SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૪ બંધાવવાનો જે નિષેધ કર્યો હતો તે તેની પાસેથી દૂર કરાવ્યો હતો, યાવની એટલે ફારસી ભાષાના ઘણા ગ્રંથો પ્રતિભા ગુણથી અધિક જાણીને બાદશાહને ભણાવ્યા હતા. વળી સિદ્ધિચંદ્ર શાંતિચંદ્ર સમાન શતાવધાની પણ હતા, ને તેના પ્રયોગ જોઈ તેમને પણ બાદશાહે “ખુશફહેમ'ની માનપ્રદ પદવી આપી હતી. એકવાર બાદશાહે બહુ સ્નેહથી, એમનો હાથ પકડીને કહ્યું “હું આપને પાંચ હજાર ઘોડાના મનસબવાળી મોટી પદવી અને જાગીર આપું છું તેનો સ્વીકાર કરીને તમે રાજા બનો અને આ સાધુવેષનો ત્યાગ કરો. એ પોતે બહુ સુંદર રૂપવાળા હતા, પશાસ્ત્રોના જ્ઞાતા, સ્વગુરુના અતિ ભક્ત હતા. (જુઓ કાદંબરી પર તેમની પોતાની ટીકાની છેલ્લી પ્રશસ્તિ)૯૬ ૮૦૯. વિજયસેનસૂરિનો પરિચય થોડો કરીએ- સં. ૧૬૩૩ માં સૂરતમાં ચિંતામણી મિશ્ર વગેરે પંડિતોની સભા સમક્ષ ભૂષણ નામના દિગંબરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરી તેમને નિરુત્તર કર્યા હતા, (વિજય પ્રશસ્તિ સર્ગ ૮, ગ્લો. ૪૨ થી ૪૯) અમદાવાદના સૂબા ખાનખાના (સં. ૧૬૩૯-૧૯૪૬)ને ઉપદેશથી પ્રસન્ન કર્યો હતો અને યોગશાસ્ત્રના પ્રથમ શ્લોકના તેમણે ૭૦૦ અર્થ કર્યા હતા. કહેવાય છે કે તેમણે પોતે કાવી, ગંધાર, અમદાવાદ, ખંભાત, પાટણ વગેરે સ્થળોમાં લગભગ ચાર લાખ જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી તારંગા, શંખેશ્વર, સિદ્ધાચલ, પંચાસર, રાણપુર, આરાસણ, અને વીજાપુર વગેરેનાં મંદિરોના ઉદ્ધાર થયા હતા. સ્વ. . ૧૬૭૨ (તેમના ચરિત્ર માટે જુઓ વિજયપ્રશસ્તિ કાવ્ય, દયાકુશલે સં. ૧૬૪૯ માં આગ્રામાં રચેલો લાભોદય રાસ, પ્રકીર્ણ કૃતિઓ). ૮૧૦. આવી રીતે હીરવિજયસૂરિએ પોતે તેમજ તેમના ઉપર્યુક્ત શિષ્ય પ્રશિષ્યોએ તેમજ ખરતર ગચ્છના જિનચંદ્રસૂરિ આદિએ સમ્રાટ અકબર-પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવદયાના પૂરા રંગવાળો કર્યો હતો તેમાં કિંચિત્માત્ર શક નથી એ વાતની સાક્ષી તે બાદશાહે બહાર પાડેલ ફરમાનો (કે જે પૈકી કેટલાંક અત્યારે પણ મળી આવે છે તે) પરથી, તેમજ અબુલફજલની આઇને અકબરી, બદાઉનીના અલબદાઉનિ, અકબરનામા વગેરે મુસલમાન લેખકોએ લખેલા ગ્રંથો પરથી સ્પષ્ટ જણાય છે. ૮૧૧. સમ્રાટ અકબર એક વિચારશીલ તથા સ્વદેશહિતૈષી પુરુષ હતો. તે ઘણીવાર કહેતો કે “જ્યાં સુધી ભારતમાં અનેક જાતિઓ તથા ધર્મો રહેશે ત્યાં સુધી મારું મન શાંત નહિ થાય.” (આઈને ४८६. इतिश्री पातशाह श्री अकबर जल्लालदिन सूर्यसहस्रनामाध्यापकः, श्रीशजयतीर्थकरमोचनाद्यनेकसुकृतविधायक महोपाध्याय श्रीभानुचंद्रगणिविरचितायां तच्छिष्याष्टोत्तर शतावधान साधक प्रमुदित बादशाह श्रीअकब्बर प्रदत्त gશwદHપમાન શ્રીવિંદ્ર ળિતીયાં વિશ્વરી ટાયામુત્તર-gvટુ રીજા સપ્તી | એવું અંતિમ કથન બાણની કાદંબરી પર પૂર્વખંડની ભાનુચંદ્ર અને ઉત્તરાખંડની ટીકા સિદ્ધિચંદ્ર કરેલી ટીકામાં છે. તેજ પ્રમાણે ભાનુચંદ્રકૃત અને સિદ્ધિચંદ્રશોધિત વસંતરાજ ટીકામાં પણ છે. વળી સિદ્ધિચંદ્ર પોતાના સંબંધે ભક્તામર સ્તોત્રની પોતાની ટીકાની આદિમાં જણાવ્યું છે કે: कर्ता शतावधानानां विजेतोन्मत्तवादिनां । वेत्ता षडपिशास्त्राणामध्येता फारसीमपि ॥ अकब्बरसुरत्राणहृदयांबुजषट्पदः । दधानः खुष्फहमिति बिरुदं शाहिनार्पितं ॥ तेन वाचकचन्द्रेण सिद्धिचन्द्रेण तन्यते । भक्तामरस्य बालानां वृत्तिर्युत्पत्तिहेतवे ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy