SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૮૦૦ થી ૮૦૪ અકબર દ્વારા અમારિપાલન ૩૬૧ ફરમાન સ્વમુદ્રાંકિત આપ્યું: વિશેષમાં દયાળુ થઇ અમારિ માટે અગાઉ પર્યુષણાદિ બાર દિવસો સૂરિના ઉપદેશે સર્વ દેશમાં જાહેર કર્યા હતા તેમાં બીજા દિવસો ઉમેર્યા કેઃ-સર્વે રવિવારો, સોફીયાન દિવસોસૂફી લોકોના દિવસો, ઇદના દિનો, સંક્રાંતિની સર્વ તિથિઓ, પોતાનો જન્મ જે માસમાં થયો તે આખો માસ, મિહિરના દિવસો, નવરોજના દિનો, પોતાના (ત્રણ) પુત્રોના જન્મમાસો, રજબ (મોહરમ) મહિનાના રોજ એટલે કુલ મળી એક વર્ષમાં છ માસ ને છ દિન થયા તેમાં કોઇપણ જીવની હિંસા કોઇપણ ન કરે એવા હુકમ બાદશાહે કાઢયા. આ હીરવિજયસૂરિ આદિના ઉપદેશનું પરિણામ.૪૯૧. ૮૦૨. ભાનુચંદ્રજી પોતે બાદશાહ કાશ્મીર જતાં ત્યાં ગયા, ત્યાંના રાજા જયનલે બંધાવેલા જયનલલંકા નામના ૪૦ કોશના સરોવર પર તેમણે બાદશાહને અરજી કરી કે શત્રુંજય તીર્થમાં જતા યાત્રાળુ પરનો લેવાતો ક૨ માફ કરવો, એટલે તે પવિત્ર પર્વતને કરથી મુક્ત કરી હીરવિજયસૂરિને અર્પણ કરી દીધાનું ફરમાન બાદશાહે પોતાની મહોરવાળું કરી સૂરિ પ્રત્યે મોકલી આપ્યું. ૮૦૩. વિજયસેનસૂરિ ખંભાતથી ગંધારમાં ચોમાસું કરી હીરસૂરિને પાટણ મળ્યા. બંનેએ ત્યાંથી ખંભાતમાં સં. ૧૬૪૬માં જઇ સોની તેજપાલે કરાવેલ ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા કરી, સં. ૧૬૪૭૪૮માં અમદાવાદ રહી ૧૬૪૮ માં રાધનપુર ચોમાસું કર્યું. ત્યાં શત્રુંજય કરથી મુક્ત કર્યાનું અને તેના દાનનું ફરમાન બાદશાહે મોકલ્યું તે મળવાથી સંતુષ્ટ થઈ ત્યાંથી વાસક્ષેપ મોકલી લાહોરમાં ભાનુચંદ્રને ઉપાધ્યાય પદ અપાવ્યું. આ જાણ્યા પછી અક્બરને વિજયસેન સૂરિનાં દર્શનની ઈચ્છા થતાં તેમને બોલાવવા લાહોરથી ફરમાન આવતાં આચાર્યે વિજયસેનસૂરિને લાહોર મોકલ્યા. ૮૦૪. વિજયસેનસૂરિ લાહોર જતાં લુધિઆણા આવતાં શેખ ફયજી સામો આવી મળ્યો. તેની પાસે સૂરિશિષ્ય નંદિવિજયે અષ્ટ અવધાનો કર્યા. આ વાતની ખબર પડતાં બાદશાહે તે જોવા માટે ૪૯૧. અકબરે મહિનાઓ સુધી જીવવધ બંધ કરવાનો હુકમ કર્યો હતો એ વાત બદાઉની નામનો કટ્ટર મુસ્લિમ ઇતિહાસ-લેખક પણ જણાવે છે કે : “In these days (991 = 1583 A.D.) new orders were given. The killing of animals on certain days was forbidden, as on Sundays because this day is sacred to the Sun; during the first 18 days of the month of Farwardin; the whole month of Abein (the month in which His Majesty was born) and several other days to please the Hindoos. This order was extended over the whole realm and capital punishment was inflicted on everyone who acted against the command.” -Badaoni p. 321. -‘ આ દિનોમાં (૯૯૧ હી. સન ૧૫૮૩) નવા હુકમ કરવામાં આવ્યા. કેટલાક દિવસોમાં જેવા કે ૨વિવા૨ સૂર્યનો દિન હોવાથી સર્વ રવિવારના દિવસોમાં, ફરવદિન માસના પ્રથમના ૧૮ દિનોમાં, અવેન માસ કે જેમાં બાદશાહનો જન્મ થયો હતો તે આખા માસમાં જીવહિંસાનો નિષેધ ‘હિંદુઓને’ ખુશ કરવા માટે ક૨વામાં આવ્યો. આનું ફરમાન આખા રાજ્યમાં વ્યાપ્ત ક૨વામાં આવ્યું અને જે કોઈ તેની વિરૂદ્ધ વર્તે તો તેને ગર્દન મારવાની શિક્ષા અપાતી હતી.’’ આમાં ‘હિંદુઓ’ શબ્દ છે તેથી જૈન સમજવા કારણ કે જૈન લોક જ આ વાતનો (જીવવધનો) નિષેધ કરાવવામાં સદા પ્રયત્ન કર્યા કરે છે. તેઓ હમણાં પણ ભારતીય રાજા મહારાજાઓ વગેરે પાસે હજારો અર્જી મોકલે છે ને તે માટે ઘણો ખર્ચ કરે છે. આનું વર્ષ ભાષાંતરકાર ૯૯૧ હીઝરી મૂકે છે માટે કૌંસમાં તેણે મૂકેલ છે તે બરાબર નથી તે વર્ષ ૯૯૬ હીઝરી જોઈએ. વળી આઇને અકબરી ૩, ૩૩૧ માં લખ્યું છે કે ‘રવિવારે તથા તહેવારોના દિવસે પશુની હત્યા નહિ કરવાના ખાસ હુકમો પણ બહાર પાડવામાં આવ્યા હતા.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy