SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૦૯ થી ૮૧૪ સેનસૂરિ, શાંતિચંદ્રઉપા., ભાનુચન્દ્ર ૩૬૫ અ. ૩, ૩૮૬) વળી ધર્મો ગમે તેટલા હોય અને ગમે તેટલી ભિન્નતાવાળા હોય તો પણ જો તેમને સત્યના સુદૃઢ મૂળ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે તો તેમની વચ્ચે એકવાક્યતા કિંવા યથાયોગ્ય સંમેલન થયા વગર રહે નહિ.' (આ. અ. ૧, પૃ. ૧૨). સર્વ ધર્મોની જાહેરમાં સમાલોચના થઇ શકે એટલા માટે ફતેહપુર સીક્રી ખાતે ‘એબાદતખાના’ (પ્રાર્થનાગૃહ)ની સ્થાપના કરી હતી. ઉક્ત મંદિરમાં (સન ૧૫૭૮-સં. ૧૬૩૫) ઘણા ધર્મના પ્રતિનિધિઓ ચર્ચા ચલાવતા. ‘સુફી, દાર્શનિકો, વક્તાઓ, કાયદાશાસ્ત્રી, સુન્ની, શીઆ, બ્રાહ્મણ, જતી, સિઊરા, ચાર્વાક (નાસ્તિકો), નાઝરેન (ખ્રિસ્તીઓ), જથુ, શાતૃ (શત્રુન્), ઝેરોસ્ટ્રીઅન (પારસીઓ) અને બીજાઓ અતિ ઉમદા આનંદ મેળવતા.’ (અબુલફઝલ આઇને અકબરી પુ. ૩, પ્રકરણ ૪૫ પૃ. ૩૬૫ બીવરેજનો અનુવાદ.) આમાં જણાવેલ જતી અને સિઊરા (શ્રમણો) એ શ્વેતામ્બર જૈનો સંબંધે અચૂક વપરાયા છે, જ્યારે તેનો અર્થ બધાએ ‘બૌદ્ધો' કરેલ તે તદ્દન ખોટું છે; કદિ પણ બૌદ્ધાએ આવી ચર્ચા કરી નથી, બૌદ્ધ પંડિતો હિંદમાં તે સમયે હતા જ નહિ. (વિન્સેટ સ્મિથ). ૮૧૨. રા. C (ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ) પોતાના લેખમાં જણાવે છે કેઃ- ‘સત્ય વાત એ છે કે અકબરના ચારિત્રની ધાર્મિક બાજુ પર અપેક્ષાએ પ્રાયઃ પ્રમાણમાં ઓછું લક્ષ અપાયું છે; છતાં પણ એ જાણવું ઘણું રસપ્રદ થશે કે એ મહાન વ્યક્તિએ વિધવિધ સંપ્રદાયો અને ધર્મો પાળતી પોતાની પ્રજાને સંતોષવાનું તદ્દન મહાભારત કાર્ય સિદ્ધ કર્યું હતું. એટલું જ નહિ પણ તેનામાં એવી શ્રદ્ધા ઉત્પન્ન કરી હતી કે તે પોતાના ધર્મને માનતો હતો. ખ્રિસ્તીઓ માનતા તે ખ્રિસ્તી હતો, પારસીઓ સમજતા કે તે પારસી હતો. જ્યારે હિન્દુ ધારતા કે તે હિન્દુ હતો. તેની ધર્મવિષયક નીતિ આ રીતે આપણા વિશેષ આદરને પાત્ર બને છે. ૮૧૩. ‘અકબરનો ધર્મ Eclectic હતો કારણ કે તે સત્યનો સહૃદય શોધક હતો. જ્યાંથી મળે ત્યાંથી તે સત્ય સ્વીકારતો. જૈનધર્મમાંથી તેણે પ્રાણીઓના વધનો ત્યાગ, જીવતાં પ્રાણીઓ પ્રત્યે દયા, ૪૯૭માંસાહારથી અમુક અંશે અલગ રહેવું, પુનર્જન્મની માન્યતા, અને કર્મનો સિદ્ધાંત-એ વસ્તુઓ સ્વીકારી અને તે જૈન ધર્મ ૫૨ તેનાં તીર્થોને તેના અનુયાયીઓને સોંપીને તથા તેના વિદ્વાન પંડિતોને માન આપી કૃપા બતાવી. ૮૧૪. આઈને અકબરી (પુ.૧ પૃ.૫૩૮ અને ૫૪૭)માં આપેલ અકબરના દરબારના વિદ્વાનોની ટીપ પર દૃષ્ટિ ફેંકતાં આપણને ત્રણ નામો-હરજીસુર, બિજઇસેનસુર અને ભાનચંદ મળી આવે છે. ૪૯૭. માંસાહાર-પહેલાં અકબર કરતો, પણ ધીમે ધીમે તેણે તજી દીધો હતો ને વનસ્પતિ આહાર કરતો. તેણે જણાવ્યું છે કે ‘(૧) મનુષ્ય પોતાના ઉદરમાં પશુઓની કબર કરે અર્થાત પશુઓને મારી ખાય તે ઉચિત નથી. (૨) મારા જીવનના પ્રારંભમાં જ્યારે મારે માટે કદિ માંસ બનતું ત્યારે મને સારૂં નહોતું લાગતું, તેમાં મને કંઈ સ્વાદ ન્હોતો આવતો, અને તેથી મેં તે ખાવાની પરવા ઘણી ઓછી કરી હતી. મને માલૂમ પડ્યું કે જીવહિંસાને રોકવી ઘણી જરૂરી છે અને તેથી મેં માંસ ખાવું છોડી દીધું. (૩) લોકોએ દર વર્ષે મારા રાજ્યાભિષેકના દિને માંસ ખાવું ન ઘટે. (૪) કસાઇ, મચ્છીમાર અને એવા ધંધાવાળા-મારી માંસ વેચનારાને અલગ મહોલ્લામાં રાખવા કે બીજા સાથે ભેળભેળા ન કરે. કરે તો સજા કરવી. આઇને અકબરી. ૩, ૫. પૃ. ૩૩૦-૪૦૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy