ૩ પૃ. ૭૪૩; સરસ્વતી પુ. ૧૮ પૃ. ૯૭. ૫૦૨. તેમના ચરિત્ર સંબંધે જાણવા માટેનાં સાધના-સંસ્કૃતમાં સં. ૧૬૯૯ માં ટીકા સહિત પૂર્ણ થયેલ શ્રી વિજયદેવસૂરિ માહાલ્ય ખરતર શ્રીવલ્લભ પાઠક કૃત અને શ્રી જિનવિજય સંપાદિત થઈ પ્ર. જૈન સાહિત્ય સંશોધક સમિતિ અમદાવાદ, ગુણવિજયકૃત વિજયદેવસૂરિ પ્રબંધ (કે જેનો ગૂજરાતી સાર શ્રી જિનવિજયે પુરાતત્ત્વ પુ. ૨ પૃ. ૪૬૦-૪૬૩માં આપેલ છે.) મારી સંપાદિત “જૈન ઐતિહાસિક રાસમાળા'માં પ્રકટ થયેલ વિજયદેવસૂરિની સઝાયો, નેમિસાગર રાસ વગેરે તથા તેમના સ્વર્ગવાસ પછી રચાયેલ મેઘવિજયે સં. ૧૭૨૭માં રચેલ માઘસમસ્યા પૂર્તિ તરીકે દેવાનન્દાલ્યુદય કાવ્ય અને દિગ્વિજય મહાકાવ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy