SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ નવે દિવસોમાં, શ્રાદ્ધપક્ષમાં, સર્વ એકાદશીઓ, રવિવારો, અમાવાસ્યાઓના દિનોમાં તથા મહારાજના જન્મદિવસ અને રાજ્યદિને સર્વ જીવોની હિંસા ન થાય.’ વળી તે રાજાએ ભુજનગરમાં ‘રાજવિહાર’ નામનું ઋષભનાથનું જૈન મંદિર કરાવ્યું સં. ૧૬૫૮ ને તપગચ્છના સંઘને સ્વાધીન કર્યું કે જે હાલ મોજુદ છે. આ મુનિએ કચ્છના ગામ ખાખરમાં ઓશવાલોને પ્રતિબોધી શ્રાવકક્રિયાઓ સમજાવી ને ત્યાં સં. ૧૬૫૭માં ત્રણ મોટી પ્રતિમાની અંજનશલાકા કરી. સં. ૧૬૫૯માં ત્યાં શત્રુંજયાવતાર નામના તૈયાર થયેલા ચૈત્યની પ્રતિષ્ઠા કરી. (જિ. ૨, નં. ૪૪૬). ૩૭૦ ૮૨૪. તેમણે પરમાનંદ, મહાનંદ, (સ્વશિષ્ય) ઉદયહર્ષ સાથે મળી જહાંગીર બાદશાહને વિનંતિ કરી લેખ મેળવ્યો કે ભાદ૨વા પજુસણના બાર દિવસોમાં દ૨ વર્ષે હિંસા કરવાની જગ્યાઓમાં આખા રાજ્યમાં પ્રાણીઓને મારવામાં આવે નહિ (જુઓ તે લેખ પરિશિષ્ટ TM ‘સૂરીશ્વર અને સમ્રાટ્'.) ૮૨૫. મહારાણા પ્રતાપસિંહે ઉદયપુરના ઇતિહાસમાં અકબર બાદશાહને સિસોદિયા વંશની પુત્રી તેને કે તેના પુત્રાદિકને નહિ આપી અણનમ રહી લડાઇ લડીને ગિરિવાસ સેવીને પોતાનો ઉજ્વલ પ્રતાપ બતાવતું ગૌરવશાલી સ્થાન અવિચળ રાખ્યું છે. તેનો પ્રધાન મંત્રી પ્રસિદ્ધ ભામાશાહ જૈન ઓસવાલ હતો. તેણે રાણાના સુખદુઃખમાં ભારે આત્મભોગ સાથે સાથ આપ્યો હતો. રાણાના સ્વર્ગવાસ પછી ગાદીપર આવેલ રાણા અમરસિંહના પહેલાં ત્રણ વર્ષ સુધી પ્રધાનપદે રહી સં. ૧૬૫૬માં ભામાશાહ સ્વર્ગસ્થ થયો, ત્યાર પછી તેના પુત્ર જીવાશાહને પ્રધાનપદ મળતાં તેણે પોતાના પિતાની લખેલી વહી અનુસાર જુદે જુદે સ્થળેથી ખજાનો કાઢી રાજ્યનું ખર્ચ ચલાવ્યાં કર્યું. જહાંગીર બાદશાહ સાથે સુલેહ થતાં કુંવર કર્ણસિંહ બાદશાહ પાસે અજમેર ગયો ત્યારે રાજભક્ત પ્રધાન જીવાશાહ તેની સાથે હતો. તેનો દેહાન્ત થતાં મહારાણા કર્ણસિંહે તેના પુત્ર અક્ષયરાજને મંત્રી તરીકે નીમ્યો. આ પ્રકારે ત્રણ પેઢી સુધી સ્વામીભક્ત ભામાશાહના કુટુંબમાં પ્રધાનપદ રહ્યું,પ૦૦ (ઓઝાજીકૃત રા. ઇતિહાસ તીસરા ખંડ પૃ. ૭૮૭). ૮૨૬. એમ કહેવાય છે કે આ ભામાશાહનો ભાઇ તારાચંદ ગોડવાડની હાકમી મળતાં સાદડીમાં રહી લંકા પક્ષમાં ગયો ને જો કે સાથે મૂર્તિપૂજા સાચવી રાખી, પરંતુ મૂર્તિપૂજામાં પુષ્પાદિથી થતી પૂજામાં અનુચિત હિંસા છે એમ જણાવી પોતાની સત્તાથી અનેકને લુંકાગચ્છમાં લાવી જે ન ભળ્યા તેવા મૂર્તિપૂજકો પર તેણે ઘણા જુલમ કર્યા. તેના મરણ બાદ સાદડીમાં વાવ છે ત્યાં તેની તથા તેની ૫૦૦. આ કુટુંબના સર્વે પુરુષ રાજ્યના શુભચિંતક રહ્યા. ભામાશાહની હવેલી ચિત્તોડમાં તોપખાનાના મકાનની સામેના કવાયતના મેદાનના પશ્ચિમ કિનારાની મધ્યમાં હતી કે જેને મહારાણા સજ્જનસિંહે કવાયતનું મેદાન તૈયાર કરાવતાં તોડાવી નાંખી ભામાશાહનું નામ મેવાડમાં એટલું બધું પ્રસિદ્ધ છે કે જેવું ગુજરાતમાં વસ્તુપાલ તેજપાલનું છે. તેના વંશમાં હાલ કોઈ પ્રસિદ્ધ પુરુષ નથી રહ્યો, તો પણ તેના મુખ્ય વંશધરની એ પ્રતિષ્ઠા ચાલી આવી હતી કે જ્યારે મહાજનોમાં સમસ્ત જાતિ સમુદાયનું ભોજન વગેરે થતું. ત્યારે પહેલાં પ્રથમ તેને તિલક કરવામાં આવતું. પાછળથી આ પ્રથા બંધ થઈ હતી તે મહારાણા સ્વરૂપસિંહે સં. ૧૯૧૨ના પરવાનાથી પુનઃ ચાલુ કરી. તે આજ્ઞાનું વળી પાલન ન થયું ત્યારે હમણાં જ સ્વર્ગસ્થ થયેલ મહારાણાએ સં. ૧૯૫૨માં ફરી આજ્ઞા આપી ચાલુ કરી. ઓઝાજી પૃ. ૭૮૭ ની નોંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy