SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૧૫ થી ૮ ૧૮ બાદશાહ અકબર ૩૬ ૭ “આથી સમ્રાટે ઈસ્લામ ધર્મના પુનરૂદ્ભવ સંબંધીના ખ્યાલો, કયામતના દિવસ અને તેને લગતી વિગતો તેમજ અમારા પંયગબરની દંતકથા પર રચાયેલા બધા હુકમોમાં શ્રદ્ધા કાઢી નાંખી... ખાસ કરીને આત્માઓના પુનર્જન્મના સિદ્ધાંતે તેના ચિત્તમાં દૃઢ મૂળ નાંખ્યું અને તેણે એ કહેવત સ્વીકારી કે એવો કોઈ પણ ધર્મ નથી કે જેમાં પુનર્જન્મના સિદ્ધાંતે ઉંડાં મૂળ ઘાલ્યાં ન હોય.' અલ-બદાનિ ૨, ૨૬૩-૨૬૪. ૮૧૭. ઉપરના લખાણથી એ સ્પષ્ટ છે કે સમ્રાટ સત્યનો જબરો શોધક હતો. તેણે પોતાના અધિકારીઓ પાસેથી હીરવિજયસૂરિના તદ્દન સંતશીલ ચારિત્ર અને બીજા શ્રેષ્ઠ સદ્ગુણોની વાત સાંભળીને...પોતાની પાસે બોલાવ્યા હતા.''૪૯૮ ૮૧૮. સં. ૧૬૩૫માં ઇબાદતખાનામાં જૈનો આવી ચર્ચા કરતા અને ભાનુચંદ્ર ઉપાધ્યાય પ્રાયઃ અકબરના મરણ સુધી (સં. ૧૬૬૧) તેના દરબારમાં રહ્યા હતા, અગર સં. ૧૬૩૯ થી ૧૬૬૦ તો અવશ્ય અકબરનો જૈનો સાથેનો સહવાસ-પરિચય આ રીતે ઓછામાં ઓછો વીસ વર્ષ કરતાં વધુ ચાલ્યો. બધા ધર્મો પૈકી જૈન અને જરથોસ્તી ધર્મ એ બેની અસર અકબરના મન ૫૨ ઘણી થઇ હતી. (વિ. સ્મિથ) સૂર્યનાં નામ ગણવાં, અમારિના દિવસોમાં પારસીના તહેવારો નવરોઝાદિ મૂકવા એ જરથોસ્તી ધર્મની અસર છે. સં. ૧૬૩૬ માં દીનેઇલાહી (ઈશ્વરનો ધર્મ) નામનો નવો ધર્મ પ્રચલિત કરી તેમાં વિવિધ ધર્મોનાં રહસ્યો સમજી લઇ તેની પસંદ પડતી વિધિઓ અને સિદ્ધાંતો પોતાના ધર્મમાં આમેજ કર્યે જતો હતો. ‘માત્ર ૫-૬ વર્ષમાં જ ઇસ્લામ ધર્મનું નામ નિશાન પણ ભુંસાઇ ગયું હતું અને સર્વત્ર એક પ્રકારનું વિચિત્ર દૃશ્ય જ નજરે પડતું હતું' (બદાન ૨, ૨૬૨). અકબરે ઘણે અંશે કીધેલો અહિંસાનો સ્વીકાર તે સંબંધી તેનાં ફરમાનો એ હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો આદિ શ્વેતાંબર જૈનાના પ્રયાસને આભારી છે. દિગંબરી જૈન પંડિત એકપણ અકબરને મળેલ નથી તેથી અબુલફજલે જે જૈન ધર્મસંબંધી લખ્યું છે તે શ્વેતાંબરોના પરિચયથી લખ્યું છે ને દિગંબર વિલક્ષણતાઓનું વર્ણન ‘અંધકારમાં રહીને—જ્ઞાન વગર લખેલ છે' એમ પોતે જણાવે છે (આઇને અકબરી જેરેટનો અનુવાદ વૉ. ૩ પૃ. ૨૧૦) ૪૯૮. જુઓ જૈન શાસનનો વીરાત્ ૨૪૩૭નો દીવાળીનો ખાસ અંક તેમાં રા. C નો અંગ્રેજી લેખ નામે ‘Hiravijaya Suri or the Jainas at the Court of Akbar.' પૃ. ૧૧૩ થી ૧૧૫. આખો લેખ પૃ. ૧૨૦ સુધી છે. આ લેખ ઉ૫૨થી મિ. વિન્સેન્ટ એ. સ્મિથે “The Jain Teachers of Akbar' એ નામનો અંગ્રેજી લેખ લખેલ છે કે જે સર રા. ગો. ભાંડારકરના સ્મારક પુસ્તક (Commemoration Volume) સને ૧૯૧૭ માં પૃ. ૨૬૫ થી ૨૭૬ છપાયો છે અને ત્યાર પછી તે સ્મિથે પોતાના Akbar (અકબર) નામના ગ્રંથમાં આ સંબંધે જણાવ્યું છે-જુઓ પૃ. ૧૬૬ અને વળી તેમાં પૃ. ૨૬૨ માં પોર્ટુગીઝ પાદરી નામે પિન્હેરો (Pinheiro)નો તા. ૩૯-૧૫૯૫ પત્ર ટાંકયો છે તેમાં જણાવ્યું છે કે He follows the sect of the Jains (Vertie) -એટલે તે અક્બર જૈનો (વ્રતી)ના સંપ્રદાયને પાળે છે. આ પછી તેમાં કેટલાક જૈન સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy