SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૩ કેટલીક ઐતિહાસિક વ્યક્તિઓ અને ઘટનાઓ. तद्राज्ये गहनार्थशास्त्रघटनाप्रौढाभियोगा स्तथा, तुच्छोत्सूत्रमहीविदारणहलप्रख्याः सुसंयोगिनः । दुर्दान्तप्रतिवादिवाददमनस्थेयः प्रतिज्ञाभृतः, श्रीमद्वाचकधर्मसागरगुरूत्तंसा अभूवन् शुभाः ॥ -ધર્મસાગર-શ્રુતસાગર-શાંતિસાગર (કલ્પકૌમુદીના લેખક)ની પ્રશસ્તિ. -તેમના હીરવિજયસૂરિના) રાજ્યમાં ગહન અર્થ વાળી શાસ્ત્રઘટનામાં પ્રૌઢ અભિયોગ-વિદ્વત્તાવાળા, તુચ્છ ઉસૂત્ર રૂપી પૃથ્વીને તોડવામાં હલ જેવા સારા સંયોગવાળા, દુર્દમ્ય પ્રતિવાદીઓના વાદને દમનમાં સ્થાયી પ્રતિજ્ઞાવાળા એવા શુભ અને ગુરુમાં આભૂષણરૂપ ધર્મસાગર ઉપાધ્યાય થયા. केचिद् हिन्दुनृपा बलश्रवणतस्तस्य स्वपुत्रीगणं, गाढाभ्यर्थनया ददत्यविकला राज्यं निजं रक्षितुं । केचित्प्राभृतमिन्दुकान्तरचनं मुक्त्वा पुरः पादयोः, पेतुः केचिदिवानुगाः परमिमे सर्वेऽपि तत्सेविनः ॥ -સં. ૧૬૪૬ પદ્મસાગરકૃત જગદ્ગુરુ કાવ્ય. ૮૮. -કેટલાક હિન્દુ રાજાઓ તેના (અકબરના) બલને સાંભળી પોતાના રાજ્યને બચાવવા સ્વપુત્રીના સમુદાયને ઘણી વિનતિ કરી આપે છે, કેટલાક શશિકાન્તાદિ જવાહિર મૂકીને તેના પગે પડે છે અને કેટલાક તેના અનુયાયી થાય છે. પરંતુ આ સર્વે પણ અકબરના સેવકો છે. (એક મેદપાટનો પતિ સમસ્ત હિંદુના કલશરૂપ પ્રતાપસિંહ અણનમ अथ सागरपक्षीयः शान्तिदासो महर्द्धिकः । श्रावकः श्रावकाधीशो नरेश इव शोभते ॥१॥ -સાગરપક્ષી શાન્તિદાસ નામના મહા ઋદ્ધિવંત શ્રાવક શ્રાવિકોના અધીશ રહી નરેશ માફર શોભે છે. - વિજયદેવસૂરિ-માહાત્મ સર્ગ ૧૧, ૧. ૮૧૯. ધર્મસાગર-મૂળ લાડોલના ઓસવાલ. તેમણે સં. ૧૫૯૫માં ૧૬ વર્ષની ઉંમરે મોસાળ મહેસાણામાં જીવરાજ પંડિત પાસે પોતાના નાનાબંધુ સહિત દીક્ષા લીધી. વિજયદાનસૂરિ પાસે શ્રુતનો અભ્યાસ સારી રીતે કરી હીરહર્ષમુનિ (પછીથી થયેલ હીરવિજયસૂરિ) સાથે દેવગિરિ જઇ ન્યાયાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરી હરહર્ષ સાથે જ તે સૂરિ પાસેથી ઉપાધ્યાય પદ મેળવી ગામોગામ વિચરવા લાગ્યા. તેઓ ઘણા વિદ્વાન પણ અતિ ઉગ્રસ્વભાવી અને દઢાગ્રહી હતા. ૮૨૦. શ્વેતાંબર મૂર્તિપૂજકમાંથી જુદા પાડી લંકામત, તથા બીજા મત નીકળ્યા પછી તેમની સાથેનો વિરોધ પ્રબળ થઈ પડયો હતો, ને ખુદ શ્વેતામ્બર મૂર્તિપૂજકમાં ખરતર અને તપાગચ્છ વચ્ચેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy