SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૩૬૦ તળાવે જઈ ત્યાંનાં પાંજરામાં પૂરેલાં પક્ષિઓને મુક્ત કર્યા. (આ ધનવિજયે સૂરિ સાથે રહીને મેડતામાં જૈનવિહારોને મ્લેચ્છ-કરથી મુક્ત કરાવ્યા અને વાજાં અગાઉ બંધ થયા હતાં તે વગાડવા ચાલુ કરાવ્યાંજુઓ તેમના શિષ્ય ગુણવિજયશિષ્ય રામવિજયની વિશેષાવશ્યકની પ્રતની લેખકપ્રશસ્તિ ગો. ના.) ૮૦૦. પછી થાનસિંહે કરેલા ઉત્સવપૂર્વક અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરી ને શાંતિચંદ્રને ઉપાધ્યાયપદ આપ્યું. વળી બાદશાહના માન્ય ઝવેરી દુર્જનમલ્લે સૂરિપાસે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ને આચાર્યે ૧૬૪૦ નું ચોમાસું ત્યાં ગાળ્યું. પછી મથુરાની તથા ગોપાલશૈલ-ગ્વાલેરના બાવનગજા ઋષભનાથની યાત્રા કરી. સં. ૧૬૪૧નું અભિરામાબાદમાં અને સં. ૧૬૪૨ નું આગ્રામાં આવી ચોમાસું કર્યું. પછી ગૂજરાતથી વિજયસેનસૂરિ આદિ સંઘના આગ્રહથી ગૂજરાત પ્રત્યે પ્રયાણ કરતાં બાદશાહ પાસે શાંતિચંદ્ર ઉપાધ્યાયને રાખી ગયા. (આ દિલ્લીદેશના વિહારમાં શ્રીમદ્ગુરુને બાદશાહે આપેલ બહુમાનથી તેમજ તેમના અનેક ગુણો તથા દર્શન અને ઉપદેશથી અનેક મ્લેચ્છાદિ જાતિનાઓ પણ તુરત માંસ મદ્યના ખાનપાનનો અને જીવહિંસાનો ત્યાગ કરી સદ્ધર્મનાં કાર્ય કરવાની મતિવાળા થયાધર્મસાગરકૃત ગુર્વાવલી) મેડતા માર્ગે વિહાર કરતાં નાગપુર (નાગોર)માં ચોમાસું રહ્યા (સં. ૧૬૪૩) ત્યાંના રાજા જગમાલના વણિકમંત્રી મેહાજલે સૂરિની અતિ સેવા કરી તથા જેસલમેરથી સંઘ સહિત આવેલ કોઠારી માંડણે ત્યાં સૂરિને સોનૈયાથી પૂજી વિવિધ દાન કર્યું, અનેક દેશના સંઘો સૂરિના વંદનાર્થે આવ્યા. ત્યાંથી પીંપાડ આવી વૈરાટથી પ્રતિષ્ઠા માટે આમંત્રણ થતાં તે કાર્યસારૂ ઉપાધ્યાય કલ્યાણવિજયને મોકલી, પોતે સિરોહી આવ્યા. (કલ્યાણવિજયે વૈરાટમાં શ્રીમાલી ઇન્દ્રરાજે કરેલા ઇંદ્રવિહારની પ્રતિષ્ઠા સં. ૧૬૪૪માં કરી જિ. ૨, ૩૭૯) સીરોહીમાં નવીન ચતુર્મુખ પ્રાસાદમાં આદિનાથ આદિ બિંબોની, અજિત જિનપ્રાસાદમાં અજિતનાથ આદિ બિંબોની એમ બે પ્રતિષ્ઠા કરી આબૂ યાત્રાર્થે ગયા. સિરોહી રાજાનો અતિ આગ્રહ થતાં તેઓ ચોમાસું કરે તો કરથી અતિ પીડિત લોકને પીડા નહિ કરૂં અને મારિનિવારણ-અમારિ આખા રાજ્યમાં રહેશે એવો બોલ આપતાં ત્યાં હીરવિજયસૂરિએ ચોમાસું કર્યું (સં. ૧૬૪૪) ને રાજાએ પોતાનો બોલ પાળ્યો. (અહીં વિજયસેનસૂરિ મળ્યા ને તેઓ હીરસૂરિની આજ્ઞાથી ખંભાત જઇ મૂળ ગંધારના વાસી શ્રીમાલી પરીખ વજિયા રાજિયા એ બે ભાઇઓએ બંધાવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ચૈત્યમાં ચિંતામણી પાર્શ્વનાથ અને મહાવીરની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સં. ૧૬૪૪ જે શુદિ ૧૨ સોમ) ૮૦૧. હીરસૂરિએ પછી રોહસરોતરા માર્ગે વિહાર કરી પાટણમાં આવી ત્યાં ચોમાસું કર્યું (સં. ૧૬૪૫) આ દરમ્યાન શાંતિચંદ્ર ઉપાધ્યાય કે જેઓ સૂરિની આજ્ઞાથી બાદશાહ પાસે રહી તેની પ્રશસ્તિ રૂપે રચેલ ‘કૃપા૨સ કોશ' નામનું કાવ્ય સંભળાવતા હતા, તેમણે આચાર્યને મળવાની ઇચ્છા થતાં પોતાને સ્થાને ભાનુચંદ્ર વિબુધને રાખીને જવાની રજા બાદશાહ પાસે માગી, ત્યારે બાદશાહે પોતાના તરફથી સૂરિને ભેટ કરવા અર્થે જજીયા નામનો હજુ પણ ગુજરાતમાં કર લેવાતો તે કાઢી નાંખનારૂં ૪૯૦. જુઓ તેનો ૬૨ શ્લોકનો સંસ્કૃત શિલાલેખ બુ. ૨ નં. ૫૨૯, વિજયપ્રશસ્તિકાવ્ય સર્ગ ૧૧ શ્લો. ૧૭ થી ૭૦, ઋષભદાસ કૃત હીરવિજયસૂરિ રાસ પૃ. ૧૫૨ થી ૧૫૪ કે જેમાં વજીઆ રાજીઆનો વિસ્તારથી વૃત્તાંત છે. વળી ક્ષેમકુશલકૃત ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy