SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૨ અકબરના દરબારમાં હીરવિજયસૂરિ અને બીજાઓ. (સં. ૧૬૩૯-૧૬૬૩) હીરવિજયસૂરિના સમાગમથી અકબર બાદશાહે શું કર્યું એ ટુંકામાં તેમના જ સમયમાં શત્રુંજય પરના આદિનાથ મંદિરના હેમવિજયગણિએ રચેલા સં.૧૬૫૦ના પ્રશસ્તિ લેખમાં જણાવ્યું છે કે :दामेवाखिलभूपमूर्द्धसु निजमाज्ञां सदा धारयन्, श्रीमान् शाहि अकब्बरो नरवरो (देशेष्व) शेषेष्वपि । षण्मासाभयदानपुष्टपटहोद्घोषानघध्वंसितः, कामं कारयति स्म हृष्टहदयो यद्वाक्कलारंजितः ॥ १७ ॥ यदुपदेशवशेन मुदं दधन् निखिलमण्डलवासिजने निजे ।। मृतधनं च करं च सुजीजिआ भिधमकब्बर भूपतिरत्यजत् ॥ १८ ॥ यद्वाचा कतकाभया विमलितस्वांतांबुपूरः कृपा-पूर्ण शाहिरनिन्द्यनीतिवनिता क्रोडीकृतात्मात्यजत् । शुल्कं त्यक्तुमशक्यमन्यधरणीराजां जनप्रीतये, तद्वान् नीडजपुंजपूरुषपशृंश्चामूमुचद्भरिशः ॥ १९ ॥ यद्वाचां निचयैर्मुधाकृतसुधा स्वादैरमंदैः कृता- ल्हादः श्रीमदकब्बर क्षितिपतिः संतुष्टिपुष्ठाशयः । त्यक्त्वा तत्करमर्थसार्थमतुलं येषां मनःप्रीतये, जैनेभ्यः प्रददौ च तीर्थतिलकं शत्रुजयोर्वीधरम् ॥ २० ॥ यद्वाग्भिर्मुदितश्चकार करुणास्फूर्जन्मनाः पौस्तकं, भाण्डागारमपारवाङ्मयमयं वेश्मेव वाग्दैवतम् । यत्संवेगभरेण भावितमतिः शाहिः पुनः प्रत्यहं पूतात्मा बहु मन्यते भगवतां सद्दर्शनो दर्शनम् ॥ २१ ॥ - તમામ રાજાઓના શિરે જેની આજ્ઞાઓ માળાની માફક ધારણ કરવામાં આવતી એવા શ્રીમાન અકબરશાહે તે (હીરવિજય) સૂરિના વાકચાતુર્યથી રંજીત થઈને છ મહિના સુધીનો અમારિનો પડહ વગડાવી સમસ્ત દેશમાં પાપનો નાશ કરનારી ઉદ્ઘોષણા કરાવી. તેમના ઉપદેશને વશ થઈ હર્ષ ધરીને બાદશાહ અકબરે પોતાના સમસ્ત મંડળના વાસી જનોમાં નિર્વશ મરી જાય તેનું ધન તથા જજીઆ વેરો માફ કર્યો. તેમની કતકચૂર્ણ જેવી વાણીવડે નિર્મળ થયું છે અંતઃકરણરૂપ સરોવર જેનું એવા કૃપાપૂર્ણ બાદશાહે પવિત્ર નીતિરૂપ સ્ત્રી ધારણ કરીને લોકપ્રીતિ સંપાદન કરવા સારૂ, બીજા રાજાઓ માફ ન કરી શકે એવા કરો માફ કર્યા અને વળી ઘણાં પક્ષી તથા બંદીવાનોને છોડી મૂકયા, સુધાને પણ કોરે મૂકે એવી તેમની વાણીથી આલાદ અને સંતોષ પામેલા અકબર બાદશાહે તેમની મનની પ્રીતિ ખાતર પૈસા સાથેનો કર વિશેષ લેવાતો હતો તે માફ કરીને મહાતીર્થ શત્રુંજય પર્વત જૈનોને આપી દીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy