SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૬ આ ત્રણ નામો આપણે તુરત જ ઓળખીને કહી શકીએ કે તે હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને ભાનુચંદ્ર ઉપાધ્યાયનાં નામો છે. અકબરના દરબારના વિદ્વાનો પાંચ વર્ગમાં વિભક્ત કર્યા હતા (કે જે બધાની સંખ્યા ૧૪૦ હતી.) “સમ્રાટ જે પોતે ભૌતિક અને અધિભૌતિક જગતનો નાયક, અને બહારની તેમજ આંતરિક જગત ઉપર સાર્વભૌમ સત્તા ચલાવે છે તે પણ ખાસ લક્ષમાં લેવા યોગ્ય પાંચ પ્રકારના સંતોને માન આપે છે. પ્રથમ વર્ગના પોતાના સીતારાના પ્રકાશમાં બાહ્ય તેમજ અંદરની વસ્તુઓના ગુપ્ત ભેદો-૨હસ્યો જોઈ શકે છે અને પોતાની સમજ તથા પોતાની દૃષ્ટિવિશાળતા વડે વિચારનાં બંને રાજ્યો-પ્રદેશો પૂર્ણ રીતે જાણી શકે છે” (આઇને અકબરી પુ. ૧, પૃ. ૫૩૭) ૮૧૫. ‘હીરવિજયસૂરિને આ પહેલા વર્ગમાં મૂકવામાં આવ્યા છે અને ઉક્ત બીજા બે (વિજયસેન અને ભાનુચંદ્ર)ને પાંચમા વર્ગમાં મૂકેલ છે (કે જે વર્ગ નકલ (પુરાવા) પર આધાર રાખતા વિજ્ઞાનોને સમજનારાનો છે.) ૮૧૬. ‘અકબરે ઘણી જીતો મેળવી અને હવે કોઈ શત્રુ બાકી નહોતો રહ્યો કે જેને જીતવાનું રહે. (બદાઉની) તેથી તેનું મન ધાર્મિક પ્રશ્નોમાં ખેંચાયું. ચુસ્ત મુસલમાન ન હોવાથી તે એમ માનતો કે સર્વે ધર્મોમાં એવી ઘણી ચીજો જાણવાની છે અને એવા ઘણા વિદ્વાનો છે કે જેમની પાસેથી શિખવાનું છે. તે પોતાના દરબારમાં દેશના શ્રેષ્ઠ વિદ્વાનોને આમંત્રતો અને તેમની પાસે ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરાવતો. (અનુદાર) બદાઉની લખે છે કે : “સમ્રાટે ઈસ્લામ ધર્મનો પરિત્યાગ કર્યો હતો. તેમાં અનેક કારણો હતાં. મુખ્ય એ હતું કે જુદા જુદા દેશોમાં જુદા જુદા ધર્મવાળા ઘણી સંખ્યામાં વિદ્વાનો સમ્રાટના દરબારમાં છુટથી આવજા કરી શકતા, અને સમ્રાટ સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ સહૃદયતાપૂર્વક કરી શકતા. રાતદિન ધર્મ સંબંધી વિચાર કર્યા કરવા અને તેનું યથાર્ય મૂળ શોધી કાઢવું તે સિવાય તે બીજા કોઈ કાર્ય પ્રત્યે મુદલ લક્ષ જ આપતો નહોતો... સમ્રાટ દરેક પાસેથી ખાસ કરીને બીન-મુસ્લિમ હોય તેઓના મતો સંઘરતો. જે જે વાત તેને પ્રીતિકર થતી તે તેનો સ્વીકાર કરતો, અને જે વાત તેના સ્વભાવથી વિરુદ્ધ અને પોતાની ઈચ્છાની વિરોધી લાગતી તેને રદ કરતો. આ પ્રમાણે કેટલાક પ્રાથમિક મૂળ સિદ્ધાંતોના પાયા પર થયેલી શ્રદ્ધા તેના હૃદયની આરસીપર અંકિત થતી અને સમ્રાટ્કર જે સર્વ અસરો દૃઢપણે થઈ તેના પરિણામે તેના હૃદયમાં શિલાપર કરેલા રેખાદર્શનની જેમ ધીમે ધીમે એવી પ્રતીતિ થઈ કે સઘળા ધાર્મિક સંપ્રદાયોમાં સુન્ન વિદ્વાન્ મનુષ્યો હોય છે જ અને સર્વ પ્રજાઓમાં જબરા વિચારકો અને આશ્ચર્યકારી શક્તિઓવાળા મનુષ્યો હોય છે જ. “વિશેષમાં સમ્રાટ અન્ય સમ્પ્રદાયના વિદ્વાનો કરતાં સુમનિઓ (શ્રમણો-જૈન મુનિઓ) અને બ્રાહ્મણો તેની સાથે એકાંતમાં બેસી વિશેષવાર વાર્તાલાપ-મેળાપ કરી શકતા. તેઓ પોતાનાં ધર્મતત્ત્વ-અને નીતિશાસ્ત્રોમાં અને શારીરિક તથા ધાર્મિક વિજ્ઞાનોમાં બીજા (ધર્મના) વિદ્વાનોથી ચડી જાય છે અને ભવિષ્યના જ્ઞાનમાં આત્મિક શક્તિમાં અને મનુષ્ય તરીકેની પૂર્ણતામાં ઘણી ઉંચી કક્ષાએ પહોંચેલા હોય છે, તેથી તેઓ પોતાના અભિપ્રાયને પ્રામાણિક ઠરાવવા તથા અન્ય ધર્મોના દોષો સિદ્ધ કરવા યુક્તિ અને પ્રમાણ ઉપર રચાયેલ સાબીતીઓ રજુ કરતા અને પોતાના (ધર્મના) સિદ્ધાંતોને એવી રીતે તો દૃઢતાથી તેનામાં ઠસાવતા અને એટલી બધી બુદ્ધિમત્તાથી ધ્યાનમાં લીધા વગર છુટકો નહિ એવી તદ્દન સ્વતઃસ્પષ્ટ જણાય એવી રીતે વાતોને દાખવતા કે કોઇપણ મનુષ્ય પોતાની શંકાઓ જાહેર કરી સમ્રાટના હૃદયમાં સંદેહ ઉત્પન્ન કરી શકતો નહોતો, પછી ભલે પર્વતના ચૂરા થઈ ધુળ થાય યા આકાશમાં ચીરાઓ પડી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy