SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૧૯ થી ૮૨૩ ઉ. ધર્મસાગર, વિવેકહર્ષ ૩૬૯ મતામતી થવા લાગી હતી. ધર્મસાગરે તપાગચ્છ સાચો ને બીજા ગચ્છો ખોટા જણાવી તેમના પર ઘણા પ્રહારો ઉગ્ર ભાષામાં ગ્રંથો નામે તત્ત્વતરંગિણી, પ્રવચન પરીક્ષા-કુમતિમતકુદાલ રચી કર્યા. ખરતરો સાથે પાટણમાં સં. ૧૬૧૭માં ‘અભયદેવસૂરિ ખરતર ગચ્છના નહોતા' એવો પ્રબળવાદ કર્યો. તે વર્ષે તેમને શ્વેતાંબર સંપ્રદાયના જુદા જુદા ગચ્છના આચાર્યોએ ઉસૂત્રપ્રરૂપણાના કારણે જિનશાસનથી બહિષ્કૃત કર્યા. તપાગચ્છના નાયક વિજયદાનસૂરિએ કુમતિમતકુદાલને જલશરણ કરાવ્યો અને જાહેરનામું કાઢી “સાતબોલ'ની આજ્ઞા કાઢી એક બીજા મતવાળાને વાદ વિવાદની અથડામણ કરતા અટકાવ્યા અને “જેમ ચાલે છે તેમ ચલાવવાની આજ્ઞા કરી. ધર્મસાગર સૂરિશ્રીને ચતુર્વિધ સંઘ સમક્ષ મિચ્છામિદુક્કડં' આપ્યો-તેમની માફી માંગી. સં. ૧૬૨૧. ૮૨૧. ધર્મસાગરે પછી વિહાર કરતાં અનેક સ્થળે વાદવિવાદ કરતા જેસલમેર જઈ ત્યાંના રાજા હરરાજ (સં. ૧૬૧૮ થી સં. ૧૬૩૪)ની રાજસભામાં વાદીઓ સાથેના વાદમાં જય પ્રાપ્ત કર્યો અને તેઓ હીરવિજયસૂરિની આજ્ઞામાં રહ્યા. પરંતુ તે આચાર્ય અકબર પાદશાહ પાસે રહ્યા તે દરમ્યાન વિરોધ વધતાં પાછા ગુજરાતમાં આવ્યા પછી અમદાવાદમાં હીરવિજયસૂરિએ સ્વગુરુના સાત બોલપર વિવરણ અને વધારો કરી બાર બોલ' રૂપી આજ્ઞાઓ જાહેર કરી સં. ૧૬૪૬; એમાં ધર્મસાગર ગણિએ પણ મતું માર્યું. આથી જૈન સમાજમાં ઘણી શાન્તિ આવી. ધર્મસાગરજી ખંભાતમાં સં. ૧૬૫૩ ના કાર્તિક સુદ ૯ ને દિને સ્વર્ગવાસ પામ્યા.૪૯૯ ૮૨૨. વિવેકહર્ષ-નામના ઉપાધ્યાય પ્રતાપી પ્રભાવક થયા. તે ત. આણંદવિમલસૂરિ-હર્ષાણંદના શિષ્ય હતા. તેમણે આઠથી સો સુધી અવધાન કરીને મહારાષ્ટ્ર કોંકણના રાજા બુર્કાનશાહ, મહારાજશ્રી રામરાજા, ખાનખાના, તથા નવરંગખાન આદિ અનેક રાજાઓ પાસેથી લીધેલા જીવો માટેના અમારિપટ તથા ઘણા કેદીઓના છુટકારા આદિ સુકૃત્યો કર્યા છે. મલકાપુરમાં મુલા નામના મુનિને વાદમાં જીત્યા, પ્રતિષ્ઠાન (પઠણ) પુરમાં યવનોને મોઢે જૈન ધર્મની સ્તુતિ કરાવી, તથા બ્રાહ્મણ ભટ્ટોને યુક્તિવર્ડ જીત્યા, અને બોરિકપુરમાં દેવજી નામના વાદીને જીત્યો. વળી જૈન ન્યાયથી દક્ષિણના જાલણા નગરમાં દિગંબરાચાર્યને હરાવી કાઢી મૂકાવ્યા. રામરાજાની સભામાં આત્મારામ નામના વાદીને જીત્યો. ૮૨૩. આ ઉપાધ્યાયે કચ્છદેશમાં સં. ૧૬૫૬ ને પ૭ માં વિહાર કરી ત્યાંના રાજા ભારમલ્લને (સં. ૧૬૪૨-૧૬૮૮) પ્રતિબોધ્યો ને તેના પરિણામે તેણે લેખ કરી આપી પોતાના દેશમાં જીવહિંસાનો નિષેધ કર્યો કે “હમેશાં ગાયની બલિકુલ હિંસા થાય નહિ, ઋષિપંચમી સહિત પર્યુષણના આઠ મળી ૪૯૯. ધર્મસાગરની વિશેષ હકીકત માટે જુઓ “ધર્મસાગરગણિ રાસ કે જે અમને પ્ર. શ્રી કાંતિવિજય પાસેથી પ્રાપ્ત થયો છે તે હવે પછી પ્રકટ કરાશે, વિજયતિલકસૂરિ રાસ-પ્ર. એ. રાસસંગ્રહ ભા. ૪ (પ્ર. ય. ગં.). શ્રી જિનવિજયનો લેખ નામે “મહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ? પ્ર. આત્માનંદ પ્રકાશ વીરા ૨૪૪૪ કાર્તિકનો અંક પુ. ૧૫-૪ પૃ. ૭૮ થી ૮૯). તેમના શિષ્ય શ્રુતસાગરે લખેલી સં. ૧૬૮૩ની ચતુશરણ પ્રકીર્ણકવચૂરિની અંતે અનેક વિશેષણોમાં એક વિશેષણ “શ્રી જેસલમેરૂ દુર્ગ રાજાધિરાજ રાઉલ શ્રી હરરાજ રાજસભા લબ્ધજયવાદ' પણ ધર્મસાગરને આપ્યું છે. (જિનવિજય પ્રશસ્તિ સંગ્રહ). ધર્મસાગરની કૃતિઓ માટે જુઓ પારા ૮૫૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy