SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૭૨ વરાણા તીર્થમાં પૌષ દશમીના દિને આવતા યાત્રાળુઓ પાસેથી મુંડકો કર લેવામાં આવતો તે બંધ કર્યો. તેનો શિલાલેખ તે મંદિરમાં કરવામાં આવ્યો (હજુ પણ તે પત્થર મોજુદ છે.) તેમ તામ્રપત્ર પણ કરી આપ્યું હતું. પછી રાણાએ પોતાના પ્રધાન ઝાલા કલ્યાણજી દ્વારા મોકલેલ આમંત્રણથી તેમણે ઉદયપુરમાં ચોમાસું કર્યું અને ઉપદેશ કરતાં રાણાએ-(૧) પીંછોલા અને ઉદયસાગર એ બે તળાવોમાં માછલાં પકડવા જાળો નાંખવા દેવી નહિ. (૨) પોતાના રાજ્યાભિષેક દિન-ગુરુવારે અમારિ પળાવવીકોઈ જીવ મારે નહિ. (૩) પોતાના જન્મમાસ-ભાદ્રપદ માસમાં હિંસાનું નિવારણ કરવું-કોઈ જીવહિંસા કરે નહિ, (૪) મચિન્ટ નામના દુર્ગમાં કુંભલવિહાર-કુંભારાણાએ કરાવેલ જૈન ચૈત્યનો ઉદ્ધાર કરવોઆ ચાર બાબતો સ્વીકારી હતી. (વિ. મહાભ્ય સર્ગ ૨૧) આ ઉપરાંત હાલારના નવાનગરના લાખા રાજા, ઈડરના કલ્યાણમલ્લ અને દીવના ફિરંગીઓને પણ ઉપદેશ આપી તે બધાનો પોતા પ્રત્યે આદરભાવ તેમણે આકર્ષો હતો. તેમનો પરિવાર અઢી હજાર સાધુનો હતો. તેમણે સેંકડો પ્રતિષ્ઠા કરી હજારો જિનબિંબો ભરાવ્યાં હતાં. ગૂજરાત, સૌરાષ્ટ્ર, મરુસ્થલ, મેદપાટ આબુ આરાસણમાંજ માત્ર વિહાર કરી તેમ કર્યું એમજ નહિ. પણ દક્ષિણમાં કનડી વિજાપુરમાં તથા કચ્છદેશમાં પણ જઈ પ્રતિષ્ઠાઓ કરી હતી (જુઓ વિજય પ્રશસ્તિની અંતિમ પ્રશસ્તિ). ૮૩૧. તેમના વારામાં સાગરવાળાનો તેમણે પક્ષ લીધો. તેથી ભારે ખળભળાટ થયો હતો; અને તેથી તેની બદલીમાં બીજા આચાર્ય પટ્ટધર નીમવાનો વિજયસેનસૂરિને તેમની ઇચ્છા સહમત આગ્રહ થયો હતો. વિજયસેનસૂરિ સં. ૧૬૭૨માં સ્વર્ગસ્થ થતાં વાત વધી પડતાં સોમવિજય ભાનુચંદ્ર સિદ્ધિચંદ્ર આદિ અન્ય સાધુઓએ એક રામવિજયને આચાર્યપદ આપી સ્વર્ગસ્થના પટ્ટધર બનાવ્યા ને તેમનું નામ વિજયતિલકસૂરિ આપ્યું. સં. ૧૬૭૩. જહાંગીર પાસે વિજયદેવસૂરિ જતાં તેજ ખરા પટ્ટધર છે એમ તેણે મત આપ્યો હતો. સં. ૧૬૭૪. પછી વિજયતિલકસૂરિનો દેહાન્ત (સં. ૧૬૭૬) થતાં વિજયાણંદસૂરિ થયા. આ. વિજયદેવ અને આ. વિજયાણંદ એ બંને વચ્ચે મેળ થયો અને તેમાં સીરોહીના દીવાન મોતી તેજપાળે અમદાવાદમાં ગચ્છભેદનિવારણ તિલક અને સંઘપતિ તિલક મેળવ્યું. સં. ૧૬૮૧. પછી તે મેળ તૂટી ગયો અને વિજયદેવસૂરિ અને વિજયાણંદસૂરિ એ બે આચાર્યો પરથી દેવસૂર” અને “આણંદસૂર' એમ બે પક્ષો પડી ગયા કે જેના તણખા હજુ સુધી કાયમ છે. બંને સૂરિઓ અનુક્રમે સં. ૧૭૧૩ અને ૧૭૧૧માં સ્વર્ગવાસી થયા. ૮૩૨. સં. ૧૬૮૩ માં દીવના શ્રીમાળી સંઘ-સિંઘજી મેઘજીએ ગિરનારની પૂર્વની પાનનો ઉદ્ધાર કરાવ્યો (જિ. ૨, નં. ૬૧), ૧૬૮૫ માં શત્રુંજય પર ભરત રાજાનાં ચરણોની સ્થાપના થઈ, સં. ૧૬૮૬માં શત્રુંજય પર શા. ધરમદાસજીએ અદબદજી (અદ્ભુતજી) નું દહેરૂં બંધાવ્યું ને ત્યાં આદિનાથની મૂર્તિ ડુંગરમાંથી કોતરાવી. ૧૬૮૭માં (સત્યાવાસીઓ) જબરો દુકાળ પડ્યો. ૮૩૩. શાંતિદાસ શેઠ૫૦૩-આ સમયમાં એક રાજમાન્ય ઝવેરી અને પ્રતિષ્ઠિત આગેવાન થયા. પ૦૩. આના સંબંધે જ મારી સંપાદિત “જૈન એ. રાસમાળા'માં પ્રકટ થયેલ શાંતિદાસનો રાસ ને તે પર પ્રસ્તાવના, શ્રી જિનવિજય સંપાદિત જૈન. ઐ. ગુર્જર કાવ્ય સંચયમાં પ્રકટ થયેલ રાજસાગરસૂરિ-નિર્વાણ રાસ (સં. ૧૭૨૨), વિજયદેવસૂરિ મહાભ્ય સર્ગ ૧૧, વિજયતિલકસૂરિ રાસ, ગુજરાતનું પાટનગર, Some Firtmans of Shah Jehan નામનો મોડર્ન રીવ્યુ જુલાઈ ૧૯૩૦ માં પ્રકટ થયેલો દિ. બ. કૃષ્ણલાલ ઝવેરીનો લેખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy