SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ૩૫૮ તેમની વાણીથી મુદિત થયેલા તેણે (શાહ) કરૂણાવતા હૃદયથી જાણે કે સરસ્વતીનું ગૃહ હોય નહિ એવું અપાર વાલ્મવાળું પુસ્તકાલય બનાવ્યું, તેમના મોક્ષાભિલાષના પુંજથી ભાવનાવાળી બુદ્ધિવાળો, પવિત્રાત્મા અને રૂડા દર્શનવાળો શાહ તે મહાત્માના દર્શનને હંમેશ બહુમાન તરીકે ગણતો. ૭૯૬. બાદશાહની ત્રીજી આંખ જેવો, તુરૂષ્ક (મુસ્લિમ) શાસ્ત્રોનો જ્ઞાતા શેખ અબુલફજલ૮૭ હીરવિજયસૂરિને પોતાને ત્યાં લઈ ખુદા (દેવ) કુરાન (શાસ્ત્ર) અને ધર્મ સંબંધી કરેલા પ્રશ્નોના ઉત્તર (વિગત માટે જુઓ હીરસૌભાગ્ય સ ૧૩, શ્લોક ૧૩૭-૧૫૦) સાંભળી ખુશી ગયો. પછી અકબર બાદશાહે દરબાર ભરી ત્યાં સૂરિને બોલાવી તેઓ ગંધારથી ઠેઠ સીકરી સુધી પગે ચાલીને આવ્યા ને જૈન મુનિ પોતાના આચાર પ્રમાણે પગે જ ચાલીને વિહાર કરે, એકવાર જમે ને તે પણ નિર્દોષ આહાર, ભૂમિપર સૂએ, ઉપવાસાદિ તપ કરી શરીર શોષી રાગદ્વેષને જીતે, સંસારની અનિત્ય ભાવના ભાવે, એ જાણ્યું ત્યારે તેને આશ્ચર્ય થયું. પછી ચિત્રશાલામાં સૂરિને લઈ ગયા. ત્યાં ગલીચો હતો તે પર ન ચલાય, રખેને તેની નીચે જીવો હોય તે ચંપાઈ જાય. ગાલીચો ઉપાડ્યો ત્યાં સાચે નીચે કીડીઓ દેખાઈ એટલે બાદશાહ વિસ્મિત થયો. આચાર્યે ધર્મદેશનાથી સંસાર અને લક્ષ્મીની અસ્થિરતા, દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ, મુનિનાં અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રતો, છઠું રાત્રિભોજન વિરમણ અને સાતમું નિમિત્તાદિનું અકથન એમ સાત વ્રતોનું નિરૂપણ કર્યું. શાહે પરીક્ષા કરવા પોતાના અમુક જન્મગ્રહોનું ફળ જાણવા માગતાં “એ ફલ મોણપંથે જનાર કદિ કહેતા નથી.” એમ આચાર્ય જણાવ્યું, તેથી શાહ મુગ્ધ થયો. શિષ્યસંખ્યા પૂછતાં એ વાત જણાવવી એ આત્મગૌરવ કરવા જેવું છે એમ સૂરિએ કહ્યું. શાહે લોકશ્રુતિ પ્રમાણે તેમના બે હજાર શિષ્યો જાણી સંતોષ બતાવ્યો. ૭૯૭. તેના મોટા પુત્ર શેખજી (સલીમ-જહાંગીર)એ પેટીમાંથી પુસ્તકો કાઢી મોકલ્યાં. “આવો જૈન અજૈન પુસ્તકોનો મોટો જથો શાહ પાસે ક્યાંથી ?” એમ આચાર્યે પૂછતાં શાહે જણાવ્યું, પદ્મસુંદર ૪૮૮ નામના તેના મિત્ર હતા, તેમણે વારાણસીના વિપ્રને સભા સમક્ષ જીત્યો હતો. તે વિદ્વાન સ્વર્ગસ્થ થતાં પોતાનું સર્વ લિખિત પુસ્તક મને આપ્યું હતું. આ સર્વ આપને અપું છું.' સૂરિએ કહ્યું “અમારે તેની જરૂર નથી, કારણ કે અમારી પાસે ખપપૂરતું છે. વિશેષની મૂચ્છ શા માટે ?' બાદશાહે શેખ અબલફેજ તથા થાનસિંહને બોલાવી તેઓ દ્વારા ગમે તે પ્રકારે સમજાવી સૂરિ તે પુસ્તકને ગ્રહણ કરે ૪૮૭. આઈને-અકબરીનો કર્યા. તેમાં તેણે બીજા ધર્મોની અપેક્ષાએ જૈન ધર્મનો લાંબો તથા યથાર્થ ખ્યાલ આપ્યો છે અને તેને જૈન મુનિઓ હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ, શાંતિચંદ્ર આદિ સાથે સારો પરિચય હતો એમ પણ તેમાં જણાવે છે. અબુલફજલ અકબરની જીભ તરીકે વર્ણવવામાં આવેલ છે. અકબરની ધાર્મિક નીતિ તેણે ઉતરાવી હતી અને ધર્મ સંબંધી સવાલોમાં તે સર્વસ્વ હતો. ૪૮૮. પાસુંદર-જૈન સાધુ હતા એ નિશ્ચિત છે કારણ કે જૈન ગ્રંથો જૈનેતર પાસે ન હોય, વળી તેવું નામ જૈન મુનિમાં ઉપલબ્ધ થાય છે. કોઈ કહે છે કે નાગોરી તપાગચ્છના તે હતા. (સુરીશ્વર અને સમ્રાટ પ્ર. ૧૧૯-૨૦) અને વળી આ ગચ્છમાં થયેલ ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિ પોતાના ધાતુપાઠની પ્રશસ્તિમાં જણાવે છે કે : સાહે: સંદ્રિ પાસુંવરનિ ર્જિત્વા મહાપંડિત, ક્ષૌમશ્રામપુલ્લી નાધવરશ્રીદતો નવ્યવાન | ભાં. ૩. પૃ. ૨૨૭. નાગોરી તપાગચ્છીય આનંદમે-પામેરુ-શિષ્ય પાસુંદરકૃત યદુસુન્દર કાવ્ય પ્ર.લા.દ.વિ. સંપા. ડી.પી. રાવલે ગ્રંથકારના પાંચ પ્રગટ, ૧૧ અપ્રગટ ગ્રંથની વિગત આપી છે. આ જ કર્તાનું પાર્શ્વનાથ ૨. લા.દ.વિ.માંથી પ્રગટ છે.} Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy