SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૨ બોલાવતાં નંદિવિજયે આવી રાજસભામાં મંડોવર રાજા મલ્લદેવના પુત્ર ઉદયસિંહ, કચ્છવાહના છે હજારી સૈન્ચેશ્વર માનસિંહ, શેખ અબુલફેજલ, આજમખાન, જાલોરના ગજનીખાન, બ્રાહ્મણો, કાજી, કાયસ્થ સમક્ષ અષ્ટ અવધાન કર્યો. સૂરિએ પછી લાહોરમાં જેઠ સુદ ૧૫ ને દિને પ્રવેશ કર્યો. અકબરને મળ્યા. પુનઃ અષ્ટ અવધાન નંદિવિજય કરતાં તેને “ખુશ-ફહમ” (સુમતિ) નામનું બિરૂદ આપ્યું. (સં. ૧૬૫૦) ઈશ્વરને જૈનો માનતા નથી એવું અકબરને સમજાવતાં તે સંબંધીનો વાદ ભર સભામાં બ્રાહ્મણો સમક્ષ કર્યો ને “ઈશ્વરસિદ્ધિ' કરી બ્રાહ્મણોને ચૂપ કર્યા એકદા સૂરિએ અકબર પાસે છ કાર્યોની ઉપયોગિતા સમજાવી ૧-૪ ગાય, બળદ, ભેંસ ને પાડાની હિંસા યોગ્ય નથી, પ મરણ પામેલાનું દ્રવ્ય સરકાર લે છે તે, તથા ૬ બંદિવાનોને પકડવા એ પ્રતિષ્ઠાવાળું નથી. આથી આ છ બાબત આખા દેશમાં બંધ કરવાનું ફરમાન આખા દેશમાં શાહે મોકલી આપ્યું. આમ ઘણા લાભ થતાં સૂરિએ લાહોરમાં બે ચોમાસા કર્યા. (વિજયપ્રશસ્તિ સર્ગ ૧૨. બુ. ૨ નં. ૧૧૨૧ ના સં. ૧૬૬૧ ના વિજયસેનસૂરિના પ્રતિષ્ઠા લેખમાં પોતાને માટે વિશેષણ “પતિશાહિ શ્રી અકબર સભાસમક્ષ જિતવાદિછંદ-ગોબલીવર્ધ-મહિષ-મહિષીવધ નિવૃત્તિ સ્ફરન્સાનકારક ભટ્ટારક' મૂકેલ છે.) ૯૨ ૮૦૫. વિજયસેનસૂરિએ અકબરને પ્રસન્ન કર્યા, અને ભાનુચંદ્રના ઉપાધ્યાય પદનો નક્ટિવિધિ કર્યો તે મહોત્સવમાં શેખ અબેલફેજે ૬૦૦ રૂપૈયા અશ્વદાનપૂર્વક યાચકોને આપ્યા. (હી. સૌ. સ. ૧૪ શ્લો. ૨૯૨) વિજયસેને અકબરની પરિષદ-રાજસભામાં ૩૬૬ બ્રાહ્મણવાદીઓને જીત્યા તેથી અકબરે તેમને “સવાઈ વિજયસેન સૂરિ' (હીરસૂરિથી પણ ચડ્યા એ બતાવતું) બિરૂદ આપ્યું. આ જાણી હીરસૂરિ આનંદ પામ્યા. (હી. સૌ. સર્ગ ૧૪) આ. હીરસૂરિના સ્વર્ગવાસ પહેલાં અકબરે ઉપરનું છ બાબતનું ફરમાન વિજયસેનસૂરિને આપી તેમને સૂરિ પાસે જવા મોકલ્યા હતા. (હી. સૌ. ૧૭,૨00) ૮૦૬. આ બાજુ હીરવિજયસૂરિ પાટણ ચોમાસું કરી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ઇચ્છા થતાં ત્યાંથી ૧૬૪૯ ના શીતકાલમાં નીકળી (અમદાવાદ આવી સૂબા શાહજાદા મુરાદનું માન પામી વિવેકહર્ષકૃત હીરવિજય રાસ) વિહાર કરતાં પાલિતાણે આવ્યા ત્યાં ચારે બાજુથી આવેલા સંઘો (પાટણ, અમદાવાદ, ખંભાત, માલવ, લાહોર, મારવાડ, દીવ, સુરત, ભરૂચ, વીજાપુર, દક્ષિણ કાનડા આદિ નાના મોટા ૨૦૦ સંઘના લાખો યાત્રાળુઓ) એકઠા થયા. (. ૧૬૫૦)ની ચૈત્રી પુનમે મોટી યાત્રા કરી. ત્યાં ૧ શાહ તેજપાલ, ૨ શાહ રામજી ૩ જશુ ઠક્કર ૪ શાહ કુંઅરજી અને પ શેઠ મૂલા શાહ આ પાંચ ધનિકોએ બનાવેલાં વિશાળ અને ઉન્નત જિનમંદિરોમાં મહોત્સવ પૂર્વક સૂરિએ પ્રતિષ્ઠા કરી (જિ. ૨, નં. ૧૨) ત્યાંથી ઉનામાં ચોમાસું કર્યું. દીવમાં પારેખ મેઘજી અને તેની સ્ત્રી લાડકી બાઇએ સૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. મક્કે હજ કરી પાછા ફરેલ (ગૂજરાતના સૂબા) આજમખાને ઉનામાં આવી સૂરિ પાસે હજાર મહોર ધરી નમન કર્યું અને સૂરિએ તે દ્રવ્યનો અસ્વીકાર કર્યો; વળી ત્યાં જામનગરના જામ સાહેબ સાથે (વજી૨) અબજી ભણશાલીએ સૂરિની અંગપૂજા અઢારસે મહોરથી ૪૯૨. હી. ૯૯૯ (સન ૧૫૯૦)માં બળદ, ભેંસ, બકરાં, ઘોડા અને ઉંટના માંસનો નિષેધ કરવામાં આવ્યો (બદાઉનિ પૃ. ૩૭૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy