SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૦૫ થી ૮૦૮ સેનસૂરિજીનું અકબર દ્વારા સન્માન ૩૬૩ કરી. ઉનાનો ખાન મહમદખાન હિંસક હતો. તેની પાસે હિંસા છોડાવી ને તેણે લાડકી બાઇને પોતાની બહેન કરી. ઉનામાં વૈશાખમાં પ્રતિષ્ઠા કરી. આયુષ્ય પૂરૂં કરી ઉનામાં સં. ૧૬૫૨ ભાદ્રવા શુદ ૧૧ ગુરુ દિને સ્વર્ગવાસ કર્યો. ૮૦૭. શાંતિચંદ્રે અકબરના ગુણગ્રામ કરનારૂં ‘કૃપારસકોશ' નામનું કાવ્ય રચી તેને હમેશાં સંભળાવી તે બાદશાહના પર ભારે અસર કરી હતી અને તે એટલે સુધી કે જીવદયાનાં, જજીયા આદિ કર કાઢી નાંખવાનાં તેણે જે જે સત્ કાર્યો કર્યા તે એને આભારી છે એમ તે કાવ્યમાં મૂકેલાં છેલ્લા બે શ્લોકથી જણાવ્યું છે. તેમની કારકીર્દિ જાણવા જેવી છેઃ-તેઓ વિદ્વાન સાથે વાદવિવાદકુશલ પણ હતા. ઇડરગઢના મહારાયશ્રી નારાયણ (બીજા)ની સભામાં (સં. ૧૬૩૩ પછી) ત્યાંના દિગંબર ભટ્ટારક વાદિભૂષણ (બુ. ૧, નં. ૧૪૫૧ લેખ સંવત ૧૬૬૦) સાથે વિવાદ કરી તેમને પરાસ્ત કરેલ હતા. વાગડદેશના ઘાશિલ નગરમાં ત્યાંના અધિપતિ અને જોધપુરના મહારાજ શ્રી મલ્લદેવ (સં. ૧૫૮૮-૧૬૧૯)ના ભત્રીજા રાજા સહસમલ્લની સંમુખ ગુણચંદ્ર નામના દિગંબરાચાર્યને પણ જીત્યા હતા. આ રીતે શાસ્ત્રાર્થમાં કુશલતા તેમજ શતાવધાનાદિથી અનેક નૃપતિઓનો સદ્ભાવ પ્રાપ્ત કર્યો હતો. ૪૯૪ ૮૦૮. શાંતિચંદ્ર અકબરની રજા લઈ ગયા ને તેના દરબારમાં ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર એ બે ગુરુ શિષ્ય રહ્યા તે પણ તેમની માફક બાદશાહથી સન્માનિત થયા. ઉપાધ્યાય ભાનુચંદ્ર અકબર પાસે સંસ્કૃતમાં ‘સૂર્ય સહસ્રનામ' બોલતા એટલે અકબર તેમના મુખેથી દર રવિવારે સૂર્યનાં સહસ્ર નામો શ્રવણ કરતો.૪૯૫ સિદ્ધિચંદ્રે પણ બાદશાહને રંજિત કરેલ અને બાદશાહે પછી સિદ્ધાચલ પર મંદિરો ૪૯૩. તેના ૧૨૬-૭ પદ્યમાં સ્પષ્ટ લખ્યું છે કે ‘આ બાદશાહે જજીયાનો કર જે માફ કર્યો, ઉદ્ધત મોગલોથી મંદિરોને જે મુક્તિ મળી, કેદમાં પડેલા કેદીઓ બંધનરહિત થયા, સાધારણ રાજગણ પણ મુનિઓનો સત્કાર કરવા લાગ્યો, એક વર્ષમાં છ માસ સુધી જીવોને જે અભયદાન મળ્યું અને વિશેષે ગાય, ભેંસ, બળદ અને પાડા આદિસુરભીસમૂહ (કસાઈની છરીથી) નિર્ભય થયોઃ-ઈત્યાદિ (જૈન) શાસનની સમુન્નતિનાં કારણોમાં આ ગ્રંથ જ પરમ નિમિત્ત થયો છે.'' ૪૯૪. શાંતિચંદ્રના શિષ્ય લાલચંદ્રે શબ્દરૂપવાકયની અંતે પ્રશસ્તિ લખી છે તેમાં જણાવ્યું છે કેઃ ईडरपुराधिप महाराय श्री नारायणसभासमक्षवादिभूषण क्षपणक निराकरिष्णुनां, वागडदेशे घाटशिल नगरे योधपुरपति रायमालदेव भ्रातृव्य सहस्त्रमल्लराज्ञः पुरः पत्रालंबनपुरःसरं क्षपणक भट्टारक गुणचन्द्रजयिनां इत्थं प्रकारक प्रभावना समुत्सर्पण विधिवेदसां महोपाध्याय श्री ५ श्री शांतिचंद्र गणिपदानां चरणाम्बुज भृंगायमाण गणि लालचंद्रेणालेखि । मुनि लाभचन्द्र પનાર્થ ॥ જુઓ મારો લેખ ઈડરનો સંક્ષિપ્ત ઇતિહાસ' જૈનયુગ પુ. ૧, ૪ પૃ. ૧૪૩-૧૫૧, તેમના બીજા શિષ્ય અમરચંદ્રે સં. ૧૬૭૮માં રચેલ કુલજરાસની પ્રશસ્તિમાં પણ સ્વગુરુની ઉપરની એક વાત જણાવી છે કેઃ રાય નારાયણ રાજસભાઈ, ઈડર નયર મઝારિ રે. વાદીભૂષણ દિગપટ જીતી, પામ્યો જયજયકાર રે. (જૈ. ગૂ. કવિઓ પ્રથમ ભાગ પૃ. ૫૦૭) ૪૯૫. બ્રાહ્મણોની માફક સમ્રાટ્ પણ પ્રાતઃકાળે પૂર્વદિશા તરફ મુખ રાખી ઉભો રહેતો અને સૂર્યની આરાધના કરતો તેમજ તેનાં સહસ્રનામોનો પણ સંસ્કૃતભાષામાં જ ઉચ્ચાર કરતો. બદાઉન ૨, ૩૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy